SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા - ૬૧ ૨૧૯ [૧] ભિન્ન શબ્દથી પચીશ દિવસ ગ્રહણ કરવા અહીં અવિશિષ્ટ શબ્દ થી સર્વે ભેદો ગ્રહણ કરવા) ભિન્ન અને અવિશિષ્ટ એવા જે-જે અપરાધ સૂત્ર વ્યવહારમાં કડ્યા તે સર્વે માટે જિત વ્યવહાર મુજબ નિવિ તપ આવે. તેમાં વિશેષથી એટલે કે લઘુમાસે પુરિમડૂઢ, ગુરુમાસે એકાસણું, લઘુ ચઉમાસે આયંબિલ, ચલ ગુમાસે ઉપવાસ, લઘુ છ માસે છઠ્ઠ, છગુરુ માસે અઠ્ઠમ એમ પ્રાયશ્ચિતું તપ આપવું. [૬૨]આ સર્વ પ્રકારે સર્વ તપના સ્થાને યથાક્રમે સિદ્ધાંત માં જે-જે તપ કહડ્યા. ત્યાં જીત વ્યવહાર મુજબ નિવિ થી અઠ્ઠમ પર્યન્ત નો તપ કહેવો. [૩]આ પ્રમાણે જે પ્રાયશ્ચિતુ કહેવાય તે માટે વિશેષથી કહે છે કે સર્વે પ્રાયશ્ચિતુ સામાન્ય અને વિશેષ થી નિર્દેશેલું છે. તે દાન વિભાગથી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવ- પુરુષ-પડિસેવી વિશેષ થી જાણવું.. અર્થાત્ દ્રવ્યાદિ ને જાણીને તે પ્રમાણે આપવું. ઓછું- અધિક કે સાધારણ એ પ્રમાણે શક્તિ વિશેષ જોઈને આપવું. [પ-૬૭દ્રવ્યથી જેનો આહાર આદિ હોય, જે દેશમાં તે વધારે હોય, સુલભ હોય તે જાણીને જીત વ્યવહાર મુજબનું પ્રાયશ્ચિતુ આપવું. જ્યાં આહાર આદિ ઓછા હોય, દુર્લભ હોય ત્યાં ઓછું પ્રાયશ્ચિતું આપવું ક્ષેત્ર રૂક્ષ- સ્નિગ્ધ કે સાધારણ છે તે જાણીને રૂક્ષ માં ઓછું, સાધારણ માં જે પ્રમાણે જીત વ્યવહારમાં કહયુ હોય તેમ અને સ્નિગ્ધ માં અધિક પ્રાયશ્ચિતું આપવું એ પ્રમાણે ત્રણે કાળમાં ત્રણ પ્રકારે પ્રાયશ્ચિતું આપવું. . ઉનાળો રૂક્ષ કાળ છે, શિયાળો સાધારણ કાળ છે અને ચોમાસું સ્નિગ્ધ કાળ છે. ઉનાળામાં ક્રમથી જઘન્ય એક ઉપવાસ, મધ્યમ છ8, ઉત્કૃષ્ટ અટ્ટમ, શિયાળે ક્રમથી છ-અટ્ટમ-ચાર ઉપવાસ, ચોમાસામાં ક્રમથી અમ- ચાર ઉપવાસ, -પાંચ ઉપવાસ તપ પ્રાયશ્ચિતુ આપવું સૂત્ર વ્યવહાર ઉપદેશાનુસાર આ પ્રમાણે નવ પ્રકારે વ્યવહાર છે. [૬૮] નિરોગી અને ગ્લાન એવા ભાવો જાણીને નિરોગીને થોડું અધિક અને ગ્લાન ને થોડું ઓછું પ્રાયશ્ચિત્ આપવું. જેની જેટલી શક્તિ હોય તેટલું પ્રાયશ્ચિતુ તેને આપવું દ્રવ્ય-ક્ષેત્ર-ભાવની જેમ કાળને પણ લક્ષમાં લેવો. ૯િ-૭૨] પુરુષમાં કોઈ ગીતાર્થ હોય કોઈ અગીતાર્થ હોય, કોઈ સહનશીલ કોઈ અસહનશીલ હોય. કોઈ ઋજુ હોય કોઈ માયાવી હોય, કેટલાંક શ્રદ્ધા પરીણામી હોય, કેટલાંક અપરિમાણી હોય અને કેટલાંક અપવાદને જ આચરનારા એવા અતિપરિણામી પણ હોય, .. કેટલાંક ધૃતિ-સંઘયણ અને ઉભયથી સંપન્ન હોય, કેટલાંક તેનાથી હિન હોય, કેટલાંક તપ શક્તિવાળા હોય, કેટલાંક વૈયાવચ્ચી હોય, કેટલાંક બંને શક્તિવાળા હોય, કેટલાંક માં એક પણ શક્તિ ન હોય કે અન્ય પ્રકારના હોય, .. આચેલકાદિ કલ્પસ્થિત, પરિણત, કૃતજોગી, તરમાણ (કુશલ) કે અકલ્પસ્થિ, અપરિણત, અમૃતગી કે અતરમાણ એમ બંને પ્રકારના પુરુષો હોય એ જ રીતે કલ્પસ્થિત પણ ગચ્છવાસી કે જિન કલ્પી હોઈ શકે. આ સર્વે પુરુષોમાં જેની જેટલી શક્તિ ગુણ વધારે હોય તેને અધિક પ્રાયશ્ચિત્ દેવું અને હીન સત્ત્વવાળા હીનતર પ્રાયશ્ચિતું દેવું અને સર્વથા હીનને પ્રાયશ્ચિતું ન આપવું તે જીત વ્યવહાર જાણવો. [૭૩]આ જીત વ્યવહારમાં ઘણાં પ્રકારના સાધુઓ છે. જેમકે અત્યકરનાર, અગીતાર્થ અજ્ઞાત આ કારણથી જીત વ્યવહારમાં નિવિ થી અઠ્ઠમ પર્યન્ત તપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy