SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૨, ઉદેસો-ર ૨૩૯ શેઠપણાના અભિમાનથી દુરાગ્રહથી વારંવાર બોલે બોલાવે કે તેની અનુમોદના કરે, ક્રોધથી લોભથી, ભયથી, હાસ્યથી અસત્ય-અણગમતું-અનિષ્ટ વચન બોલે તો તે કર્મના ઉદયથી મૂંગો, ગંધાતા મુખવાળો, મૂર્ખ, રોગી, નિષ્ફળ વચનવાળોદરેક ભવમાં પોતાના જ તરફથી લાઘવ-લઘુપણું, સારા વર્તનવાળો હોવા છતાં દરેક સ્થાને ખોટા. કલંક મેળવનારો વારંવાર થાય છે. [૨૮૭] જીવનિકાયના હિત માટે યથાર્થ વચન બોલાયું હોય તે વચન નિર્દોષ છે, અને કદાચ-અસત્ય હોય તો પણ અસત્યનો દોષ લાગતો નથી. [૨૮૮] એ પ્રમાણે ચોરી આદિના ફળો જાણવા, ખેતી આદિ આરંભના કમ કરીને પ્રાપ્ત કરેલા ધનની આ ભવમાં કે પૂર્વ જન્મમાં કરેલા પાપથી હાનિ થતી દેખાય છે. બીજા અધ્યયનનો બીજો ઉદેશો પૂર્ણ થયો. (અધ્યયન-૨ ઉદેશો-૩:-) [૨૮૮-૨૯૧એ પ્રમાણે મૈથુનના દોષથી સ્થાવરપણું ભોગવીને કેટલાંક અનંતા કાળે મનુષ્ય યોનિમાં આવ્યા. મનુષ્યપણામાં પણ કેટલાની હોજરી મંદ હોવાથી મુશ્કેલીએ આહાર પાચન થાય. કદાચ થોડો અધિક આહાર ભોજન કરે તો પેટમાં પીડા થાય છે. અથવા તો ક્ષણે ક્ષણે તરશ લાગ્યા કરે, કદાચ માર્ગમાં તેનું મૃત્યું થઈ જાય. બોલવાનું બહુ જોઈએ એટલે કોઈ પાસે બેસાડે નહીં, સુખેથી કોઈ સ્થાને સ્થિર બેસી શકે નહિં, મુશ્કેલીથી બેસવાનું થાય. સ્થાન મળે તો પણ કલા વિજ્ઞાન વગરનો હોવાથી કોઈ સ્થાને આવકાર મળે નહિ, પાપના ઉદયવાળો તે બિચારો નિદ્રા પણ પામી શકતો નથી. [૨૯૨-૨૯૩] એ પ્રમાણે પરિગ્રહ અને આરંભના દોષથી નરકાયુષ બાંધીને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમના કાળ સુધી નારકીની તીવ્ર વેદનાઓ ભોગવીને અહીં મનુષ્યભવમાં આવ્યો. અહિં પણ સુધા વેદનાઓથી પીડાય છે. ગમે તેટલું-તૃપ્તિ થાય તેટલું ભોજન કરવા છતાં પણ સંતોષ થતો નથી, પ્રવાસીને જેમ શાંતિ મળતી નથી તેમ આ બિચારો ભોજન કરવા છતાં તૃપ્ત થતો નથી. [૨૯૪-૨૫ ક્રોધાદિક કષાયોના દોષથી ઘો આશીવિષ દ્રષ્ટિવિષ સપપણું પામીને, ત્યારપછી રૌદ્રધ્યાન કરનારો મિથ્યાદ્રષ્ટિ થાય છે, મિથ્યાદ્રષ્ટિવાળા મનુષ્યપણામાં ધૂર્ત, કૂડકપટ પ્રપંચ દંભ વગેરે લાંબો સમય કરીને પોતાના મહત્તા લોકોને જણાવતો અને છળતો તે તિર્યચપણું પામ્યો. [૨૯૬-૨૯૮] અહિંપણ અનેક વ્યાધિ રોગો. દુઃખ અને શોકનું ભોજન બને. દરિદ્રતા અને કજીયાથી પરાભવિત થએલો અનેક લોકોનો તિરસ્કાર પાત્ર બને છે. તેના કર્મના ઉદયના દોષથી નિરંતર ચિંતાથી ગળી રહેલા દેહવાળો ઈષ-વિષાદરૂપ અગ્નિજ્વાલા વડે નિરંતર ધણધણી-બળીરહેલા શરીરવાળા હોય છે. આવા અજ્ઞાનબાળજીવો અનેક દુઃખથી હેરાન-પરેશાન થાય છે. એમાં તેઓના દુશ્ચરિત્રનો જ દોષ હોય છે. એટલે તેઓ અહિં કોના ઉપર રોષ કરે ? [૨૯૯-૩૦૦] આવી રીત વ્રત-નિયમના ભંગથી, શીલના ખંડનથી, અસંયમમાં પ્રવર્તન કરવાથી ઉસૂત્રપ્રરૂપણા મિથ્યામાર્ગની આચરણા-પવતવવાથી. અનેક પ્રકારની પ્રભુ આજ્ઞાથી વિપરીત પણે આચરણા કરવાથી પ્રમાદાચરણ સેવવાથી કંઈક મનથી અથવા કંઈક વચનથી અથવા કાંઈક એકલી કાયાથી કરવાથી, કરાવવાથી અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy