SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ વવહાર- ૧o૨૪૯ રાખીને આપે તો ન લે પણ એક પગ ઉંબરામાં અને એક પગ ઊંબરા બહાર હોય અને આપે તો લેવું કહ્યું. એ રીતે ન આપે તો લેવું ન કલ્પે. શુકલપક્ષની બીજે અથતુ બીજે દિવસે અન્નની અને પાણીને બે દત્તી, ત્રીજે ત્રણ દસ્તી...એ રીતે...પૂનમે અથતુિ પંદરમે દિવસે અન્ન-પાણીની અંદર દત્તી ગ્રહણ કરે. પછી કૃષ્ણ પક્ષમાં એકમે ચૌદ દત્તી અનની, ચૌદ દતી પાણીની, બીજે તેર દત્તી અન્ન-તેરદત્તીની પાણીનીયાવતુ ... ચૌદશે એક દત્તી અન્નની અને એક દતી પાણીની લેવી કલ્પે. અમાસે તે સાધુ આહાર ન કરે. એ પ્રમાણે નિશ્ચયથી આ જવ મધ્ય પ્રતિમા કહી, તે સૂત્ર-કલ્પ-માર્ગમાં કહયા મુજબ યથાત સમ્યક રીતે કાયા થકી સ્પર્શી, પાલન કરી, શોધી, પાર કરી, કિર્તન કરી આજ્ઞાનુસાર પાલન કરવી. [૨૫૦|વજ મધ્ય ચંદ્ર પ્રતિમા (અર્થાતુ અભિગ્રહ વિશેષ) ધારણ કરનારને કાયાની મમતા નો ત્યાગ, ઉપસર્ગ સહેવા આદિ સર્વે ઉપરોક્ત સૂત્રઃ ૨૪૯ માં કહ્યા મુજબ જાણવું. વિશેષતા એ કે આ પ્રતિમાનો આરંભ કષ્ણ પક્ષથી થાય છે. એકમે પંદર દત્તી અન્નની અને પંદર દત્તી પાણીની લઈ તપનો આરંભ થાય....યાવતુ... અમાસ સુધી એક એક દત્તી ઘટતા અમાસે ફકત એક દત્તી અન્ન અને એક દત્તી પાણીની લે. પછી શુકલ પક્ષમાં ક્રમશઃ એક-એક દત્તી અન્ન અને પાણીની વધતી જાય. શુકલ એકમે બેદરી અન અને બે દત્તી પાણીની લેવી કહ્યું...યાવતુચૌદસે પંદર દત્તી અન્ન અને પંદર દત્તી પાણીની લે અને પૂનમે ઉપવાસ કરે. [૨૫૧] વ્યવહાર પાંચ પ્રકારે કડ્યા છે. તે આ પ્રમાણે-આગમ, શ્રત, આજ્ઞા ધારણા અને જીત. જ્યાં આગમ વ્યવહારી એટલે કે કેવલી કે પૂર્વધર હોય ત્યાં આગમ વ્યવહાર સ્થાપવો. જ્યાં આગમ વ્યવહારી ન હોય ત્યાં સૂત્ર (આયારો વગેરે) વ્યવહાર સ્થાપવોજ્યાં સૂત્ર જ્ઞાતા પણ ન હોય ત્યાં આજ્ઞા વ્યવહાર સ્થાપવો, જ્યાં આજ્ઞા વ્યવહારી ન હોય ત્યાં ધારણા વ્યવહાર સ્થાપવો, અને ધારણા વ્યવહારી પણ ન હોય ત્યાં જીત એટલે કે પરંપરાથી આવતો વ્યવહાર સ્થાપવો. આ પાંચ વ્યવહાર કરીને વ્યવહાર સ્થાપે તે આ પ્રમાણે-આગમ, સૂત્ર, આજ્ઞા, ધારણા અને જીત, જેમ જેમ જ્યાં આગમ-સૂત્ર-આજ્ઞા-ધારણા-જીત તેમ તેમ તે તે વ્યવહારે સ્થાપે હે ભગવંત ! એમ કેમ કહ્યું ? આગમ બળયુક્ત સાધુને એ પૂર્વોક્ત પાંચ વ્યવહારને જે વખતે જે ક્યાં ઉચિત હોય તે ત્યાં નિશ્રા રહિત ઉપદેશ અને વ્યવહાર ને રાખતા તે સાધુ આજ્ઞાના આરાધક થાય છે. [૨પ૨-૨૫૯]ચાર જાતના પુરુષોના (અલગ અલગ ભેદ છે તે) કહે છે. (૧)ઉપકાર કરે પણ માન ન કરે, માન કરે પણ ઉપકાર ન કરે, બંને કરે, બેમાંથી એકે ન કરે, - (૨) સમુદાયનું કાર્ય કરે પણ માન ન કરે, માન કરે પણ સમુદાયનું કાર્ય ન કરે, બંને કરે, બેમાંથી એકે ન કરે, – (૩) સમુદાય માટે સંગ્રહ કરે પણ માન ન કરે, માન કરે પણ સમુદાય માટે સંગ્રહ ન કરે, બંને કરે, બેમાંથી એકે ન કરે, (૪) ગણની શોભા કરે પણ માન ન કરે, માન કરે પણ ગણની શોભા ન કરે, બંને કરે, બેમાંથી એકે ન કરે. .. (પ) ગણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy