SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્દેશો-૪, સૂત્ર–૧૨૮ ૧૫૭ [૧૨૮-૧૩૦જો કોઈ સાધુ.. ગણાવચ્છેદક,.. આચાર્ય કે ઉપાધ્યાય પોતાના ગણમાંથી નીકળીને બીજા ગણ સાથે માંડલી વ્યવહાર કરવા ઈચ્છે તો જે પદસ્થાને હોય તો પોતાના પદનો ત્યાગ કરવો તેમજ બધાંઆચાર્ય યાવતુ ગણાવચ્છેદનની આજ્ઞા લીધા સિવાય ન કહ્યું જો આજ્ઞા માંગે અને આચાયદિ દ્વારા તેમને આજ્ઞા મળે તો અન્ય ગણ સાથે માંડલી વ્યવહાર કરવો કલ્પે, જો આજ્ઞા ન મળેતો ન કહ્યુંઅન્ય ગણમાં ઉત્કૃષ્ટ ધાર્મિક શિક્ષાદિ પ્રાપ્ત ન થતા હોય તો ન કહ્યું [૧૩૧-૧૩૩]જો કોઈ સાધુ, . ગણાવચ્છેદક, આચાર્ય કે ઉપાધ્યાય બીજા ગણના આચાર્ય કે ઉપાધ્યાય નો ગુરુ ભાવથી સ્વીકાર કરવા ઈચ્છે તો જે પદસ્થ છે તેઓએ પોતાના પદનો ત્યાગ કરવો અને ભિક્ષઆદિ સર્વેએ આચાર્ય યાવતુ ગણા “વચ્છેદક ની આજ્ઞા લેવી જોઈએ. જે આજ્ઞા માંગે પણ આજ્ઞા ન મળે તો અન્ય આચાર્ય ઉપાધ્યાય નો ગુરુ ભાવે સ્વીકાર કરવો ન કલ્પે. જો આજ્ઞા આપે તો કહ્યું. સ્વગણના આચાર્ય-ઉપાધ્યાયને કારણ જણાવ્યા સિવાય અન્ય આચાર્યઉપાધ્યાયનો ગુરુભાવે સ્વીકાર કરવો ન કહ્યું પરંતુ કારણ બતાવીને કહ્યું. [૧૩૪]ો કોઈ સાધુ રાત્રે કે વિકાલ-સંધ્યા સમયે મૃત્યુ પામે તો તે મૃત ભિક્ષના શરીરને કોઈ વૈયાવચ્ચ કરનાર સાધુ એકાંતમાં સર્વથા અચિત્ત પ્રદેશે પરઠવવા ઈચ્છે ત્યારે જો ત્યાં ઉપયોગમાં આવી શકે તેવું ગૃહસ્થનું અચિત્ત ઉપકરણ હોય તો તે ઉપકરણ ગૃહસ્થનું જ છે તેમ માનીને ગ્રહણ કરે. તેના વડે તે મૃત ભિક્ષુના શરીરને એકાંતમાં સર્વથા અચિત્ત પ્રદેશ માં પરઠવે. ત્યાર પછી તે ઉપકરણને યથાસ્થાને રાખી દેવું. [૧૩૫]ો કોઈ સાધુ કલહ કરીને તે કલહને ઉપશાંત ન કરે તો તેને ગૃહસ્થોના ઘરોમાં ભક્ત-પાન ને માટે પ્રવેશ- નિષ્ક્રમણ કરવા, સ્વાધ્યાય ભૂમિ કે મળ-મૂત્ર ત્યાગ ભૂમિમાં પ્રવેશ કરવો, એક ગામથી બીજે ગામ જવું, એક ગણથી બીજા ગણમાં જવું. વર્ષાવાસ (ચોમાસું) રહેવું ન કલ્પે જ્યાં તે પોતાના બહુશ્રુત કે બહુ આગમજ્ઞ આચાર્ય કે ઉપાધ્યાયને જુએ ત્યાં તેની પાસે આલોચના-પ્રતિક્રમણ- નિંદા- ગહ કરે, પાપથી નિવૃત્ત થાય, પાપ ફળથી શુદ્ધ થાય, પુનઃ પાપકર્મ ન કરવા પ્રતિજ્ઞાબદ્ધ થાય, યથાયોગ્ય તપકર્મ પ્રાયશ્ચિત્ સ્વીકાર કરે, જો કે તે પ્રાયશ્ચિત્ શ્રુતાનુસાર દેવાયું હોય તો તેને ગ્રહણ કરવું પણ શ્રુતાનુસાર ન દેવાયુ હોય તો ગ્રહણ ન કરવું. જે તે કલહ કરનારો શ્રુતાનુસાર પ્રસ્થાપિત પ્રાયશ્ચિતુ ન સ્વીકારે તો તેને ગણની બહાર કાઢી મુકવા. [૧૩]જે દિવસે પરિહારતા સ્વીકાર કરેલ હોય તે દિવસ પરિવાર કલ્પમાં રહેલ ભિક્ષુ ને એક ઘરેથી વિપુલ સુપાચ્ય આહાર અપાવવો આચાર્ય- ઉપાધ્યાયને કહ્યું ત્યાર પછી તેને અશનઆદિ આહાર એક વખત કે વારંવાર દેવો ન કો. પણ તેને ઉભો કરવો. બેસાડવો, પડખાં બદલવા, તેના મળ-મૂત્ર- બળખાં પરઠવવા, મળમૂત્રાદિ લિપ્ત ઉપકરણોને શુદ્ધ કરવા વગેરેમાંથી કોઈપણ એક પ્રકારની વૈયાવચ્ચ કરવી કલ્પે. જો આચાર્ય-ઉપાધ્યાય એવું જાણે કે આ ગ્લાન, ભુખ્યા, તરસ્યા તપસ્વી દુબળા અને થાકેલા થઈને ગમનાગમન રહિત માર્ગમાં મૂર્ષિત થઈને પડી જશે તો તેને અશનઆદિ આહાર એકવાર કે વારંવાર આપવા કહ્યું. [૧૩૩-૧૩૮]ગંગા, જમુના, સરયુ, કોશિકા, મહી આ પાંચ મહાનદીઓ સમુદ ગામિની છે, મુખ્ય છે, પ્રસિદ્ધ છે આ નદીઓ એક મહિનામાં એક કે બે વખત ઉતરવી કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy