SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ મહાનિસીહ-૧૨૧૬૩ સાધ્વી થોડી આલોચના કરે, ઘણાં દોષો ન કહે, સાધ્વીઓએ જે દોષ જોયા હોય તે દોષ જ કહે. હું તો નિરવદ્ય- નિષ્પાપકથી-કહેનારી છે. જ્ઞાનાદિક આલંબનો માટે દોષ સેવવા પડે એમાં શી આલોચના કરવાની ? પ્રમાદ ની ક્ષમાપના માગી લેનાર શ્રમણી, પાપ કરનાર શ્રમણી, બળ-શકિત નથી એવી વાતો કરનાર શ્રમણી, લોકવિરુદ્ધ કથા કરનારી શ્રમણી, “બીજાએ આવું પાપ કર્યું છે તેને કેટલી આલોચના હોય ” એવું કહીને પોતાની આલોચના લેનારી, કોઇની પાસે તેવા દોષનું પ્રાયશ્ચિત સાંભળેલ હોય તે પ્રમાણે કરે પણ પોતાના દોષનું નિવેદન ન કરે તેમજ જાતિ આદિ આઠ પ્રકારના મદથી શકિત થયેલી શ્રમણી...(આવી રીતે શુદ્ધ આલોચના ન લે) [૧૬૪-૧૬૫ જૂઠું બોલ્યા પછી પકડાઈ જવાના ભયે આલોચના ન લે, રસ-ઋદ્ધિશાતા ગારવથી દૂષિત થયેલી હોય તેમજ આવા પ્રકારના અનેક ભાવ દોષો ને આધીન થયેલી, પાપશલ્યોથી ભરપૂર આવી શ્રમણીઓ અનંતા સંખ્યા પ્રમાણ અને અનંતા કાળે થયેલી છે. તે અનંતી શ્રમણીઓ અનેક દુખવાળા સ્થાનમાં ગયેલી છે. [૧૬૬-૧૬૭અનંતી શ્રમણીઓ જે અનાદિ શલ્ય વડે શલ્લિત થયેલી છે. તે ભાવદોષરૂપ એકજ માત્ર શલ્યથી ઉપાર્જન કરેલ ઘોર, ઉઝ-ઉગ્રતર એવા ફળના કડવા ફૂલના વિરસ-રસની વેદનાઓ ભોગવતી આજે પણ પણ નરકમાં રહેલી છે અને હજી ભવિષ્યમાં પણ અનંતા કાળ સુધી તેવા શલ્યથી ઉપાર્જન કરેલા કટુ ફળનો અનુભવ કરશે. માટે શ્રમણીઓએ ક્ષણવાર માટે પણ સૂક્ષ્મમાં સૂક્ષ્મ શલ્ય પણ ધારણ ન કરવું. [૧૬૮-૧૬૯] ધગ ધગ એવા શબ્દ કરતા પ્રજવલિત જ્વાળા પંકિતઓથી આકુળ મહાભયંકર ભારેલા મહાઅગ્નિમાં શરીર સહેલાઇથી બળે છે. અંગારના ઢગલામાં એક કુદકો મારીને ફરી જળમાં, તેમાંથી સ્થળમાં, તેમાંથી શરીર ફરી નથીમાં જાય એવા દુઃખો ભોગવે કે તે કરતા મરવું સારું લાગે. ( [૧૭૦-૧૭૧] પરમાધામી દેવો હથિયારોથી નારકી જીવોના શરીરના નાના નાના ટુકડા કાપે, હંમેશાં તેને સલુકાઇથી અગ્નિમાં હોમે, સખત- તિષ્ણ કરવતથી શરીર ફડાવી તેમાં લૂણ-ઉસ-સાજીખાર ભભરાવે તેથી પોતાના શરીરને અત્યંત શુષ્ક કરી નાંખે તો પણ જીવતા સુધી પોતાના શલ્યને ઉતારવા સમર્થ બની શકતો નથી. [૧૭૨-૧૭૩] જવ-ખાર, હળદર વગેરેથી પોતાનું શરીર લીંપીને મૃતપ્રાય કરવું સહેલું છે. પોતાના હાથે મસ્તક છેદીને ધરી દેવુ એ પણ સહેલું છે. પરંતુ તેવું સંયમ તપ કરવું દુષ્કર છે, કે જેનાથી નિઃશલ્ય બની શકાય. - ૧૭૩-૧૭૮]પોતાના શલ્યથી દુઃખી થયેલો, માયા અને દંભથી કરેલા શલ્યોપાપો છૂપાવતો તે પોતાના શલ્યો પ્રગટ કરલા સમર્થ બની શકતો નથી. કદાચ કોઈ રાજા દુશ્ચરિત્ર પૂછતો સર્વસ્વ અને દેહ આપવા કબુલ થાય. પણ પોતાનું દુશ્ચરિત્ર કહેવા સમર્થ થઈ શકતો નથી. કદાચ રાજા કહે કે તને સમગ્ર પૃથ્વી આપી દઉં પણ તારે તારું દુશ્ચરિત્ર પ્રગટ કરવું. તો પણ કોઈ પોતાનું દુશ્ચરિત્ર કહેવા તૈયાર ન થાય. તેવા સમયે પૃથ્વિીને પણ તૃણ સમાન ગણે-પણ પોતાનું દુશરિત્ર ન કહે. રાજા કહે કે તારું જીવન કાપી નાખું છું માટે તારું દુશ્ચરિત્ર કહે. ત્યારે પ્રાણોનો ક્ષય થાય તો પણ પોતાનું દુશ્ચરિત્ર કહેતા નથી. સર્વસ્વનું હરણ થાય, રાજ્ય કે પ્રાણી જાય તો પણ કોઈ પોતાનું દુશ્ચરિત્ર કહેતા નથી. હું પણ કદાચ પાતાલ-નરકમાં જઇશ પણ મારું દુશ્ચરિત્ર કહીશ નહીં. [૧૭૮-૧૭૯ી જે પાપી-અધમ બુદ્ધિવાળા એક જન્મના પાપ છુપાવનારા કા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy