SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ મહાનિસીહ- ૨/૧/૨૩૧ થાય છે. અતિશય કોમલ અંગવાળા તેઓનું તાળવું ક્ષણવાર તાપ કે દાહને અગર ક્ષણવાર ઠંડક વગેરે પ્રતિકૂળતાઓને સહન કરવા સમર્થ થઈ શકતા નથી. [૨૩૨-૨૩૩ મૈથુન વિષયક સંકલ્પ અને તેના રાગથી-મોહથી અજ્ઞાન દોષથી પૃથ્વીકાયાદિક એકેન્દ્રિયમાં ઉત્પન્ન થએલાને દુઃખ કે સુખનો ખ્યાલ આવતો નથી. તે એકેન્દ્રિય જીવોનું અનંતકાળે પરિવર્તન થાય અને તેઓ બેઈન્દ્રિયપણું પામે, કેટલાંક બેઈન્દ્રિયપણું પામતા નથી. કેટલાંક અનાદિ કાળે પામે છે. [૨૩૪] ઠંડી, ગરમી વાયરો વરસાદ વગેરેથી પરાભવ પામેલા મૃગલાઓ, પશુઓ, પક્ષીઓ, સર્પો વગેરે સ્વપ્નમાં પણ આંખના પલકારાના અર્ધભાગની અંદરના સમય જેટલું પણ સુખ મેળવી શકતા નથી. રિ૩પ] કઠોર અણગમતા સ્પર્શવાળી તીક્ષ્ણ કરવત અને તેના સરખા બીજા આકરા હથિયારોથી ચીરાતા; ફડાતા, કપાતા ક્ષણે ક્ષણે અનેક વેદનાઓ અનુભવતા નારકીમાં રહેલા બીચારા નારકોને તો સુખદ ક્યાંથી હોય? [૨૩૬-૨૩૭] દેવલોકમાં અમરતા તો સર્વેની સમાન છે તો પણ ત્યાં એક દેવ વાહન રૂપે બને અને બીજો (અધિક શક્તિવાળો) દેવ તેના ઉપર આરોહણ થાય આવું ત્યાં દુઃખ હોય છે. હાથ પગ તુલ્ય અને સમાન હોવા છતાં તેઓ બળાપો કરે છે કે ખરેખર આત્મ-વૈરી બન્યો. તે સમયે માયા-દંભ કરીને હું ભવ હારી ગયો, ધિક્કાર થાઓ મને, આટલો તપ કર્યો પણ આત્મા ઠગાયો. અને હલકું દેવ પણું પામ્યો. [૨૩૮-૨૪૧] મનુષ્યપણામાં સુખનો અર્થી ખેતી કર્મ સેવા ચાકરી વેપાર શિલ્પકળા નિરંતર રાત દિવસ કરે છે. તેમાં તાપ તડકો વેઠે છે, એમાં તેમને પણ કર્યું સુખ છે? કેટલાક મુખ બીજાના ઘર સમૃદ્ધિ આદિ દેખીને દયમાં બળતરા કરે છે. કેટલાકો બિચારા પેટનો ખાડો પણ પૂરી શકતા નથી. અને કેટલાકની હોય તે લક્ષ્મી પણ ક્ષીણ થાય છે. પુષ્પની વૃદ્ધિ થાયતો યશ કીતિ અને લક્ષ્મીની વૃદ્ધિ થાય છે, જો પુણ્ય ઘટવા માંડે તો યશ કીર્તિ અને સમૃદ્ધિ ઘટવા માંડે છે. કેટલાક પુણ્યવંત લાગલગાટ હજાર વર્ષ સુધી એક સરખું સુખ ભોગવ્યાજ કરે છે, જ્યારે કેટલાક જીવો એક દિવસ પણ સુખ પામ્યા વગર દુઃખમાં કાળ નિર્ગમન કરે છે, કારણકે મનુષ્યોએ પુણ્યકર્મ કરવાનું છોડી દીધું હોય છે. [૨૪૨] આતો જગતના તમામ જીવોનું સામાન્ય પણે સંક્ષેપથી દુઃખ વર્ણવ્યું. હે ગૌતમ? મનુષ્ય જાતિમાં જે દુખ રહેલું છે તે સાંભળ. [૨૪ë દરેક સમયે અનુભવ કરતા સેંકડો પ્રકારે દુખોથી ઉદ્વેગ પામેલા અને કંટાળો પામેલા હોવા છતાં કેટલાંક મનુષ્યો વૈરાગ્ય પામતા નથી. [૨૪-૨í સંક્ષેપથી મનુષ્યોને બે પ્રકારનું દુઃખ હોય છે, એક શારીરિક બીજું માનસિંક, વળી બંનેના ઘોર પ્રચંડ અને મહા રૌદ્ર એવા ત્રણ ત્રણ પ્રકારની હોય છે. એક મુહૂર્તમાં જેનો અંત આવે તે ઘોર દુઃખ કહેલું છે. કેટલાક સમય વચમાં વિશ્રામ-આરામ મળે ઘોર પ્રચંડ દુઃખ કહેવાય. જેમાં વિશ્રાન્તિ વગર દરેક સમયે એક સરખું દુઃખ નિરંતર અનુભવ્યાજ કરવું પડે. તે ઘોર પ્રચંડ મહારૌદ્ર કહેવાય. [૨૪૬] મનુષ્ય જાતિને ઘોર દુખ હોય. તિર્યંચગતિમાં ઘોર પ્રચંડ અને હે ગૌતમ? ઘોર પ્રચંડ મહારૌદ્ર દુઃખ નારકના જીવોનો હોય છે. [૪૭] મનુષ્યને ત્રણ પ્રકારનું દુખ હોય છે. જઘન્ય મધ્યમ ઉત્તમ. તિર્યંચોને જઘન્ય દુઃખ હોતું નથી, ઉત્કૃષ્ટ દુખ નારકોને હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy