SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ બુહપ્પો -૪/૧૩૭ નાવ દ્વારા પાર કરવી સાધુ-સાધ્વીને ન કહ્યું, .. કદાચ જો એવી જાણ થાય કે કુણાલા નગરી ની નજીકની ઐરાવતી નદી એકપગ પાણીમાં અને એક પગ ભૂમિ ઉપર રાખી પાર થઈ શકે છે તો એક મહિનામાં બે કે ત્રણ વખત પણ પાર કરવી કહ્યું પણ જો તે શકય ન બને તો એક મહિનામાં બે કે ત્રણ વખત ઉતરવી કે નાવમાં પાર કરવી ન કલ્પ. [૧૩૯-૧૪૨]જે ઉપાશ્રય સુકું ઘાસ અને ઘાસનાઢગ, ચોખા વગેરેનું ભૂસું અને તેના ઢગલા પાંચ વર્ષીય લીલ-ફૂલ, અંડ, બીજ, કાદવ, કરોડીયાના જાળા થી રહિત હોય પણ તે ઉપાશ્રયની છતની ઊંચાઈ કાનથી નીચી હોય તો તેવા ઉપાશ્રયમાં સાધુ-સાધ્વીને શીયાળા- ઉનાળામાં રહેવું ન કલ્પે. .. પણ કાનથી ઊંચી છત હોય તો કલ્પ.. જો ઉભેલી વ્યક્તિ સીધા બે હાથ ઊંચા કરે ત્યારે તે હાથની ઊંચાઈ કરતા છતા નીચી હોય તો તે ઉપાશ્રયમાં ચોમાસુ રહેવું ન કહ્યું, . જો છત ઊંચી હોય તો કહ્યું. ચોથા ઉદેસાની મુનિ દીપરત્નસાગરે કરેલ “ગુર્જર-છાયા' પૂર્ણ ઉસો-પ) [૧૪૩-૧૪]કોઈ દેવ કે,. દેવી સ્ત્રી રૂપ વિકુર્તીને સાધુને અને,.. કોઈ દેવીકે, એ દેવ પુરષરૂપ વિકર્વીને સાધ્વીને- આલિંગન કરે અને તે સાધુ કે સાધ્વી એ સ્પર્શનું અનુમોદન કરે તો મૈથુન સેવન ના દોષ નો ભાગી થાય છે. અને અનુદ્યાતિક ચાતુમિિસક પરિહાર સ્થાન પ્રાયશ્ચિત્ ને પાત્ર બને છે. [૧૪૭જે કોઈ સાધુ કલહ કરે અને તે કલહને ઉપશાંત કર્યા સિવાય બીજા ગણમાં સંમિલિત થઈને રહેવા ઈચ્છે તો તેને પાંચ અહોરાત્ર નો પર્યાય છેદ કરવો કહ્યું અને તે ભિક્ષુને સર્વથા શાંત-પ્રશાંત કરીને પુનઃ તે જ ગણમાં પાછો મોકલવો ઉચિત છે. અથવા ગણની સંમતિ મુજબ કરવું ઉચિત છે. [૧૪૮-૧પ૧] જે સાધુ સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલા ભિક્ષાકરવાની પ્રતિજ્ઞા વાળા હોય તે સમર્થ-સ્વસ્થ અને રોજ પ્રતિપૂર્ણ આહાર કરતા હોય. .. કે અસમર્થ અસ્વસ્થ અને રોજ પ્રતિપૂર્ણ આહાર ન કરતા હોય તેવા બંનેને સૂર્યોદય સૂર્યાસ્ત થયા કે નહીં તેવી શંકા હોય, .. કે ખાતરી હોય તો પણ સૂર્યોદય પૂર્વે કે સૂર્યાસ્ત પછી જે આહાર મોઢામાં- હાથમાં કે પાત્રમાં હોય તે પરઠવી દે તથા મુખ આદિની શુદ્ધિ કરી લે તો જિનાજ્ઞાનું અતિક્રમણ થતું નથી. પણ જો તે આહાર પોતે કરે કે બીજા સાધુને આપે તો તેને રાત્રિ ભોજન સેવનનો દોષ અને , અનુદ્દદ્યાતિક ચાતુમસિક પરિહાર સ્થાન પ્રાયશ્ચિત આવે. [૧૫૨ ને કોઈ સાધુ-સાધ્વીને રાત્રિના કે સંધ્યા સમયે પાણી અને ભોજન સહિત ઉછાળો આવે. તો તેને થુંકી દઈને વસ્ત્રાદિથી મોટું સાફ કરી લે તો જિનાજ્ઞાઉલ્લંઘન થતું નથી. પણ જો તે ઉછાળો કે ઉદ્ગાલ ને ગળી જાય તો રાત્રિ ભોજન સેવનનો દોષ લાગે અને અનુઘાતિક-ચાતુમાસિક પરિહાર સ્થાન પ્રાયશ્ચિતુ ને પાત્ર બને. [૧૫૩-૧૫૪] કોઈ સાધુ-સાધ્વી આહારને માટે ગૃહસ્થના ઘેર પ્રવેશ કરે અને પાત્રમાં બે ઈન્દ્રિયાદિ જીવ કે સચિત રજ પડેલી જુએ તો જ્યાં સુધી તેને કાઢવાનું કે શોધન કરવાનું સંભવ હોય તો કાઢે કે શોધન કરે, જો કાઢવું કે શોધન કરવું સંભવ ન હોય તો તે આહાર પોતે ખાય નહીં, બીજાને આપે નહીં પણ કોઈ એકાંત અચિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy