SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ મહાનિસીહ – ૨/૩/૩૬૬ ગર્ભવાસ સહન કરવા પડશે, જેમાં રાત્રિ દિવસના દરેક સમયે સતત ઘોર પ્રચંડ મહા ભયંકર દુઃખ સહન કરવું પડશે હાહા-અરેરે-મરીગયો રે એમ આક્રન્દ કરવું પડશે. [૩૬૭] ના૨ક અને તિર્યંચગતિમાં કોઈ રક્ષણ કરનાર કે શરણભૂત થતા નથી. બિચારા એકલા-પોતાના શરીરને કોઈ સહાય કરનાર મળે નહિ, ત્યાં કડવા અને આકરા વિરસ પાપના ફ્ળો ભોગવવા પડે. [૩૬૮] નારકીઓ તલવારની ધા૨ સરખા પત્રવાળા વૃક્ષોના વનમાં છાયડાની ઇચ્છાથી જાયતો પવનથી પાંદડા શરીર પર પડે એટલે શરીરના ટૂકડા થાય. લોહી પ ચરબી કેશવાળા દુર્ગંધમારતા પ્રવાહવાળી વૈતરણીનદીમાં તણાવાનું, યંત્રોમાં પીલાવાનું કરવતથી કપાવાનું. કાંટાળાશાલ્મલીવૃક્ષ સાથે આલિંગન, કુંભીમાં રંધાવાનું, કાગડા આદિ પક્ષીઓની ચાંચનાબટકા સહન કરવાનું સિંહ વગેરે જાનવરોના ફાડીખાવાના દુઃખો અને તેવા અનેક દુઃખો નરકગતિમાં પરાધીન પણે ભોગવવા પડે. [૩૬૯-૩૭૦] તિર્યંચોને નાક કાન વિંધાવાનું, વધ, બંધન, આક્રંદન કરતા જાનવરના શરીરમાંથી માંસ કાપે, ચામડી ઉતારે, હળ ગાડાને ખેંચવા, અતિભાર વહન કરવા, અણીયાળી ધારવાળી પરોણી ભોંકાવાનું, ભૂખ તરશનું, લોહની કઠણ નાળ પગમાં ખીલીથી જડી છે, બળાત્કારથી બાંધી શસ્ત્રથી અગ્નિના ડામ આપી અંકિત કરે. બળતરા ઉત્પન્ન કરનાર પદાર્થોના અંજન આંખમાં આંજે, વગેરે પરાધિનપણાના નિર્દયતાથી અનેક દુઃખો તિર્યંચના ભવમાં ભોગવવા પડે. [૩૭૧] કુંથુઓના પગના સ્પર્શથી ઉત્પન્ન થએલ ખણનું દુઃખ તું અહિં સહન ક૨વા સમર્થ બની શકતો નથી તો પછી ઉપર કહેલા નરક તિર્યંચગતિના અતિ ભયંકર મહાદુઃખો આવશે ત્યારે તેનો નિસ્તાર-પાર કેવી રીતે પામીશ ? [૩૭૨-૩૭૪] નારકી અને તિર્યંચના દુઃખો તથા કુંથુઆના પગના સ્પર્શનું દુઃખ એ બંને દુઃખનો અંતરો કેટલા છે ? તો કહે છે મેરુ પર્વતના પરમાણુ ઓને અનંતગુણા કરીએ તો એક પરમાણું જેટલું પણ કુંથુના પગના સ્પર્શનું દુઃખ નથી. આ જીવ ભવની અંદર લાંબા કાળથી સુખની આકાંક્ષા કરી રહેલા છે. તેમાં પણ તેને દુઃખની પ્રાપ્તિ થાય છે. વળી ભૂતકાળના દુઃખોનું સ્મરણ કરતાં તે અત્યંત દુઃખી થાય છે. આ પ્રમાણે ઘણા દુઃખના સંકટમાં રહેલો લાખો આપદાઓથી ભરપૂર એવા સંસારમાં પ્રાણી વસેલો છે. તેમાં અણધાર્યું મધુબિન્દુ પ્રાપ્ત થઈ જાયતો મળેલું સુખ કોઈ જતું ન કરે, પરંતુ.... [૩૭૫] .જે આત્મા પથ્ય અને અપથ્ય, કાર્ય અને અકાર્ય, હિત અને અહિત, સેવ્ય -અસેવ્ય અને આચરણીય અને અનાચરણીયના તફાવતનો વિવેક કરતો નથી, (ધર્મ અને અધર્મને જાણતો નથી) તે બિચારા આત્માની ભાવીમાં કેવી સ્થિતિ થાય ? [૩૭૬] માટે આ સર્વ હકિકત સાંભળીને દુઃખના અંતની શોધ કરનારે સ્ત્રી, પરિગ્રહ અને આરંભનો ત્યાગ કરીને સંયમ અને તપની આસેવના કરવી જોઈએ. [૩૭૭-૩૮૪] જુદા આસને બેઠેલી, શયનમાં સુતેલી હોય, અવળું મુખ કરીને રહેલી હોય, અલંકારો પહેરેલા હોય કે પહેરેલા ન હોય, પ્રત્યક્ષ ન હોય પણ ચિત્રમાં ચિત્રેલી હોય, તેવીને પણ પ્રમાદથી દેખે તો દુર્બલ મનુષ્યને આકર્ષણ કરે છે. અર્થાત્ દેખીને રાગ થયા સિવાય રહેતો નથી. માટે ઉનાળા સમયના મધ્યાહ્નના સૂર્યને દેખીને જેમ દૃષ્ટિ બીડાઈ જાય, તેમ સ્ત્રીના ચિત્રામણવાળી ભીંત કે સારી સારી અલંકૃત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy