SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૨, ઉદેસો-૩ ૨૪૧ સહેવા, ધુંસરામાં જોડાઈને સાથે ચાલવું. પરોણી, ચાબુક, અકુંશ વગેરેથી માર ખાતા ખાતા એકધારું અતિભયંકર દુઃખ, જેવું રાત્રે તેવું દિવસે એમ સર્વકાલ જીવન પર્યન્ત દુઃખ અનુભવવું આ અને તેના જેવા બીજા અનેકાનેક દુઃખસમુહને ચીરકાળ પર્યન્ત અનુભવીને દુઃખથી રીબાતો આર્તધ્યાન કરતો મહામૂશ્કેલીથી પ્રાણોનો ત્યાગ કરે છે. [૩૧૯-૩૨૩ વળી તેવા કાંઈ શુભ અધ્યવસાય વિશેષથી કોઈ પ્રકારે મનુષ્યપણું , મેળવે પરન્તુ હજુ પૂર્વે કરેલા શલ્યના દોષથી મનુષ્યપણામાં આવવા છતાં જન્મથી જ દરીદ્રને ત્યાં જન્મ ધારણ કરે છે. ત્યાં વ્યાધિ ખસ ખણજ વગેરે રોગથી ઘેરાએલો, રહેછે અને સર્વ લોકો તેને ન જોવામાં કલ્યાણ માનનારા થાય છે. અહીં લોકોની લક્ષ્મી હરણ કરી લેવાની દ્રઢ મનોભાવના કરતો દયમાં બળ્યા કરે છે. જન્મ સફળ કર્યા વગર પાછો મૃત્યુ પામે અધ્યવસાય વિશેષને આશ્રીને ફરી પણ તેવા પૃથ્વી આદિ સ્થાવરકાયમાં ભમે, અથવા તો બે ત્રણ ચાર પાંચ ઈન્દ્રિયવાળા ભવમાં તેવા પ્રકારનું અતિરોદ્ર ઘોર ભયંકર મહાદુઃખ ભોગવતા ભોગવતા ચારે તિરૂપ સંસાર અટવીમાં દુલ્સહ વેદના અનુભવતો (હે ગૌતમ!) તે જીવ સર્વયોનિમાં ભવ અને કાયસ્થિતિ ખપાવતા ભમ્યા કરે છે. [૩૨૪] જે આગળ એક વખત પૂર્વભવમાં શલ્ય કે પાપનો દોષ સેવેલો તે કારણે ચારે ગતિમાં પરિભ્રમણ કરતાં અને દરેક ભવમાં જન્મમરણ, ઘણાવ્યાધિ, વેદના, રોગ, શોક, દરીદ્રતા, કજીયા, ખોટાકલંક પામવા, ગર્ભાવાસ આદિના દુઃખો રૂ૫ અગ્નિમાં ભડકે બળતાં બિચારો “શું પામી શકતો નથી” તે જણાવે છે. --- નિવણ ગમન યોગ્ય આનંદ મહોત્સવ સ્વરૂપ, સામર્થ્યયોગ, મોક્ષ મેળવી આપનાર અઢારહારશીલાંગ રથ અને સર્વ પાપરાશિ તથા આઠ પ્રકારના કર્મોના વિનાશ માટે સમર્થ એવો અહિંસાના. લક્ષણવાળો વીતરાગ સર્વજ્ઞકથિત ધર્મ અને બોધિ, સમ્યકત્વ પામી શકતો નથી.” [૩૨૫-૩ર૭] પરિણામ વિશેષને આશ્રીને કોઈક આત્મા લાખો પુદ્ગલ પરીવર્તનના અતિલાંબા કાળ પછી મહામુશ્કેલીથી બોધિ, પ્રાપ્ત કરે. આવું અતિદુર્લભ સર્વદુઃખનો ક્ષય કરનાર બોધિરત્ન પ્રાપ્ત કરીને જે કોઈ પ્રમાદ કરેતે ફરી તેવા પ્રકારનો પૂર્વે જણાવેલી તે તે યોનિઓમાં તે જ ક્રમે તે જ માર્ગે જાય અને તેવાજ દુઃખનો અનુભવે. [૩૨૮-૩૨૯] એ પ્રમાણે સર્વપુદ્ગલોના સર્વ પર્યાયો સર્વ વર્માન્તરો સર્વ ગંધપણે રસપણે સ્પર્શપણે સંસ્થાનપણે પોતાના શરીરપણે પરિણામ પામે, ભવસ્થિતિ અને કાયસ્થિતિના સર્વભાવો લોકને વિષે પરિણામાંતર પામે, તેટલા પુદ્ગલ પરાવર્તન કાળ સુધીમાં બોધિ પામે કે ન પણ પામે. [૩૩૦-૩૩૧] એ પ્રમાણે વ્રત નિયમનો ભંગ કરે, વ્રત નિયમ ભંગ કરનારની ઉપેક્ષા કરે, તેને સ્થિર ન કરે, શીલ ખંડન કરે, અગર શીલ ખંડન કરનારની ઉપેક્ષા કરે, તેમ સંયમ વિરાધના કરે કે સંયમ વિરાધક તેની ઉપેક્ષા કરે, ઉન્માર્ગનું પ્રવર્તન કરે અને તેમ કરતાં ન રોકે, ઉસ્ત્રનું આચરણ કરે અને છતે સામર્થ્ય તેમ કરતાં ન રોકે અગર ઉપેક્ષા કરે તે સર્વે આગળ વર્ણવેલ ક્રમે ચારે ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે. [૩૩૨-૩૩૩] સામો માણસ રોષાયમાન થાય કે તોષાયમાન થાય ઝેર ખાઈને મરણની વાતો કરતો હોય કે ભય બતાવતો હોય તો પણ હંમેશા સ્વપક્ષને ગુણ કરનાર પોતાને તથા બીજાને હિત થાય તેવી જ ભાષા બોલવી જોઈએ.” આમ હિતકારી વચન બોલનાર બોધ મેળવે. મેળવેલા બોધિને નિર્મલ કરે. [૩૩૩-૩૩૫] ખુલ્લા આશ્રવ ધારવાળા જીવ પ્રકૃતિ સ્થિતિ પ્રદેશ અને રસથી [ 161 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy