SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ વવહાર – ૧૫ [૨૧૫-૨૧૮]શય્યાતરના નાતીલા હોય, દરવાજો એક હોય, જવા-આવવાનો માર્ગ એક હોય ઘર જુદા હોય પણ ઘરમાં કે ઘરબહાર રાંધવાના માર્ગ એક હોય. જુદા જુદા ચૂલા હોય. . કે એક જ હોય તો પણ શય્યાતરના આહાર-પાણી ઉપર જેની આજીવિકા ચાલતી હોય, તે આહારમાંથી સાધુને આપે તો તે આહાર લેવો ન કલ્પે. [૨૧૯-૨૩૨] શય્યાતરની- ૧- તેલ વેચવાની, . ૨. ગોળ ની, .. ૩ કરીયાણાના, ..૪ . કપડાંની, ૫. સુતરની. .. - રૂ અનેકપાસની, ૭ ગંધીયાણાની. ..(૮મીઠાઈની દુકાનો છે, તેમાં શય્યાતરનો ભાગ છે. તે દુકાને વેચાણ થાય છે તો તેમાંની કોઈપણ વસ્તુ આપે તો તે સાધુને લેવી ન કહ્યું, .. પણ જો આ દુકાનોમાં શય્યાતરનો ભાગ ન હોય, તે દુકાને વેચાણ થતું હોય તેમાંથી કોઈ સાધુને આપે તો લેવું કલપે. [૨૩૩-૨૩૬] બીજાની અન-આદિ રસોઈમાં શય્યાતરનો ભાગ હોય, વખારમાં પડેલા આંબા માં તેનો ભાગ હોય તો તેમાંથી અપાયેલ આહાર આદિ સાધુને ન કહ્યું, .. શય્યાતરનો ભાગ ન હોય તો કહ્યું. [૨૩૭સાત દિવસની સાત પડિમા રૂપ તપશ્ચયના ૪૯ રાત્રિ દિવસ થાય પહેલા સાત દિવસ અન્ન-પાણીની એક દત્તિ- બીજા સાત દિવસે બે-બે દત્તિ- યાવતુ સાતમા સાત દિવસે સાત-સાત દત્તિ ગણતા કુલ ૧૯૬ દત્તિ થાય એ તપ જે રીતે સૂત્રમાં કહઠ્યો છે, જેવો માર્ગ છે, જેવું સત્ય અનુષ્ઠાન છે. તેવું સમ્યક પ્રકારે કાયા એ સ્પર્શ કરવા દ્વારા, નિરતિચાર, પાર પહોંચાડેલ, કીર્તન કરેલ એ રીતે સાધુ આજ્ઞાને પાળનાર હોય. [૨૩૮-૨૪૦] ઉપર કહ્યું તે રીતે ) આઠ દિવસ ની આઠ પડિકારૂપ તપ કહેલ છે. પહેલાં આઠ દિવસ અન્ન પાણીની એક એક દતી એ રીતે આઠમી પડિમાઆઠ દિવસની આઠ દત્તી ગણના કુલ ૬૪ રાત્રિ દિવસે ૨૮૮ દત્તીએ. તપપૂર્ણ થાય, .. એ જ રીતે નવ દિવસની નવ પડિમા - ૮૧ રાત્રિ દિવસ અને કુલ દત્તી ૪૦૫, દશ દિવસ ની દશ પડિમા- ૧૦૦ દિવસ અને કુલ દત્તી-પપ૦ એ રીતે આઠમી-નવમી-દશમી પ્રતિમાનું સૂત્ર-કલ્પ-માર્ગ- યથાતથ્યપણે સમ્યક રીતે કાયા દ્વારા સ્પર્શ- પાલન-શુદ્ધિ-તરણકર્તન-આજ્ઞાથી અનુપાલન થાય છે. [૨૪૧]બે પ્રતિમા કહી છે તે આ પ્રમાણે- નાની પેશાબ પ્રતિમા અને મોટી પેશાબ પ્રતિમા. [૨૪રી નાની પેશાબ પ્રતિમા વહેનાર સાધુને પહેલા શરદ કાળે (માગસર' માસે ) અને છેલ્લા ઉષ્ણ કાળે (અષાડમાસે) ગામ બહાર .... યાવત્ ... સન્નિવેશ, વન, વનદુર્ગ, પર્વત, પર્વતદુર્ગમાં આ પ્રતિમા ધારણ કરવી કહ્યું ભોજન કરીને પ્રતિમા ગ્રહણ કરે તો ૧૪ ભક્ત પુરી થાય એટલે છ ઉપવાસ પછી પારણું કરે, જમ્યા વિના પડિમા વહેતા ૧૬ ભક્ત એટલે કે સાત ઉપવાસે પુરી થાય. આ પ્રતિમા વહેતા દિવસે જેટલો પેશાબ આવે તે દિવસે પી જાય. રાત્રે આવે તે ન પીએ. અથતુ જો તે પેશાબ જીવ-વીર્ય-ચીકાશ-૨જ સહિત હોય તો પરઠવે અને જીવ-વીર્ય-ચીકાશ કે રજ રહિત હોય તો પીએ. એ રીતે જે-જે પેશાબ થોડા કે વધુ પ્રમાણમાં આવે તે પીએ. આ નાની. પેશાબ પ્રતિમા કહી જે સૂત્રમાં કહયાનુસાર ..યાવતુ...પાલન કરતા સાધુ વિચરે. [૨૪૩]મોટી પેશાબ પ્રતિમા (અભિગ્રહ) સ્વીકારનાર સાધુને ઉપર કહયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy