SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૨, ઉસો-૩ ૨૪૯. [૩પ૧-૩પ૩] હે ગૌતમ? એવા પણ પ્રાણીઓ હોય છે કે જેઓ આસ્રવ દ્વારોને બંધ કરીને ક્ષમાદિ દશવિધ સંયમ સ્થાન આદિ પામેલા હોય તો પણ દુઃખ મિશ્રિત સુખ પામે છે. માટે જ્યાં સુધી સમગ્ર આઠે કમ ઘોરતપ અને સંયમથી નિમૂલ-સર્વથા બાળી નાખ્યા નથી. ત્યાં સુધી જીવને સ્વપ્ન પણ સુખ હોઈ શકતું નથી. આ જગતમાં સર્વ જંતુઓને બીલકુલ વિશ્રાન્તિ વગરનું દુઃખ સતત પણે ભોગવવાનું હોય છે. એક સમય એવો નથી કે જેમાં આ જીવે આવેલું દુઃખ સમતા પૂર્વક સહન કર્યું હોય. [૩પ૪૩પપ] કુંથુઆના જીવનું શરીર કેવડું? હે ગૌતમ તે તું “”વિચાર નાનામાં નાનું અને તેનાથી પણ વધારે નાનું તેનાથી પણ ઘણું અલ્પ તેમાં કુંથું. આનો પગ કેવડો ? પગની અણીતો એક માત્ર નાનામાં નાનો ભાગ, તેનો પણ ભાગ જો આપણા શરીરને સ્પર્શે કે કોઈના શરીર ઉપર તે ચાલે તો પણ આપણને દુઃખનું કારણ બને. લાખો કુંથુઆના શરીરોને એકઠા કરી નાના કાંટાથી તોલ-વજન કરી એનો પણ એક પલ (મિલિગ્રામ) ન થાય, તો એક કુથેનું શરીર કેટલું માત્ર હોય? એવા બારીક એક કુંથુઆના પગની અણીના ભાગના સ્પર્શને સહન કરી શકતો નથી અને પાદાગ્ર ભાગના સ્પર્શથી આગળ કહી ગયા તેવી અવસ્થા જીવો અનુભવે છે. તો હે ગૌતમ? તેવા દુઃખ સમયે કેવી ભાવના ભાવવી તે સાંભળ. [૩૫-૩૬૫] કુંથુ સરખું ઝીણું પ્રાણી મારા મલીન શરીર ઉપર ભ્રમણ કરે, સંચાર કરે, ચાલે તો પણ તેનો ખણીને વિનાશ ન કરે પરન્તુ રક્ષણ કરે આ કાંઈ હંમેશાં અહિં વાસ કરવાનો નથી, કે લાંબો સમય રહેવાનો નથી. એક ક્ષણમાં ચાલ્યો જશે, બીજો ક્ષણ નહિ રહે. કદાચ બીજા ક્ષણમાં ન ચાલ્યો જાયતો હે ગૌતમ ? આ પ્રમાણે ભાવના ભાવવી કે આ કુંથુ રાગથી નથી વસ્યો, કે મારા ઉપર તેને દ્વેષ નથી થયો, ક્રોધથી, મત્સરથી, ઈર્ષાથી, વૈરથી મને ડંખ નથી મારતો કે ક્રીડા કરવાની ઇચ્છાથી મને કરડતો નથી કુંથુ વૈર ભાવથી કોઈનાં શરીર ઉપર ચડતો નથી તે તો ગમે તેના શરીર ઉપર અમસ્તો જ ચડી જાય છે. વિકલેન્દ્રિય હોય, બાળક હોય, બીજા કોઈ પ્રાણી હોય, તે સળગતા અગ્નિ અને વાવડીના પાણીમાં પણ પ્રવેશ કરે. તે કદાપિ એમ ન વિચારે કે આ મારો પૂર્વનો વૈરી છે અથવા મારો સંબંધી છે માટે આત્માએ એમ વિચારવું કે આમાં મારી અશાતાના-પાપનો ઉદય આવ્યો છે. આવા જીવો પ્રત્યે મેં કંઈ અશાતા નું દુઃખ કર્યું હશે પૂર્વભવમાં કરેલા પાપ કર્મના ફળ ભોગવવાનો અથવા તે પાપના પુજનો છેડો લાવવા માટે મારા આત્માના હિત માટે આ કયું તિર્જી, ઉર્ધ્વ, અધો, દિશા અને વિદિશામાં મારા શરીર ઉપર આમ તેમ ફરે છે. આ દુઃખને સમભાવથી સહન કરીશ તો મારા પાપકર્મનો છેડો આવશે કદાચ કુંથુને શરીર પર ફરતા ફરતા મહાવાયરાનો ઝપાટો લાગ્યો તો તે કુંથુને શારીરિક દુસ્સહ દુઃખ અને રૌદ્ર અને આત ધ્યાનનું મહાદુઃખ વૃદ્ધિ પામે. આવા સમયે વિચારવું કે આ કથુઆના સ્પર્શથી તને નામનું દુઃખ ઉત્પન્ન થયું છે તે પણ તારાથી સહન કરી શકાતું નથી અને આર્ત રૌદ્ર ધ્યાનમાં ચાલ્યો જાય છે તો તે દુઃખના કારણે તું શલ્યનો આરંભ કરીને મનોયોગ, વચનયોગ, કાયયોગ સમય આવલિકા મુહૂર્ત સુધી શલ્યવાળો થઈશ અને તેથી તેનું ફળ તારે એકદમ લાંબા કાળ સુધી વેઠવું પડશે તે વખતે તેવા દુઃખો તું શી રીતે સહન કરીશ? [૩૬] તે દુઃખો કેવા હશે? ચારે ગતિ અને ૮૪ લાખ યોનિસ્વરૂપ અનેક ભવો અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy