SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ બુહતુષ્પો – ૧૪૮ [૪૮-૪૯]રાત્રે કે સંધ્યા સમયે ચંડિલ કે સ્વાધ્યાય ભૂમિ જવા માટે ઉપાશ્રયની બહાર જવું- આવવું એકલા સાધુ કે સાધ્વી ને ન કહ્યું. સાધુને એક કે બે સાધુ સાથે અને સાધ્વીને એક-બે ત્રણ સાધ્વી સાથે હોયતો બહાર જવું કહ્યું. [૫૦] સાધુ- સાધ્વીઓને પૂર્વમાં અંગ-મગધ, દક્ષિણમાં કોસાંબી, પશ્ચિમમાં યૂણા, ઉત્તરમાં કુણાલ સુધી જવું કહ્યું આટલું જ આર્ય ક્ષેત્ર છે તેની બહાર જવું ન કલ્પે. જો જ્ઞાન-દર્શન ચારિત્ર વૃદ્ધિ ની સંભાવના હોય તો જઈ શકે તે પ્રમાણે હું તમને કહું છું) ઉદેસા-૧ ની મુનિદીપરત્ન સાગરે કરેલ ગુર્જર-છાયા પૂર્ણ (ઉદેસી-૨ પિ૧-૫૩ ઉપાશ્રય ની ફરતે કે આંગણામાં ચોખા, ઘઉં, મગ, અડદ, તલ, કળથી, જવ કે જુવાર ના અલગ અલગ ઢગલા હોય તે ઢગલાં પરસ્પર સંબંધિત હોય, બધાં ધાન્ય એકઠા હોય કે છુટાં પડેલા હોય તો જઘન્ય થી ભીના હાથની રેખા સૂકાય અને ઉત્કૃષ્ટ થી પાંચદિવસ જેટલો કાળ પણ સાધુ-સાધ્વી ને ત્યાં રહેવું ન કહ્યું, . . પણ જો એમ જાણે કે ચોખા વગેરે છૂટા-ફેલાયેલા અલગ ઢગલામાં કે પરસ્પર મળેલા નથી પણ ઢગલા કે પુંજ રૂપે ભિન્ન ના સહારે- કંડીમાં રાખ આદિથી ચિલ કરાયેલ, છાણથી લિંપિત, ઢાંકેલા છે તો શિયાળા-ઉનાળામાં રહેવું કહ્યું, .. જો એમ જાણે રાશિ-પંજ આદિ રૂપે નહીં પણ કોઠા કે પાણીમાં ભરેલા, માંચડા કે માળા ઉપર સુરક્ષિત, માટી કે છાણથી લેપેલ, વાંસણથી ઢાંકેલ, ચિલ કરેલ કે મુહબંધ કરાયેલ હોય તો સાધુ-સાધ્વી ને વષવિાસ રહેવું પણ કહ્યું. [૫૪-૫૭ ઉપાશ્રયના આંગણામાં મદિરા કે મધના ભરેલા ઘડા રાખેલા હોય, .. અચિત્ત એવા ઠંડા કે ગરમ પાણીના ઘડા ભરેલા હોય ત્યાં .. ત્યાં આખીરાત્રિ અગ્નિબળતો હોય કે દીવો સળગતો હોય તો ભીના હાથની રેખા સુકાય તેટલો કાળ રહેવું કલ્પ નહીં કદાચ ગવેષણા કરવા છતાં બીજું સ્થાન ન મળે તો એક કે બે રાત્રિ રહેવું કહ્યું પણ જો વધુ રહે તો જેટલા રાત-દિવસ વધુ રહે તે તેટલું છેદ કે પરિહાર પ્રાયશ્ચિતુ આવે. [૫૮-૬] ઉપાશ્રયના આંગણામાં માવો, દુધ, દહીં માખણ, ઘી, તેલ, ગોળ, માલપૂઆ, લાડું, પૂરી, શ્રીખંડ, શિખરણ રખાયેલા-ફેલાયેલા-ઢગલા રૂપે કે છુટા છવાયા પડેલા હોયતો સાધુ-સાધ્વીઓને ત્યાં હાથના પર્વની રેખા સુકાય તેટલો કાળ પણ રહેવું ન કહ્યું. પરંતુ જો વ્યવસ્થિત ઢગરૂપે, ભિત્ત ની તરફ, કુંડી બનાવીને, ચિલ કે અંકિત કરીને અથવા ઢંકાયેલા હોયતો શિયાળા- ઉનાળામાં રહેવું કહ્યું. જો ઢગ કે પંજ આદિ સ્વરૂપે નહીં પણ કોઠા કે પલ્યમાં ભરેલા, માંચડા કે માળા ઉપર સુરક્ષિત, કોડી કે બોઘેણામાં રાખેલા, જેના મોઢા માટી કે છાણથી લિપ્ત હોય, વાંસણથી ઢાંકેલા હોય, ચિલ કે મોહર મારેલી હોય તો ત્યાં વષવાસ કરવો પણ કહ્યું. [૬૧-૬૨]આગમન ગૃહ, ચારે તરફના ખુલ્લા ઘર, છાપરા કે વૃક્ષ કે અલ્પઆવૃત્ત આકાશ નીચે સાધ્વીઓને રહેવું ન કલ્પ, અપવાદે સાધુને કહ્યું. [૩]જે ઉપાશ્રયનો સ્વામી એક જ હોય તે એક સાગારિક પારિવારિક અને જ્યાં બે-ત્રણ-ચાર પાંચ સ્વામી હોય તો તે બધા સાગારિક પારિવારિક છે. (જો વધારે સાગારિક હોયતો) ત્યાં એકને કલ્પાક- સાગરિક તરીકે સ્થાપી તેને પારિવારિક માની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy