SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૧, ૨૩૧ અભિલાષાઓની ચેષ્ટા નહીં કરે, ધમોપદેશકને છોડીને કોઈ પુરુષ તરફ પ્રશાંત દષ્ટિથી પણ નજર નહીં કરું.તેની સાથે આલાપ-સંલાપ પણ કરીશ નહીં, ન કહી શકાય તેવા પ્રકારનું મહાપાપકરીને તેનાથી ઉત્પન થયેલ શલ્યની જે પ્રમાણે આલોચના આપી હશે તે પ્રમાણે કરીશ. એમ ભાવના ભાવતા શ્રમણી-કેવલી થઈ. [૧૪૪-૧૪૮] આ પ્રમાણે શુદ્ધ આલોચના આપીને-(પામીને) અનંત શ્રમણીઓ નિઃશલ્ય બની. અનાદિ કાળમાં, હે ગૌતમ! કેવલ પામીને સિદ્ધિ પામી, ક્ષમાવતી-ઇન્દ્રિયોને દમન કરનારી સંતોષી-ઇન્દ્રિયોને જિતનારી-સત્યભાષી-ત્રિવિધે છકાયના. સમારંભથી વિરમેલી- ત્રણે દંડના આશ્રવને રોકનારી-પુરુષકથા અને સંગની ત્યાગીપુરુષ સાથે સંલાપ અને અંગોપાંગ જોવાથી વિરમેલી-પોતાના શરીરની મમતા રહિતમહાયશવાળી- દૂધ્યક્ષેત્ર કાળ ભાવ પરત્વે અપ્રતિબદ્ધ અર્થાત્ રાગ રહિત- સ્ત્રીપણું ગભવિસ્થા અને ભવભ્રમણથી ભયભીત- આવા પ્રકારની ભાવનાવાળી [સાધ્વીઓને. આલોચના આપવી. [૧૪૯-૧૫૧] જેવી રીતે આ શ્રમણીઓએ પ્રાયશ્ચિત કર્યું તેવી રીતે પ્રાયશ્ચિત. કરવું, પણ કોઇએ માયા કે દંભપૂર્વક આલોવવું નહીં. કારણ કે તેમ કરવાથી પાપકર્મની વૃદ્ધિ થાય છે. અનાદિ અનંત કાલથી માયા - દંભ-કપટ દોષથી આલોચના કરીને શલ્યવાળી બનેલી સાધ્વીઓ, હુકમ ઉઠાવવા પડે તેવું સેવક પણે પામીને પરંપરાએ છઠ્ઠી નારકીએ ગયેલી છે. [૧૫-૧૫૩ કેટલીક સાધ્વીઓના નામ કહું છું તે સમજ-જાણ, કે જેમણે આલો ચના કરી છે. પણ (માયા-કપટરૂપ) ભાવ દોષ સેવેલો હોવાથી વિશેષ પ્રકારે પાપકર્મમલથી તેનો સંયમ અને શીલના અંગો ખરડાયેલા છે. તે નિઃશલ્ય પણાની પ્રશંસા કરેલી છે જે ક્ષણવાર પણ પરમ ભાવ વિશુદ્ધિ વગરનું ન હોય. [૧૫૪-૧પપ તેથી હે ગૌતમ ! કેટલીક સ્ત્રીને અતિનિર્મલ ચિત્ત- વિદ્ધિ ભવાંતરમાં પણ થતી નથી, કે જેથી તે નિઃશલ્ય ભાવ પામી શકે... કેટલીક શ્રમણીઓ છ8, અટ્ટમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ એમ લગલગાટ ઉપવાસથી શરીર સુકવી નાખે છે તો પણ સરાગ ભાવને આલોચતી નથી-છોડતી નથી. [૧૫૬-૧પ૭]અનેક પ્રકારના વિકલ્પો અપી કલ્લોલ શ્રેણી તરંગોમાં અવગાહન કરનાર, દુઃખે કરીને અવગાહી શકાય- પારશ પામી શકાય તેવા મનરૂપી સાગરમાં વિચરતાને ઓળખવા જાણવા અશકય છે. જેઓના ચિત્ત ૫ સ્વાધીન નથી તેઓ આલોચના કેવી રીતે આપી લઈ શકે? આવા શલ્યવાળાનું શલ્ય જેઓ ઉદ્ધવે છે તેઓ ક્ષણે ક્ષણે વંદનીય છે. [૧૫૮-૧૬o| સ્નેહ-રાગ રહિતપણે, વાત્સલ્યભાવથી, ધર્મધ્યાનમાં ઉલ્લસિત કરનાર, શીલના અંગોતેમજ ઉત્તમ ગુણસ્થાનકોને ધારણ કરનાર, સ્ત્રી અને બીજા અનેક બંધનોથી મુકત, ગૃહ સ્ત્રી વગેરેને કેદખાનું માનનાર, સુવિશુદ્ધ અતિનિર્મલ ચિત્તયુકત અને જે શલ્યરહિત કરે તે મહાયશવાળો પુરુષ દર્શન કરવા યોગ્ય, વંદનીય, તેમજ ઉત્તમ એવા તે દેવેન્દ્રોને પણ પૂજનીય છે. કૃતાર્થી, સંસારિક સર્વ પદાર્થોનો અનાદર કરીને જે ઉત્તર એવા વિરતિ સ્થાનને ધારણ કરે છે. તેઓ દર્શનીય-પૂજનિય છે. [૧૧-૧a] (જે સાધ્વીઓએ શલ્યની આલોચના ન કરી તે કઈ રીતે સંસારના કટુ ફળોને પામી તે જણાવે છે.) આલોચના કરીશ નહીં, શા માટે કરવી? અથવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy