SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ દસમા સુયખંધું- ૬૩૫ ઉપાશક પ્રતિમાઓ કહી છે. સ્થવિર ભગવંતોએ નિશ્ચયથી કઈ ૧૧-ઉપાશક પ્રતિમાઓ કહેલી છે ? સ્થવિર ભગવંતોએ જે ૧૧ ઉપાશક પ્રતિમાઓ કહી છે તે આ પ્રમાણે – (દર્શન, વ્રત, સામાયિક, પૌષધ, દિવસે બ્રહ્મચર્ય, દિવસ-રાત્રિ બ્રહ્મચર્ય, સચિત્તપરિત્યાગ, આરંભપરિત્યાગ, પૃથ્વપરિત્યાગ, ઉધિભક્તપરિત્યાગ, શ્રમણભૂત)- પ્રતિમા એટલે વિશિષ્ટ પ્રતિજ્ઞા) જે અક્રિયાવાદી છે અને જીવાદિ પદાર્થોનાં અસ્તિત્વ નો અપલાપ કરે છે. તે નાસ્તિકવાદી છે, નાસ્તિક બુદ્ધિ વાળો છે, નાસ્તિક દષ્ટિ રાખે છે, જે સમ્યફવાદી નથી, નિત્યવાદી નથી અથતુિ ક્ષણિકવાદી છે, જે પરલોકવાદી નથી જે કહે છે કે આલોક નથી, પરલોક નથી, માતા નથી, પિતા નથી, અરિહંત નથી, ચક્રવર્તી નથી, બળદેવ નથી, વાસુદેવ નથી, નરક નથી, નારકી નથી, સુકૃત અને દુષ્કૃત કર્મોનું ફળવૃત્તિ વિશેષ નથી, સમ્યક રીતે આચરેલ કર્મ શુભ ફળ દેતા નથી, કુત્સિત રીતે આચરેલ કર્મ અશુભ ફળ દેતા નથી કલ્યાણકર્મ અને પાપ કર્મ ફળરહિત છે. જીવ પરલોકમાં જઈને ઉત્પન્ન થતો નથી, નરક આદિ ચારગતિઓ નથી, સિદ્ધિ નથી જે આ પ્રમાણે કહે છે, આ પ્રકારની બુદ્ધિવાળો છે, આ પ્રકારની દષ્ટિ વાળો છે, જે આ પ્રકારની ઈચ્છા અને રાગ કે કદાગ્રહ થી યુક્ત છે. તે મિથ્યાદષ્ટિ જીવ છે. આવો મિથ્યાદષ્ટિ જીવ મહાઈચ્છાવાળો, મહારંભી, મહાપરિગ્રહી, અધાર્મિક, અધમનુગામી, અધર્મસેવી, અધર્મખ્યાતિવાળો, અધમનુરાગી, અધર્મદષ્ટા, અધર્મજીવી, અધર્મઅનુરકત, અધાર્મિકશીલવાળો,અધાર્મિક આચરણવાળા અને અધર્મથી જ આજીવિકા કરતા વિચરે છે. તે મિથ્યાદષ્ટિ નાસ્તિક આજીવિકા માટે બીજાના કહે છે જીવોને મારો, તેના અંગોને છેદો, માથું પેટ વગેરેનું ભેદન કરો, કાપો. તેના પોતાના હાથ લોહીથી ખરડાયેલા રહે છે, તે ચંડ, રૌદ્ર અને શુદ્ર હોય છે. વિના વિચાર્યું કાર્ય કરે છે, સાહસિક હોય છે, લોકોથી રિવત લે છે. છેતરપિંડી, માયા, છળ કૂડ, કપટ અને માયા જાળ રચવામાં કુશળ હોય છે. તે દુરશીલ, દુષ્ટજનોનો પરિચિત, દુશ્ચરિત, દારુણ સ્વભાવી, દુવ્રતી, દુષ્કૃત કરવામાં આનંદિત હોય છે. શીલ રહિત, ગુણપ્રત્યાખ્યાન- પૌષધો પવાસ ન કરનારો અને અસાધુ હોય છે. તે જાવજજીવને માટે સર્વ પ્રકારના પ્રાણાતિપાત થી અપ્રતિવિરત રહે છે અથતું હિંસક રહે છે એ જ રીતે સર્વ પ્રકારે મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ નો પણ ત્યાગ કરતો નથી. સર્વ પ્રકારે ક્રોધ-માન-માયા-લોભ-રાગ-દોષ-કલહ આળ-ચુગલી-નિંદારતિ અરતિ-માયામૃષા અને મિથ્યા દર્શન શલ્ય થી માવજજીવન અવિરત રહે છે. અથતિ આ ૧૮ પાપ સ્થાનકોનું સેવન કરતો રહે છે. તે મિથ્યાદષ્ટિ) સર્વ પ્રકારે સ્નાન, મદન, વિલેપન, શબ્દ, સ્પર્શ, રસ રૂપ, ગંધ, માળા, અલંકારોથી માવજજીવ અપ્રતિવિરત રહે છે, શકટ, રથ, યાન, યુગ, ગિલ્લી, થિલી, શિબિકા, સ્પન્દમાનિકા, શયન, આસન, યાન, વાહન, ભોજન, ગૃહ સંબંધિ વસ્ત્ર-પાત્ર આદિ થી માવજજીવન અપ્રતિવિરત રહે છે. સર્વ અશ્વ, હાથી, ગાય, ભેંસ, બકરા, ભેડ, દાસ-દાસી, નોકરપુરષ થી માવજજીવન જોડાયેલો રહે છે. સર્વપ્રકારે ચાંદી, સોનુ, ધન, ધાન્ય, મણિ, મોતી, શંખ, મૂગા થી માવજજીવન અપ્રતિવિરત રહે છે. માવજજીવને માટે હિનાધિક તોલમાપ, સર્વ આરંભ-સમારંભ, સર્વકાર્યો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy