SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ દસાસુયાબંધ દારૂપ ઘણાં પાપ-કલેશ-કાદવ-વૈર-દંભ-માયા-પ્રપંચ-આશાતનાઅયશ- અપ્રતીતિવાળી થઈને પ્રાયઃ ત્રસપ્રાણીનો ઘાત કરતો મૃત્યુ પામી ભૂમિતળનું અતિક્રમણ કરી નીચે નરકભૂમિમાં સ્થાન પામે છે. તે નરક અંદરથી ગોળ અને બહારથી ચોરસ છે. નીચે છરા-અસ્તરાના આકાર વાળી છે. નિત્ય ઘોર અંધકારથી વ્યાપી છે. ચંદ્ર, સૂર્ય ગ્રહ નક્ષત્ર, એ જ્યોતિષ્ક ની પ્રભાથી રહિત છે. તે નરકોની ભૂમિ ચબ, માંસ, લોહી, પરુના સમૂહ જેવા કીચડથી લેપાયેલી છે. મળ-મૂત્ર વગેરે અશુચિ પદાર્થો ભરેલી અને પરમદુર્ગન્ધમય છે. કાળી કે કપોત વર્ણવાળી, અગ્નિના વર્ણની આભાવાળી છે, કર્કશ સ્પર્શ વાળી હોય અસહ્ય છે, અશુભ હોવાથી ત્યાં અશુભ વેદના હોય છે, ત્યાં નિદ્રા લઈ શકાતી નથી, તે નારકી ના જીવો તે નરકમાં અશુભ વેદના નો પ્રતિસમય અનુભવ કરતાં વિચરે છે. જેવી રીતે પર્વતના અગ્રભાગ ઉપર ઉત્પન્ન થયેલ વૃક્ષ મૂળ ભાગ કાપવાથી ઉપરનો ભાગ ભારે થતા જયાં નીચું સ્થાન છે, જ્યાં દુર્ગમ પ્રવેશ છે કે વિષમ સ્થળ છે ત્યાં પડે છે, તેજ રીતે ઉપર કહ્યા મુજબના મિથ્યાત્વી, ઘોરપાપી પુરુષ વર્ગ એક ગર્ભમાંથી બીજા ગર્ભમાં, એક જન્મમાંથી બીજા જન્મમાં એક મરણ માંથી બીજા મરણમાં, એક દુઃખમાંથી બીજા દુખમાં પડે છે. તે દક્ષિણ દિશામાં રહેલ ઘોર નરકમાં જાય છે. તે કૃષ્ણપાક્ષિક નારકી ભવિષ્યમાં દુર્લભબોધિ થાય છે. આ પ્રકારનો જીવ અક્રિયાવાદી છે. [૩] તે ક્રિયાવાદી કોણ છે ? તે ક્રિયાવાદી આવા પ્રકારનો છે જે . આસ્તિકવાદી છે, અસ્તિકબુદ્ધિ છે, આસ્તિક દષ્ટિ છે. સમ્યકુવાદી અને નિત્ય અથતુ મોક્ષવાદી છે, પરલોકવાદી છે. તે માને છે કે આલોક પરલોક છે, માતા-પિતા છે, અરિહંત, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ છે, સુકૃત-દુષ્કૃત કમનું ફળ છે, સદાચરિત કર્મો શુભફળ અને અસદાચરિત કર્મો અશુભ ફળ આપે છે. પુણ્ય-પાપફળ સહિત છે, જીવ પરલોકમાં જાય છે- આવે છે, નરક આદિ ચારગતિ છે અને મોક્ષ પણ છે આ પ્રકારે માનનારા આસ્તિકવાદી, આસ્તિકબુદ્ધિ, આસ્તિકદષ્ટિ સ્વચ્છંદ, રાગઅભિનિવિષ્ટ યાવતું મહાનું ઈચ્છાવાળો પણ થાય અને ઉત્તર દિશાવર્તી નરકોમાં ઉત્પન્ન પણ કદાચ થાય તો પણ તે શુકલપાક્ષિક હોય છે. ભાવિમાં સુલભબોધિ થઈ, સુગતિ પ્રાપ્ત કરતો અન્ને મોક્ષગામી થાય છે. તે ક્રિયાવાદી, ૩૭](ઉપાસક પ્રતિમા-૧ ) ક્રિયાવાદી મનુષ્ય સર્વ (શ્રાવક-શ્રમણ) ધર્મરચિવાળો હોય છે. પણ સમ્યક પ્રકારે અનેક શીલવત, ગુણવત, પ્રાણાતિપાત આદિ વિરમણ, પચ્ચકખાણ, પૌષધોપવાસ નો ધારક હોતો નથી (પરંતુ) સમ્યક શ્રદ્ધાવાળો હોય છે, આ પ્રથમ દર્શન-ઉપાસક પ્રતિમા જાણવી. (જે ઉત્કૃષ્ટથી એક માસની હોય છે.) [૩૮] હવે બીજી ઉપાશક પ્રતિમા કહે છે- તે સર્વ ધર્મ રૂચિ વાળો હોય છે. (શુદ્ધ સમ્યકત્વ ઉપરાંત યતિ (શ્રમણ)ના દશે ધર્મોની દઢ શ્રદ્ધાવાળો હોય છે) નિયમથી ઘણા શીલવ્રત, ગુણવ્રત, પ્રાણાતિપાત-આદિ વિરમણ, પચ્ચકખાણ અને પૌષધોપવાસનું સમ્યક્ પરિપાલન કરે છે. પણ સામાયિક અને દેસાવગાસિકનું સમ્યક્ પ્રતિપાલન કરી શકતો નથી. તે બીજી ઉપાક પ્રતિમા. (જે વ્રત પ્રતિમા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy