SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ મહાનિસીહ- ૨/૩/૩૦૧ અનુમોદન કરવાથી, મન-વચન-કાય યોગોના પ્રમાદાચરણ સેવનથી-દોષ લાગે છે. " [૩૦૧] આ લાગેલા દોષોની વિધિવત્ ત્રિવિધે નિંદા, ગહ આલોચના, પ્રતિક્રમણ, પ્રાયશ્ચિત્ત કર્યા વગર દોષોની શુદ્ધિ થતી નથી. [૩૨] શલ્યસહિત રહેવાથી અનંતી વખત ગર્ભમાં ૧-૨-૩-૪-૫-૬ મહિના સુધી તેના હાડકાં હાથ પગ મસ્તક આકૃતિ બંધાય નહિ, તે પહેલાંજ ગર્ભની અંદર વિલય પામી જાય છે અથતુિ ગર્ભ પીગળી જાય. [૩૦૩-૩૦] મનુષ્ય જન્મ મળવા છતાં તેમાં કોઢ ક્ષય આદિ વ્યાધિવાળો થાય. જીવતો હોવા છતાં પણ શરીરમાં કમીઓ થાય. અનેક માખીઓ શરીર ઉપર બેસે બણમણતી ઉડે, નિરંતર શરીરના ખંડ ખંડ [અંગેઅંગ] સડતા જાયહાડકા ખવાતા જાય વગેરે, એવા દુઃખોથી પરાભવ પામેલો અતિ લજ્જનીય, નીંદનીય, ગહણીય, અને કને ઉગ કરાવનાર થાય નજીકના સંબંધીઓ અને બંધુઓને પણ અણગમતો ઉદ્વેગ કરાવનાર થાય છે. તેવા તેવા અધ્યવસાય પરિણામ વિશેષથી અકામનિર્જરાથી તેઓ ભૂત પિશાચપણું પામે. પૂર્વ ભવોના શલ્યથી તેવા પ્રકારના અધ્યવસાય વિશેષથી ઘણા ભવોના ઉપાર્જન કરેલા કર્મથી દશે દિશામાં દૂરદૂર ફેંકાતો જાય કે જ્યાં આહાર અને જળની પ્રાપ્તિ મુશ્કેલ હોય, શ્વાસ પણ લઈ શકાય નહિ, તેવા વેરાન અરણ્યમાં, જન્મે. [૩૦૭-૩૦૯] કાં તો એક બીજાના અંગ ઉપાંગ સાથે જોડાએલો હોય, મોહ મદિરામાં ચકચૂર બનેલો, સૂર્ય ક્યારે ઉદય અને અસ્ત પામે તેની જેને ખબર પડતી નથી એવા પૃથ્વી ઉપર ગોળાકાર કૃમીપણે ઉત્પન્ન થાય છે. કમીપણાની ત્યાં ભવસ્થિતિ અને કાયસ્થિતિ ભોગવીને કદાપી મનુષ્યપણું મેળવેતો પણ નપુંસકપણે ઉત્પન્ન થાય છે. નપુંસકપણું પામીને અતિ કુર-ધોર-રૌદ્ર પરિણામ વિશેષને વહન કરતો અને તે પરિણામરૂપી પવનથી સળગીને-ફેંકાઈને મૃત્યુ પામે છે અને મરીને વનસ્પતિકાયમાં જન્મ પામે છે. [૩૧૦-૩૧૩] વનસ્પતિપણું પામીને પગ ઉંચે અને મુખનીચે રહે તેવી સ્થિતિમાં અનંતો કાલ પસાર કરતો પણ બેઈન્દ્રિયપણું ના મેળવી શકે વનસ્પતિ પણાની ભવ અને કાયસ્થિતિ ભોગવીને ત્યાર પછી એક, બે, ત્રણ ચાર (પાંચ) ઈન્દ્રિયપણું પામે. પૂર્વે કરેલ પાપ શલ્યના દોષથી તિર્યચપણામાં ઉત્પન્ન થાય તો પણ મહામત્સ્ય, હિંસકપક્ષી, સાંઢ જેવા બળદ સિંહ આદિના ભવ પામે. ત્યાં પણ અત્યંત ક્રૂરતર પરિણામ વિશેષથી માંસાહાર, પંચેન્દ્રિય જીવોનો વધ વગેરે પાપ કર્મ કરવાના કારણે નીચે નીચે એવો ઉતરતો જાય કે સાતમી નારકી સુધી પણ પહોંચી જાય. [૩૧૪-૩૧૫] ત્યાં લાંબા કાળ સુધી તેવા પ્રકારના મહાઘોર દુઃખનો અનુભવ કરીને ફરી પણ કુરતિયચના ભવમાં જન્મ પામીને કુર પાપકર્મ કરીને પાછો નારકીમાં જાય આવી રીતે નરક અને તિર્યંચ ગતિના ભવોનો વારાફરતી પરાવર્તન કરતો એવા પ્રકારના મહા દુઃખો અનુભવ કરતો ત્યાં રહેલો છે કે જે દુઃખોનું વર્ણન ક્રોડો વર્ષે પણ કહેવાને શક્તિમાન ન થઈ શકાય. ૩િ૧-૩૧૮] ત્યાર પછી ગધેડા ઊંટ, બળદ વગેરેના ભવો ભવાન્તરો કરતાં ગાડાનો ભાર ખેંચવા, ભારવહન કરવા, ખીલીવાળી લાકડીના મારની વેદના સહેવી કાદવમાં પગ ખેંચી જાય તેવી સ્થિતિમાં ભાર ખેંચાવો. તાપ તડકા ઠંડી વરસાદના દુઃખો સહેવા, વધ બંધન, અંકન-ચિહ્નો કરવા કાન, નાક-છેદાવા, નિલાંછન, કામ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy