SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ મહાનિસીહ– ૨/૨/૨૬૯ ધ્યાનવાળો દુર્ભગપણું, સ્ત્રી પણું, નપુંસકપણું, અને તિયચપણું ઉપાર્જન કરે. [૨૬૭-૨૨૯] કુંથુઆના પગના સ્પર્શથી ઉત્પન થયેલ ખણના દુખથી મુક્ત થવાની અભિલાષાવાળો હાંફળી ફાંફળો મનુષ્ય પછીથી જે અવસ્થા પામે છે તે કહે છે. લાવણ્ય ઉડી ગયું હોય તેવો અતિદીન, શોકમગ્ન ઉદ્વેગવાળો થયેલો. શૂન્યમનવાળો, ત્રસ્ત, મૂઢ, દુઃખથી પરેશાન થએલો, ધીમા, લાંબા નિસાસા નાખતો, ચિત્તની આકુળતાવાળો, અવિશ્રાંત દુઃખના કારણે અશુભ તિર્યંચ અને નારકીને યોગ્ય કર્મ બાંધીને ભવ પરંપરામાં ભ્રમણ કરશે. [૨૭] આ પ્રમાણે કર્મના ક્ષયોપશમથી કુંથુઆના નિમિત્તે ઉત્પન્ન થએલા દુઃખને કોઈ પ્રકારે આત્માને મજબૂત બનાવીને જો ક્ષણવાર સમભાવ કેળવે અને કુંથુ જીવ ને ખણીને નાખે તે મહાકુલેશના દુખથી પાર ઉતરી ગએલો સમજવો. [૨૭૧-૨૭૫] શરણ વગરના તે જીવને કલેશ ન આપી સુખી કર્યો, તેથી અતિશય હર્ષ પામે. અને સ્વસ્થ ચિત્તવાળો થઈ વિચારેમાને કે જે એક જીવને અભયદાન આપ્યું વળી વિચારવા લાગે કે હવે હું નિવૃત્તિ-શાન્તિ પામ્યો. ખણવાથી ઉત્પન્ન થનાર પાપ કર્મના દુઃખને પણ મેં નાશ કર્યું. ખણવાથી અને તે જીવની વિરાધના થવાથી હું મારા મેળે નથી જાણી શકતો કે હું રૌદ્ધ ધ્યાનમાં જાત કે આત ધ્યાનમાં જાત? રૌદ્ર અને આત ધ્યાનથી એ દુખનો વર્ગ ગુણાંક કરતાં કરતાં અનંતાનંત દુઃખ સુધી હું પહોંચી જાત. એક સમયના પણ આંતરા વગરના સતત જેવું રાત્રે તેવું દિવસે એકધારે દુઃખ ભોગવતા ભોગવતા મને વચ્ચે થોડો વિસામો પણ મળત નહિં નરક અને તિર્યંચગતિમાં એવું દુખ સાગરોપમના અને અસંખ્યાતાકાળ સુધી ભોગવવું પડત અને તે સમયે હૃદય રસરૂપ બનીને દુખાગ્નિ વડે જાણે પીગળી જતું હોય તેવું અનુભવત. [૨૭] કુંથુઆનો સ્પર્શ કરીને ઉપાર્જન કરેલા દુઃખ ભોગવવાના સમયે મનમાં એમ વિચાર ઉત્પન્ન થાય કે આ દુખ ન હોય તો સુન્દર, પરન્તુ તે સમયે ચિંતવવું જોઈએ કે આ કુંથુના સ્પર્શથી ઉત્પન્ન થએલ ખણનું દુઃખ મને. કયા હિસાબમાં ગણાય? . [૨૭૭] કુંથવાના સ્પર્શનું કે ખણનું દુઃખ અહિં માત્ર ઉપલક્ષણથી જણાવ્યું. સંસારમાં સર્વને દુઃખતો પ્રત્યક્ષ જ છે. તેનો અનુભવ થતો હોવા છતાં પણ કેટલાક પ્રાણીઓ જાણતા નથી માટે કહું છું. [ [૨૭૮-૨૭૯] બીજા પણ મંહાઘોર દુખો સર્વે સંસારી જીવોને હોય છે. હે ગૌતમ? તે કેટલાંક દુઃખોનું અહિં વર્ણન કરવું ? જન્મ જન્માંતરોમાં માત્ર વાચાથી એટલું જ બોલ્યા હોય કે “હણો મારો” તેટલા વચન માત્રનું જે અહિં ફળ અને પાપકર્મનો ઉદય થાય છે તે કહું છું. [૨૮૦-૨૮૩] જ્યાં જ્યાં તે ઉત્પન્ન થાય છે ત્યાં ત્યાં ઘણા ભવ-વનમાં હંમેશાં મરાતો, પીટાતો, કૂટાતો, હંમેશા ભ્રમણ કરે છે. જે કોઈ પ્રાણીના કે કીડા પતંગીયા વગેરે જીવોના અંગો ઉપાંગો આંખ કાન નાસિકા કેડ હાડકાં પીઠભાગ વગેરે શરીરઅવયવોને ભાંગી નાખે તોડી નાખે, અગર મંગાવી-તોડાવી નંખાવે, અથવા તેમ કરનારને સારો માને તો તે કરેલા કર્મના ઉદયથી ઘાણી-ચક્કી કે તેવા યંત્રમાં જેમ તલ પીલાય તેમ તે પણ ચક્ર કે તેવા યંત્રમાં પીલાશે. આવી રીતે એક-બે -ત્રણ -વીસ -ત્રીસ કે સો હજારલાખ નહીં પણ સંખ્યાતા ભવો સુધી દુખની પરંપરા પ્રાપ્ત કરશે. ૨૮૪-૨૮૬ પ્રમાદ કે અજ્ઞાનથી અગર ઈષ્ય દોષથી જે કોઈ અસત્ય વચન બોલે છે, સામાને અણગમતા અનિષ્ટ વચન સંભળાવે છે, કામદેવના અગર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy