SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા – ૨૦ ૨૧૫ ૨૫ શ્વાસોશ્વાસ (હાલમાં જેને ૧- લોગસ્સ અર્થાત્ ઈરિયાવહી કહે છે તે) કાઉસ્સગ્ન પ્રાયશ્ચિતુ આવે. [૨૦]સો હાથ પ્રમાણ અર્થાત્ સો ડગલા ભૂમિ વસતિ ની બહાર ગમનાગમનમાં પચીશ શ્વાસોશ્વાસ, પ્રાણાતિપાત હિંસા નું સ્વપ્ન આવે તો સો શ્વાસોશ્વાસ અને મૈથુનના સ્વપ્ન માં ૧૦૮ શ્વાસોશ્વાસ કાઉસ્સગ પ્રાયશ્ચિતુ ૨૧]દિવસ સંબંધિ પ્રતિક્રમણમાં પહેલા ૫૦ પછી ૨૫-૨૫ શ્વાસોશ્વાસ પ્રમાણ, રાત્રિના પ્રતિક્રમણમાં ૨૫-૨૫ શ્વાસોશ્વાસ પ્રમાણ, પકૂિખ પ્રતિક્રમણમાં ૩૦૦ શ્વાસોશ્વાસ, ચૌમાસી પ્રતિક્રમણમાં પ૦૦ શ્વાસોશ્વાસ, સંવત્સરી માં ૧૦૦૮ શ્વાસોશ્વાસ પ્રમાણ કાઉસ્સગ્ગ પ્રાયશ્ચિત્ આવે. અર્થાતુ વર્તમાન પ્રણાલી મુજબ દૈવસિક માં લોગસ્સ બે-એક-એક, રાત્રિમાં લોગસ્સ એક એક, પફિખમાં ૧૨ લોગસ્સ, ચૌમાસી માં ૨૦ લોગસ્સ અને સંવત્સરીમાં ૪૦ લોગસ્સ ઉપર એક નવકાર પ્રમાણ કાઉસ્સગ પ્રાયશ્ચિતું જાણવું. [૨૨]સૂત્રના ઉદ્દેશ- સમુદ્દેશ-અનુજ્ઞા માં ૨૭ શ્વાસોશ્વાસ પ્રમાણ, સૂત્ર પડ્રવણ માટે (સજ્ઝાય પરઠવતા) આઠ શ્વાસોશ્વાસ પ્રમાણ (૧- નવકાર પ્રમાણ કાઉસ્સગ્ન પ્રાયશ્ચિત્ જાણવું. હવે તપ પ્રાયશ્ચિતુ ને વિશે સંબંધિત ગાથા જણાવે છે.) ૨૩-૨૫] જ્ઞાનાચાર સંબંધિ અતિચાર ઓઘથી અને વિભાગથી એમ બે પ્રકારે છે. વિભાગ થી ઉદ્દેશક, અધ્યયન, શ્રુતસ્કંઘ, અંગ એ પરિપાટી ક્રમ છે. તે સંબંધે કાળનું અતિક્રમણ આદિ આઠ અતિચાર છે- કાળ, વિનય, બહુમાન, ઉપધાન અનિણહવણ, વ્યંજન, અર્થ તદુભય એ આઠ આચાર માં જે અતિક્રમણ તે જ્ઞાનાચાર સંબંધિ અતિચાર, તેમાં અનાગાઢ કારણે ઉસક અતિચાર માટે એક નીવિ, અધ્યયન અતિચારમાં પુરિમડૂઢ, શ્રુતસ્કન્ધ અતિચાર માટે એકાસણું, અંગ સંબંધિ અતિચાર માટે આયંબિલ તપ પ્રાયશ્ચિતુ આવે. આગાઢ કારણ હોયતો આ જ દોષ માટે પરિમડૂઢ થી અઠ્ઠમ પર્યન્ત તપ પ્રાયશ્ચિત્ આવે. એ વિભાગ પ્રાયશ્ચિત્ અને ઓધથી કોઈ પણ સૂત્ર માટે ઉપવાસ તપ પ્રાયશ્ચિત્ અને અર્થથી અપ્રાપ્ત કે અયોગ્ય ને વાચનાદિ દેવામાં પણ ઉપવાસ તપ, [૨] કાળ-અનુયોગનું પ્રતિક્રમણ ન કરે, સૂત્ર-અર્થ કે ભોજન ભૂમિનું પ્રમાર્જન ન કરે, વિગઈ ત્યાગ ન કરે, સૂત્ર-અર્થ નિષદ્યા ન કરે તો એક ઉપવાસ તપ પ્રાયશ્ચિતુ. [૨૭]જોગ બે પ્રકારે આગાઢ અને અણાગાઢ બંનેના બે ભેદ છે. સર્વથી અને દેશથી. સર્વથી એટલે આયંબિલ અને દેશથી એટલે કાઉસ્સગ કરીને વિગઈ ગ્રહણ કરવી તે. જો આગાઢ જોગમાં આયંબિલ ભાંગે તો બે ઉપવાસ અને દેશ ભંગે એક ઉપવાસ, અણાગાઢમાં સર્વમંગે બે ઉપવાસ અને દેશ ભંગે આયંબિલ તપ . [૨૮]શંકા, કાંક્ષા, વિતિગિચ્છા, મૂઢદષ્ટિ, અનુપબૃહણા અસ્થિરિકરણ. અવાત્સલ્ય, અપ્રભાવના આઆઠ દર્શનાતિચારોનું સેવન દેશથી એટલે કે અમુક અંશે કરનારને એક ઉપવાસ તપ, મિથ્યાત્વ ની વૃદ્ધિ માટે એક ઉપવાસ એમ ઓઘ પ્રાયશ્ચિતુ જાણવું અને શંકા આદિ આઠે વિભાગ દેશથી સેવનાર સાધુને પુરિમઢ, રત્નાધિક એકાસણું, ઉપાધ્યાયને આયંબિલ, આચાર્યને ઉપવાસ તપ પ્રાયશ્ચિતું જાણવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy