SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદેસો-૧, સૂત્ર-૨૬ ૧૫૧ [૨-૨૯] સાધુઓને સ્ત્રી સાગારિક ઉપાશ્રયમાં રહેવું ન કલ્પ... સાધ્વીઓને કલ્પ... સાધુઓને પુરુષ સાગારિક ઉપાશ્રયમાં રહેવું કો... સાંપ્નીઓને ન કહ્યું. ૩િ૦૩૧સાધુઓને પ્રતિબદ્ધ વસતિમાં રહેવું ન કહ્યું.. સાધ્વીઓને કહ્યું. (ઉપાશ્રયની દિવાલ કે ઉપાશ્રયનો કોઈભાગ ગૃહસ્થના ઘર સાથે જોડાયેલો હોય તે પ્રતિબદ્ધ કહેવાય) [૩૨-૩૩] ઘરના મધ્યમાં થઈને જે ઉપાશ્રયમાં જવા-આવવા નો માર્ગ હોય તે ઉપાશ્રયમાં સાધુને રહેવું ન કહ્યું, ..સાધ્વીને રહેવું કલ્ય. [૩૪]સાધુ-સાધ્વી કોઈની સાથે કલહ થયા પછી ક્ષમા યાચના કરી કલહને ઉપશાંત કરે, પ્રાયશ્ચિત્ આદિ દ્વારા ફરી કલહ ન કરવા પ્રતિબદ્ધ થઈ સ્વયં પણ ઉપશાંત થઈ જાય ત્યાર બાદ જેની સાથે ક્ષમાયાચના કરી હોય તેની ઈચ્છા હોયતો આદર-સન્માન-વંદન-સહવાસ-ઉપશમન કરે અને ઈચ્છાન હોય તો આદર વગેરે ન કરે, જે ઉપસમે છે તેને આરાધના છે, જે ઉપશકો નથી તેને આરાધના નથી, હે ભગવન્! એમ કેમ કહયું? શ્રમણ જીવનમાં ઉપશમ એ જ સાર છે. [૩પ-૩] સાધુ-સાધ્વીઓને ચોમાસામાં વિહાર કરવો ન કહ્યું, . શીયાળાઉનાળામાં વિહાર કરવો કલ્પ. [૩૭]સાધુ-સાધ્વીઓને વિરુદ્ધ-અરાજક કે વિરોધી રાજયમાં જલ્દી કે વારંવાર આવવું-જવું કે આવાગમન ન કલ્પે. જે સાધુ સાધ્વી આ પ્રમાણે કરે-કરાવે કે કરનારની અનુમોદના કરે તે તીર્થંકર અને રાજા બંનેની આજ્ઞાનું અતિક્રમણ કરે છે અને અનુદ્ધાતિક ચાતુમસિક પરિહાહસ્થાન પ્રાયશ્ચિતું ને પાત્ર થાય છે. - વૈજ્જ શબ્દના અર્થ અનેક છે, પેઢી દરપેઢીથી ચાલતું વેર, બે રાજ્યો વચ્ચે વેર હોય, જ્યાં બાજુના રાજ્યના ગામ-આદિ સળગાવતો રાજા હોય, જેના મંત્રી સેનાપતિ રાજા વિરુદ્ધ હોય વગેરે [૩૮-૩૯]ગૃહસ્થના ઘરમાં આહારને માટે પ્રવેશેલ કે વિચાર (ઈંડિલ) ભૂમિ કે સ્વાધ્યાભૂમિજવા બહાર સાધુને નીકળતા કોઈ વસ્ત્ર, પાત્ર કંબલ કે રજોહરણ માટે પૂછે ત્યારે વસ્ત્રાદિને આગાર સાથે ગ્રહણ કરે, લાવેલ વસ્ત્રાદિ ને આચાર્યના ચરણમાં રાખી બીજી વખત આજ્ઞા લઈ પોતાની પાસે રાખવાનું કે તેનો ઉપયોગ કરવાનું કહ્યું. ૪િ૦-૪૧] ગૃહસ્થના ઘરમાં આહાર માટે ગયેલ કે વિચાર (સ્થડિલ) ભૂમિ કે સ્વાધ્યાય ભૂમિ જવા બહાર નીકળેલા સાધ્વીને કોઈ વસ્ત્ર આદિ ગ્રહણ કરવા માટે પૂછે તો આગારરાખી વસ્ત્રાદિ ગ્રહણ કરે, લાવેલ વસ્ત્રાદિને પ્રવર્તિનીના ચરણોમાં રાખી પુનઃ આજ્ઞા લઈ તેને પોતાની પાસે રાખવાનું કે ઉપયોગ કરવાનું કહ્યું છે. [૪૨-૪૭] સાધુ-સાધ્વીઓને રાત્રે કે વિકાલે (સંધ્યાકાળે) -૧. પૂર્વપ્રતિલેખિત શપ્યા-સંસ્મારક ને છોડીને અશન, પાન, ખાદિમ, સ્વાદિમ લેવું ન કલ્પ, . એ જ રીતે -૨-ચોરીને કે છીનવીને લઈ ગયેલ વસ્ત્ર ઉપયોગ કરીને, ધોઈને, રંગીને, વસ્ત્ર પરના ચિહ્નો મીટાવીને, ફેરફાર કરીને કે સુવાસિત કરીને પણ કોઈ પાછું આપી જાય તો તેવા આહત ચાહત વસ્ત્ર સિવાય ના વસ્ત્ર, પાત્ર, કંબલ કે રજોહરણ ગ્રહણ કરવું ન કહ્યું, -૩- માર્ગગમન કરવું ન કહ્યું, ૪- સંખડિમાં જવાનું કે સંખડિ (મોટો જમણવાર) ને માટે અન્યત્ર જવાનું ન કલ્પે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy