SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ દસા-ક, સૂત્ર-૩૫ ૧૯૩ કરવા-કરાવવા, પચન-પાચન, કૂટવું, પીસવું તર્જન-તાડન, વધ-બંધ, પરિકુલેશ યાવતું તેવા પ્રકારના સાવદ્ય અને મિથ્યાત્વવર્ધક, બીજા જીવોના પ્રાણોને પરિતાપ પહોંચાડનાર કર્મ કરે છે. આ સર્વ પાપકાયથી અપ્રતિવિરત અથર્ જોડાયેલો રહે છે. જેમ કોઈ પુરુષ કલમ, મસૂર, તલ, મગ, અડદ, બાલોલ, કળથી, ચોળા, તુવેર, કાળા ચણા, જવાર અને તે પ્રકારના બીજા ધાન્યો ને જીવરક્ષાના ભાવ સિવાય કુરતાપૂર્વક ઉપમદન કરતો મિથ્યાદંડ પ્રયોગ કરે છે. તે જ રીતે કોઈ પુરુષ વિશેષ તીતર, વટેર, લાવા, કબુતર, કપિંજલ, મૃગ, ભેંસા, સુકર, મગર, ગોઘા, કાચબો અને સર્પ વગેરે નિરપરાધ જીવોને કુરતા પૂર્વક મિથ્યા-દંડનો પ્રયોગ કરે છે. એટલે કે નિર્દયતાપૂવર્ક ઘાત કરે છે. વળી તેની જે બાહ્ય પર્ષદા છે. જેમકે- દાસ, દૂત, વેતન થી કામ કરનારા, ભાગીદાર, કર્મકર, ભોગપુરુષ આદિ દ્વારા થયેલા નાના અપરાધનો પણ પોતેજ મોટો દંડ કરે છે. આને દડો, આને મુંડો, આની તર્જના કરો- તાડન કરો, આને હાથમાં- પગમાં- ગળામાં કે બધે બેડી નાખો, એના બંને પગમાં સાંકળ બાંધી ને પગ વાળી દો, આના હાથ કાપો, પગ કાપો, કાન કાપો, નખ છેદો, હોઠ છેદો, માથું ઉડાવી દો, મોટું ભાંગી નાંખો, પુરષ ચિહુન કાપી દો, હૃદય ચીરી નાખો. એજ રીતે આંખ-દાંત,મોઢું, જીભ ઉખાડી દો, આને દોરડાથી બાંધીને ઝડે લટકાવો, બાંધીને જમીન ઉપર ઘસેડો, દહીંની જેમ મંથન કરો, શૂળીએ ચડાવો, ત્રિશલથી ભેદો, શસ્ત્રોથી છિન્નભિન્ન કરો ભેદાયેલા શરીર ઉપર ક્ષાર નાખો, તેના ઘામાં ઘાસ ખોસો, તેને સિંહ, વૃષભ, સાંઢ ની પૂછડીએ બાંધો, દાવગ્નિમાં બાળી દો, ટુકડા કરીને કાગડાને માંસ ખવડાવી દો, ખાવા-પીવાનું બંધ કરી દો, જાવજજીવ બંધનમાં રાખો અન્ય કોઈ પ્રકારે કમોત થી મારી નાખો. તે મિથ્યાદષ્ટિની જે અત્યંતર પર્ષદા છે. જેમકે માતા, પિતા, ભાઈ, બહેન, ભાર્યા. પુત્રી, પૂત્રવધૂ વગેરે તેમાંના કોઈ થોડો પણ અપરાધ કરે તો પોતે જ ભારે દંડ આપે છે. જેમકે ઠંડા પાણીમાં ડૂબાડે, ગરમપાણી શરીર ઉપર રેડે, આગથી તેઓના શરીર બાળે, જોત-બેંત-નેત્ર આદિના દોરડાથી, ચાબુકથી, છિવાડીથી, જાડીવેલથી મારી-મારીને બંને પડખાના ચામડા ઉખેડી નાંખે, દંડ, હડી, મંડી પત્થર, ખપ્પરથી તેઓના શરીરને કૂટે-પીસે આવા પ્રકારના પુરુષવર્ગ સાથે રહેવાવાળા મનુષ્ય દુઃખી રહે છે. દૂર રહે તો પ્રસન્ન રહે છે. આ પ્રકારનો પુરુષ વર્ગ હંમેશા, ડંડો સાથે રાખે છે. અને કોઈનો થોડો પણ અપરાધ થાય તો અધિકાધિક દંડ દેવાનો વિચાર કરે છે. દંડને આગળ રાખીને જ વાત કરે છે. આવો પુરુષ આલોક અને પરલોક બંને માં પોતાનું અહિત કરે છે. આવા લોકો બીજાને દુઃખી કરે છે, શોકસંતપ્ત કરે છે, ઝુરાવે છે, સતાવે છે, પીડા આપે છે, પીટે છે, પરિતાપ પહોંચાડે છે, એ રીતે વધ, બંધ, કલાદિ પહોંચાડવામાં જોડાયેલા રહે છે. આ જ પ્રકારે તે સ્ત્રી સંબંધિ કામ ભોગોમાં મૂર્ણિત, વૃદ્ધ આસકત અને પંચેન્દ્રિયોના વિષયમાં ડૂબેલો રહે છે. એ રીતે તે ચાર, પાંચ-છ વાવતુ દશ વર્ષ કે તેથી ઓછો વધારે કાળ કામભોગ ભોગવીને વૈરભાવોના બધા સ્થાનો સેવી ઘણાં અશુભ કર્મો એકઠાં કરીને જેવી રીતે લોઢા કે પત્થરનો ગોળો પાણીમાં ફેંકતા જળ-તલનું અતિક્રમણ કરીને નીચે તળીયે પહોંચી જાય તે રીતે આ પ્રકારનો પુરુષવર્ગ વજ જેવા 13] For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy