SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદેસો-પ, સૂત્ર–૧૫૪ " ૧૫૯ પૃથ્વી નું પડિલેહણ કે પ્રમાર્જન કરી ત્યાં પરઠવી દે, .. એ જ રીતે પાત્રમાં ઉષ્ણ આહાર હોય અને તેના ઉપર પાણી, પાણીના કણ કે બિંદુ પડે તો તે આહારનો ઉપભોગ કરે પણ પૂર્વ-ગૃહીત આહાર ઠંડો હોય અને તેના ઉપર પાણી, પાણીના કણ કે બિંદુ પડે તો તે આહાર સ્વયં ખાય નહીં કે બીજાને આપે નહીં પણ એકાંત અચિત્ત પૃથ્વીનું પડિલેહણ પ્રમાર્જન કરી ત્યાં પરઠવી દે. [૧૫૫-૧૫૬કોઈ સાધ્વી રાત્રે કે સધ્યા સમયે મળ-મૂત્રનો પરિત્યાગ કરે કે શુદ્ધિ કરે તે સમયે કોઈ પશુ કે પક્ષ દ્વારા સાધ્વીની કોઈ એક ઈન્દ્રિયનો સ્પર્શ થઈ જાય, . કે સાધ્વીના કોઈ છિદ્રમાં પ્રવેશી જાય અને તે સ્પર્શ કે પ્રવેશ સુખદ છે (આનંદ આપનારો છે તેવી પ્રશંસા કરે તો તેને હસ્તકર્મનો દોષ લાગે અને તે અનુદ્ધાતિક માસિક પ્રાયશ્ચિતુ ને પાત્ર બને છે. [૧૫૭-૧૬૧]સાધ્વીને એકલા-1- રહેવું, -૨- આહાર માટે ગૃહસ્થના ઘરે આવવું-જવું, ... -૩ મળ-મૂત્ર ત્યાજય કે સ્વાધ્યાય ભૂમિ જવું આવવું .. -૪-એક ગામથી બીજે ગામ વિચરણ કરવું, -- પ- વર્ષાવાસ (ચોમાસું) રહેવું ન કલ્પે. [૧૬૨-૧૬૪] સાધ્વીને નગ્ન થવું, પાત્ર રહિત (કર-પાત્રી) હોવું, વસ્ત્રરહિત થઈ કાયોત્સર્ગ કરવો ન કહ્યું. [૧૬પ-૧૬૬]સાધ્વી ની ગામ.... યાવતું ....સંનિવેશની બહાર હાથઊંચા કરી, સૂરજ સામે મુખ રાખી, એક પગે ઉભા રહી આતાપના લેવી ને કહ્યું પણ ઉપાશ્રયમાં કપડા પહેરેલી સ્થિતિમાં બંને હાથ લાંબા કરી, પગ સમતોલ રાખી ઉભા થઈ આતાપના લેવી કહ્યું. [૧૭-૧૭૮]સાધ્વીને આટલી બાબત ન કહ્યું - ૧- લાંબો સમય કાયોત્સર્ગમાં ઉભું રહેવું, ૨- ભિક્ષપ્રતિમા ધારણ કરવી,- ૩- ઉત્કટુક આસને બેસવું ૪- બંને પગ પાછળના ભાગને સ્પર્શે, ગાયની જેમ, બંને પાછળના ભાગના ટેકે બેસી એક પગ હાથીની સૂંઢ ની જેમ ઉંચો કરીને, પદ્માસન, અર્ધપવાસને એ પાંચ પ્રકારે બેસવું, પ-વીરાસને બેસવું - દંડાસને રહેવું. -૬-લંગડાસને રહેવું. ૭- અધોમુખી થઈ રહેવું. - ૮- ઉત્તરાસને રહેવું. - ૯- આમ્રકુંજિકાસને રહેવું - ૯- એક પડખે સુવાનો અભિંગ્રહ કરવો, ૧૦- ગુપ્તાંગ ઢાંકવા માટેની ચાર આંગળ પહોળી પટ્ટી જેને “આકુંચન પટ્ટક” કહે છે તે રાખવો કે પહેરવો (આ દશ બાબત સાધ્વીને ન કલ્પે.) | [૧૯]સાધુઓને આકુંચન પટ્ટક રાખવો કે પહેરવો કલ્પ. [૧૮૦-૧૮૧]સાધ્વી ને “સાવશ્રય” આસને ઉભવું કે બેસવું ન કહ્યું પણ સાધુને કહ્યું (સાવશ્રય એટલે જેની પાછળ ટેકો લેવા માટે લાકડા આદિનો તકિયો લાગેલો હોય એવી ખુરશી વગેરે) [૧૮૨-૧૮૩સાધ્વીને સવિષાણપીઠ (બેસવાની પાટ, ચોકી વગેરે) કે ફલક ઉપર ઉભવું- બેસવું ન કહ્યું, . સાધુને કહ્યું. [૧૮૪-૧૮૫]સાધ્વીને ગોળ નાળચા વાળું તુંબડું રાખવું કે ઉપયોગ કરવો ન કલ્પ સાધુને કહ્યું. [૧૮૬-૧૮૭]સાધ્વીને ગોળ (દાંડીની) પાત્ર કેસરિકા (પાત્રા પુંજવાની પંજણી) રાખવી કે ઉપયોગ કરવો ન કહ્યું,.. સાધુને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy