SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ મહાનિસીહ-૧-૨૦૦ [૧૯૮-૨૦૦] આટલું વિસ્તારથી કહેલુંસમજીને દઢ નિશ્ચય અને હૃદયથી ધીરતા. કરવી જોઈએ. તેમજ મહાઉત્તમ સત્વરૂપી ભાલાથી માયા રાક્ષસીને ભેદી નાંખવી જોઈએ. અનેક સરળ ભાવોથી અનેક પ્રકારે માયાને નિર્મથન- વિનાશ કરીને વિનય આદિ અંકુશથી ફરી માન ગજેન્દ્રને વશ કરે, માદેવ- સરળતા રૂપી મુસળ- સાંબેલા વડે સેંકડો વિષયોનો ચૂરો કરી નાખવો તથા ક્રોધ-લોભાદિક મગર મત્સ્યોને દૂરથી લડતા દેખીને તેની નિંદા કરો. ૨૦૧-૨૦૧]કજે ન કરેલ ક્રોધ અને માન, વૃદ્ધિ પામતા માયા અને લોભ એમ ચારે સમગ્ર કષાયો અતિશય દુખે કરીને ઉદ્ધરી શકાય તેવા શલ્યોને આત્મામાં પ્રવેશે ત્યારે ક્ષમાથી-ઉપશમથી ક્રોધને હણે, નમ્રતાથી માનને જીતે, સરળતાથી માયાને અને સંતોષથી લોભને જિતવો...આ પ્રમાણે કષાયોને જિતને જેઓએ સાત ભયસ્થાનો અને આઠ મદસ્થાનોનો ત્યાગ કર્યો છે, તેઓ ગુરુ પાસે શુદ્ધ આલોચના ગ્રહણ કરવા તૈયાર થાય. જે પ્રમાણે દોષ, અતિચાર, શલ્ય લાગેલું હોય તે પ્રમાણે પોતાનું સર્વ દુશ્ચરિત્ર શંકારહિત ક્ષોભપામ્યા સિવાય, ગુરુથી નિર્ભય બનીને નિવેદન કરે.. ભૂતનોવળગાળ થયો હોય અથવા બાળક જેમ અત્યંત સરળતાથી બોલે તેમ ગુરુ સન્મુખ જે પ્રમાણે શલ્યપાપ થયું હોય તે પ્રમાણે બધું યથાર્થ નિવેદન કરે.-આલોચના કરે. [૨૦૬-૨૦૭] પાતાળમાં પ્રવેશ કરીને, પાણીની અંદર જઈને મકાનના અંદરના ગુપ્ત સ્થળમાં, રાત્રે કે અંધકારમાં કે માતાની સાથે પણ જે કર્યું હોય તે બધું અને તે સિવાય પણ અન્ય સાથે પોતાના દુષ્કતો એક વખત કે અનેક વખત જે કંઈ કર્યા હોય તે સર્વે ગુરુ સમક્ષ યથાર્થ કહી જણાવવા જેથી પાપનો ક્ષય થાય. ૨૦૮] ગરુમહારાજ પણ તેને તિર્થંકર પરમાત્માની આજ્ઞાનુસાર પ્રાયશ્ચિત્ કહે, જેથી શલ્ય વગરનો બનીને અસંયમનો પરિહાર કરે. [૨૦૯-૨૧૦]અસંયમને પાપ કહેવાય અને તે અનેક પ્રકારનું જણાવેલ છે. તે આ પ્રમાણે હિંસા, જૂઠ, ચોરી, મૈથુન પરિગ્રહ. શબ્દ-રૂપ-રસ-ગંધ-સ્પર્શ એમ પાંચ ઈન્દ્રિયોના વિષયો, ક્રોધ-માન-માયા-લોભ એ ચાર કષાયો, મન-વચન-કાયા એમ ત્રણ દડો. આ પાપોનો ત્યાગ કર્યા સિવાય નિશિલ્ય થઈ શકતો નથી. [૨૧૧]પૃથ્વી અપૂતેલ-વાયુ વનસ્પતિએ પાંચ સ્થાવર, છઠ્ઠા ત્રસ જીવો અથવા નવ-દશકે ચૌદ ભેદે જીવો. અથવા કાયાના વિવિધ ભેદોથી જણાવાતા અનેક પ્રકારના જીવોની હિંસા (ના પાપની આલોચના કરે.) . [૨૧૨] હિતોપદેશ છોડીને સર્વોત્તમ અને પારમાર્થિક તત્ત્વભૂત ધર્મનું મૃષાવચન અનેક પ્રકારનું છે તે મૃષારૂપ સર્વશલ્યની આલોચના કરે.) [૧૩]ઉદ્ગમ ઉત્પાદના, એષણા ભેદોરૂપ આહાર-પાણી વગેરેના બેતાળીશ અને પાંચમાંડલીના દોષથી દુષિત એવા જે ભાજન-પાત્ર ઉપકરણ-પાણી-આહાર તેમજ આ બધું નવકોટી-(મન,વચન, કાયા થી કરણ, કરાવણ, અનુમોદન) વડે અશુદ્ધ હોય તેનો ભોગવટો કરે તો ચોરીનો દોષ લાગે. (તેની આલોચના કરે.). [૨૧૪-૨૧૫ દિવ્યકામ, રતિસુખ જો મન, વચન, કાયા થી કરે-કરાવે અનુમોદ, એમ ત્રિવિધ ત્રિવિધે રતિસુખ માણે અથવા ઔદારિક રતિસુખ મનથી પણ ચિંતવે તોતે અ-બ્રહ્મચારી જાણવો. બ્રહ્મચર્યની નવ પ્રકારની ગુપ્તિની જે કોઈ સાધુ કે સાધ્વી વિરાધના કરે અથવા રાગવાળી દષ્ટિ કરે તો તે બ્રહ્મચર્યનું પાપશલ્ય પામે છે. (તેની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy