SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-ર, ઉદ્સો-૧ ૨૩૭ [૨૪૮-૨૫૦ મનુષ્યને જે જઘન્ય દુઃખ હોય તે બે પ્રકારનું જાણવું-સૂક્ષ્મ અને બાદર. બીજા મોટા દુઃખો વિભાગ વગરના જાણવા. સમુદ્ઘિ મનુષ્યોને સુક્ષ્મ અને દેવોને વિષે બાદર દુખ હોય છે. મહદ્ધિક દેવોને ચ્યવનકાલ બાદર માનસિક દુઃખ થાય હુકમ ઉઠાવનાર સેવક-આભિયોગિક દેવોને જન્મથી માંડી જીવનના છેડા સુધી માનસિક બાદર દુખી હોય. દેવોને શારીરિક દુઃખ હોતું નથી. દેવતાઓનું વજા સરખું અતિ બલવાન વૈક્રિય હૃદય હોય છે. નહિંતર માનસિક દુઃખથી ૧૦૦ ટૂકડા થઈને તેનું બ્દય ભેદાઈ જાય. [૨૫૧-૨પ૨] બાકીના બે વિભાગ વગરના તે મધ્યમ અને ઉત્તમદુઃખ. આવા દુખો ગર્ભજ મનુષ્યને માટે સમજવા.અસંખ્યાતવર્ષનાં આયુષ્યવાળા યુગલીયાને વિમધ્યમ પ્રકારનું દુઃખ હોય. સંખ્યાતવર્ષના આયુષ્યવાળા મનુષ્યોને ઉત્કૃષ્ટ દુઃખ હોય. [૨૫૩ હવે દુખના અર્થવાળા પર્યાય શબ્દો કહે છે. - અસુખ, વેદના, વ્યાધિ, પીડા, દુઃખ, અનિવૃત્તિ, અણરાગ (બેચેની), અરતિ, કલેશ વગેરે અનેક એકાર્થિક પર્યાય શબ્દો દુખને માટે વપરાય છે. બીજા અધ્યયન નો ઉદ્દેશો -૧-પૂર્ણ (અધ્યયન ૨ ઉસો-૨:-) [૨૫૪] શારિરીક અને માનસિક એવા બે ભેદવાળા દુઃખો જણાવ્યા, તેમાં હવે હે ગૌતમ! એ શારીરિક દુઃખ અતિ સ્પષ્ટપણે કહું છું. તેને તું એકતાથી સાંભળ. રિપપ-૨૬૨] કેશાગ્રનો લાખ ક્રોડમો ભાગ હોય તેટલા માત્ર ભાગને સ્પર્શ કરવામાં આવે તો પણ નિર્દોષવૃત્તિવાળા કુંથુઆના જીવને એટલી બધી તીવ્ર પીડા થાય કે જો આપણને કોઈ કરવતથી કાપે કે Æયને અથવા મસ્તકને શસ્ત્રથી ભેદે તો આપણે થર થર કંપીએ, તેમ કુંથુઆના સર્વ અંગો સ્પર્શ માત્રથી પીડા પામે તેને અંદર અને બહાર ભારી પીડા થાય. તેના શરીરમાં સળવળાટ અને કંપ થવા લાગે, તે પરાધીન વાચા વગરનું હોવાથી વેદના જણાવી શકાતું નથી. પણ ભારેલો અગ્નિ સળગે તેમ તેનું માનસિક અને શારીરિક દુઃખ અતિશય હોય છે. વિચારે છે કે આ શું છે? મને આ ભારે પીડા કરનાર દુખ પ્રાપ્ત થયું છે, લાંબા ઉષ્ણ નિસાસા મૂકે છે. આ દુખનો છેડો ક્યારે આવશે? આ પીડાથી હું ક્યારે છૂટીશ? આ દુઃખના સંકટથી મુક્ત થવા માટે ક્યો પ્રયત્ન કરું? ક્યાં નાસી જાઉં? શું કરું જેથી દુઃખ મટે અને સુખ થાય. શું ખરું ? અથવા શું આચ્છાદન કરું ? શું પથ્ય કરું ? આ પ્રમાણે ત્રણે વર્ગના વ્યાપારના કારણે તીવ્ર મહાદુઃખના સંકટમાં આવી ભરાણોછું સંખ્યાતી આવલિકાઓ સુધી હું કલેશાનુભવ ભોગવીશ, સમજું છું કે આ મને ખણ આવી છે, કોઈ પ્રકારે આ ખણ શાન્ત થશે નહીં. ૨૬૨-૨૫] આ અધ્યવસાયવાળો મનુષ્ય હવે શું કરે છે તે હે ગૌતમ ? તું સાંભળ હવે જો તે કુંથુનો જીવ બીજે ચાલ્યો ગયો ન હોય તો તે ખણજ ખણતા ખણતા પેલા કુંથુના જીવને મારી નાખે છે. અથવા ભીંત સાથે પોતાના શરીરને ઘસે એટલે કુંથુનો જીવ કલેશ પામે યાવતું મૃત્યુ પામે મરતા કુંથુઆ ઉપર ખણતો તે મનુષ્ય નિશ્ચયથી અતિરૌદ્ધ ધ્યાનમાં પડેલો છે. એમ સમજવું જો તે મનુષ્ય આર્ય અને રૌદ્રના સ્વરૂપને જાણનાર હોયતો તેવો ખણનાર શુદ્ધ આર્તધ્યાન કરનારો છે એમ સમજવું. [૨૬] તેમાં જ રૌદ્રધ્યાનમાં વર્તતો હોય તે ઉત્કૃષ્ટ નરકાયુષ બાંધે અને આત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy