SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૧, ૨૩૩ પરષો હોય તે સ્વ દુશ્ચરિત્ર ગોપવે છે. તે મહાપુરુષ કહેવાતા નથી. ચરિત્રોમાં સત્યરુષો તે કહેલાં છે કે જેઓ શલ્ય રહિત તપ કરવામાં નલિન હોય. [૧૮૦-૧૮૩] આત્મા પોતે પાપ-શલ્ય કરવાની ઇચ્છાવાળો ન હોય અને અર્ધનિમિષ-આંખના પલકારા કરતાં પણ અડઘો સમય જેટલા કાળમાં અનંતગુણ પાપો ભરાઈ ભાંગી જાય તો નિર્દભ અને માયાવગરના ધ્યાન, સ્વાધ્યાય, ઘોરતા અને સંયમ વડે તે પોતાના પાપોને તે જ ક્ષણે ઉદ્ધાર કરી શકે છે. નિઃશલ્ય પણે આલોચના કરીને, નિંદા કરીને, ગુરૂસાક્ષીએ ગહકિરીને તેવા પ્રકારનું દઢ પ્રાયશ્ચિત કરે જેથી શલ્ય નો છેડો આવી જાય. બીજા જન્મોમાં પૂરતાં પ્રમાણમાં ઉપાર્જન કરેલા અને આત્મામાં દઢપણે ક્ષેત્રીભૂત થયેલા હોય, પરંતુ પલકારાકે અર્ધ પલકારામાં ક્ષણ-મુહૂર્ત કે જન્મ પૂરો થતાં સુધીમાં નકકી પાપ શલ્યનો અંત કરનાર થાય છે. [૧૮૪-૧૮૫] તે ખરેખર સુભટ છે, પુરુષ છે, તપસ્વી છે, પંડિત છે, ક્ષમાવાળો છે, ઈન્દ્રિયોને વશ કરનાર, -સંતોષી છે. તેનું જીવન સફળ છે... તે શૂરવીર છે, પ્રશંસા કરવા લાયક છે. ક્ષણે ક્ષણે દર્શન કરવા લાયક છે કે જેણે શુદ્ધ આલોચના કરવા માટે તૈયાર થઇ, પોતાના અપરાધો ગુરુ પાસે પ્રગટ કરી પોતાના દુશ્રરિત્રને સ્પષ્ટતયા જણાવે છે. [૧૮૬-૧૮૯]હે ગૌતમ ! જગતમાં એવા કેટલાંક પ્રાણીઓ -જીવો હોય છે, જેઓ અર્ધશલ્યનો ઉદ્ધાર કરે અને માયા, લજ્જા, ભય, મોહના, કારણે મૃષાવાદ કરી અર્ધશલ્ય મનમાં ધારી રાખે. હીન સજ્વાળા એવા તેમને તેનાથી મોટુ દુઃખ ઉત્પન્ન થાય છે. અજ્ઞાન દોષથી તેમના ચિત્તમાં શલ્ય ન ઉદ્ભરવાના કારણે ભાવિમાં નકકી દુઃખી થઈશ તેવો વિચાર થતો નથી. જેમ કોઈના શરીરમાં એક કે બે ધારવાળું, શલ્ય કાંટોવગેરે ઘુસીગયા પછી તેને બહાર ન કાઢે તો તે શલ્ય એક જન્મમાં, એકસ્થાનમાં રહી પીડા આપે અથવા તે માંસરૂપ બની જાય. પણ જે પાપ શલ્ય આત્મામાં ઘુસી જાય તો, જેમ અસંખ્ય ધારવાળું વજ પર્વતને ભેદે તેમ આ શલ્ય અસંખ્યાતા ભવો સુદી સવગને ભેદે. [૧૯૦-૧૯૨] હે ગૌતમ ! એવાપણ કોઈક જીવો હોય છે કે જે લાખો ભાવો સુધી સ્વાધ્યાય-ધ્યાન- ર્યોગથી તેમજ ઘોર તપ અને સંયમ થી, શલ્યોનો ઉદ્ધાર કરીને દુઃખ અને કલેશ થી મુક્ત થયેલા ફરી પણ બમણાં-ત્રણગણાં પ્રમાદ ને કારણે શલ્યથી પૂર્ણ બને છે. વળી ઘણાં જન્માંતરો જાપ ત્યારે તપ વડે બાળી નાખેલાં કર્મવાળો શલ્યોદ્ધાર કરવા માટે સામર્થ્ય મેળવી શકે છે. [૧૯૩-૧૯] એ પ્રમાણે ફરી પણ શલ્યોદ્ધાર કરવાની સામગ્રી કોઈપણ પ્રકારે મેળવીને, જે કોઈ પ્રમાદને વશ થાય છે. તે ભવોભવના કલ્યાણ પ્રાપ્તિના સર્વસાધનો. દરેક પ્રકારે હારી જાય છે. પ્રમાદરૂપી ચોર કલ્યાણની સમૃદ્ધિ લૂંટી જાય છે. હે ગૌતમ ! એવા કોઈક પ્રાણી-જીવો હોય છે કે જે પ્રમાદને આધીન થઈ. ઘોર તપનું સેવ કરતા હોવા છતાં સર્વ પ્રકારે પોતાનું શલ્ય છૂપાવે છે. પણ તેઓ એ જાણતા નથી કે આ શલ્ય તેણે કોનાથી છૂપાવ્યું? કેમકે પાંચ લોકપાલો, પોતાનો આત્મા અને પાંચ ઈન્દ્રિયોથી કઈ પણ ગુપ્ત નથી. સુર અને અસુર સહિત આ જગતમાં પાંચ મોટા લોકપાલ, આત્મા અને પાંચ ઈન્દ્રિયો એ અગિયારથી કંઈ પણ ગુપ્ત નથી. [૧૯૭]હે ગૌતમ ! ચાર ગતિ રૂપ સંસારમાં મૃગજળ સમાન સંસારના સુખથી ઠગાયેલો, ભાવ દોષરૂપ શલ્યથી છેતરાય છે અને સંસારમાં ચારે ગતિમાં ભમે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy