SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ મહાનિસીહ – ૨/૩/૩૩૫ કર્મની ચીકાશવાળા બનેછે. તેવો આત્મા કર્મનો ક્ષય કે નિર્જરા કરી શકે. આવી રીતે ઘોર આઠ કર્મના મળમાં સપડાએલા સર્વ જીવોને દુઃખથી છૂટકારો કેવી રીતે થાય ? પૂર્વ દુષ્કૃત્ય પાપકર્મ કર્યા હોય, તે પાપનું પ્રતિક્રમણ ન કર્યું હોય એવા પોતે કરેલા કર્મ ભોગવ્યા સિવાય અગર ઘોર તપનું સેવન કર્યા સિવાય તે કર્મથી મૂક્ત થઈ શકાતું નથી. [૩૩૬-૩૩૭] સિદ્ધાત્માઓ, અયોગી, અને શૈલેશીકરણમાં રહેલા સિવાયના તમામ સંસારી આત્માઓ દરેક સમયે કર્મબાંધે છે, કર્મ બંધ વગરનો કોઈ પ્રાણી નથી. શુભઅધ્યવસાયથી શુભકર્મ, અશુભઅધ્યવસાયથી અશુભકર્મબંધ, તીવ્રતઃ પરિણામથી તીવ્રતર રસસ્થિતિવાળા અને મંદપરિણામથી મંદરસ અને ટૂંકી સ્થિતિવાળા કર્મ ઉપાર્જે. [૩૮] સર્વ પાપકર્મોને એકઠા કરવાથી જેટલો રાસિઢગલો થાય, તેને અસંખ્યાત ગુણા ક૨વાથી જેટલું કર્મનું પરિમાણ થાય તેટલા કર્મ, તપ, સંયમ, ચારિત્રના ખંડન અને વિરાધના કરવાથી તથા ઉત્સૂત્ર માર્ગની પરૂપણા, ઉત્સૂત્ર માર્ગની આચરણા અને તેની, ઉપેક્ષા કરવાથી ઉપાર્જન થાય છે. [૩૩૯] જો સર્વ દાનાદિ સ્વ- પર હિત માટે આચરવામાં આવેતો અ-પરિમિત મહા, ઉંચા, ભારી, આંતરા વગરનો ગાઢ પાપકર્મોનો ઢગલો પણ ક્ષય પામે. અને સંયમ તપના સેવનથી લાંબા કાળના સર્વ પાપકર્મોનો વિનાશ થાય. [૩૪૦-૩૪૪] જો સમ્યકત્વની નિર્મલતા સહિત કર્મ આવવાના આશ્રવચારો બંધ કરીને જ્યારે જ્યાં અપ્રમાદી બને ત્યારે ત્યાં બંધ અલ્પ કરે અને ઘણી નિર્જરા કરે. આશ્રવદ્વારો બંધ કરીને જ્યારે પ્રભુની આજ્ઞાનું ખંડન ન કરે તેમજ જ્ઞાન દર્શન ચારિત્રમાં દૃઢ બને ત્યારે પહેલાના બાંધેલા સર્વ કર્મ તે ખપાવી નાખે અને અલ્પસ્થિતિવાળા કર્મ બાંધે, ઉદયમાં ન આવેલા હોય તેવા તેવા કર્મ પણ ઘોર ઉપસર્ગપરિષહો સહન કરીને ઉદીરણા કરી તેનો ક્ષય કરે અને કર્મ ઉપર જ્ય મેળવે. આ પ્રમાણે આશ્રવના કારણોને રોકીને સર્વ આશાતના ત્યજીને સ્વાધ્યાય ધ્યાન યોગોમાં તેમજ ધીર વીર એવા તપમાં લીન બને, સંપૂર્ણ સંયમ મન વચન કાયાથી પાલન કરે ત્યારે ઉત્કૃષ્ટ બંધ ન કરે અને અનંત ગુણકર્મની નિર્જરા કરે. [૩૪૫-૩૪૮] સર્વ આવશ્યક ક્રિયામાં ઉદ્યમવન્ત બનેલાં, પ્રમાદ, વિષય, રાગ, કષાય આદિના આલંબન રહિત બાહ્યઅભ્યન્તર સર્વ સંગથી મુક્ત, રાગદ્વેષમોહથી સહિત, નિયાણા વગરનો જ્યારે થાય, વિષયોના રાગથી નિવૃત્ત થાય, ગર્ભ પરંપરાથી ભય પામે, આશ્રવ દ્વારોનો રોધ કરીને ક્ષમાદિ યતિધર્મ અને યમનિયમાદિમાં રહેલો હોય, તે શુક્લ ધ્યાનની શ્રેણીમાં આરોહણ કરી શૈલેશીકરણ પ્રાપ્ત કરે છે, ત્યારે લાંબા કાળથી બાંધેલું સમગ્ર કર્મ બાળીને ભસ્મ કરે છે, નવું અલ્પ કર્મ પણ બાંધતો નથી. ધ્યાનયોગની અગ્નિમાં એકદમ પાંચ હ્રસ્વાક્ષર બોલાય તેટલા ટૂંકા કાળમાં ભવ સુધી ટકનારા સમગ્ર કર્મને બાળીને ભસ્મ કરી નાખે છે. [૩૪૯-૩૫૦] આ પ્રમાણે જીવના વીર્ય અને સામર્થ્ય યોગે પરંપરાથી કર્મ કલંકના કવચથી સર્વથા મુક્ત થયેલા પ્રાણીઓ એક સમયમાં શાશ્વત, પીડા વગરનું રોગ, વૃદ્ધાવસ્થા, મરણથી રહિત, જેમાં કોઈ દિવસ સુખ કે દારિદ્ર જોવાતું હોય નહિ. હંમેશા આનંદ અનુભવાય તેવા સુખવાળું શિવાલય મોક્ષસ્થાન પામે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy