SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ બુહકષ્પો – ૧/૯ મહિના ગામ બહાર એમ ચાર મહિના પણ રહેવું કહ્યું માત્ર એટલું કે ગામ આદિની અંદર વસે ત્યારે ગામની ભિક્ષા અને બહાર રહે ત્યારે બહારની ભિક્ષા લેવી કહ્યું. [૧૦-૧૧] ગામ...યાવતું.....રાજધાની માં જે સ્થાને એકવાડ, એકદ્વાર એક પ્રવેશ-નિર્ગમન સ્થાન હોય ત્યાં સમકાલે સાધુસાધ્વીને સાથે રહેવું ન કહ્યું પણ અનેકવાડ, અનેક દ્વાર, અનેક પ્રવેશ-નિર્ગમન સ્થાન હોયતો રહેવું કહ્યું. વગડો એટલે વાડ, કોટ, પ્રાકાર એવો અર્થ થાય છે. ગામ કે ઘરની સુરક્ષા માટે તેની ચારે તરફ ફરતી દિવાલ, વાડ આદિ બનાવેલા હોય . દ્વાર એટલે પ્રવેશ કરવાનો કે નીકળવાનો માર્ગ - પ્રવેશ નિર્ગમન એટલે આવવા- જવાની ક્રિયા. સ્પંડિલ ભૂમિ, ભિક્ષાચ કે સ્વાધ્યાય વગેરે માટે આવતા-જતા વારંવાર સાધુ-સાધ્વીના મિલન થી એક બીજા સાથે સંસર્ગ વધે, રાગભાવની વૃદ્ધિ થાય. સંયમની હાનિ થાય, લોકોમાં સંશય થાય. [૧૨-૧૩]હાટ કે બજાર, ગલી કે મોહલ્લાનો મોઢાનો ભાગ, ત્રણ ગલિ કે રસ્તા ભેગા થતા હોય તેવું ત્રિક સ્થાન, ચાર માર્ગો ના સમાગમ વાળો ચૌરાહો, છે રસ્તા ના મિલનવાળું ચત્ર સ્થાન, વસતિની એક કે બંને તરફ બજાર હોય તેવું સ્થાન, ત્યાં સાધ્વીને રહેવું ન કહ્યું, . સાધુને રહેવું કહ્યું. (આ સ્થાનોમાં સાધ્વીના બ્રહ્મચર્યભંગનો સંભવ છે માટે ન કલ્પ) [૧૪-૧૫ બારણા વગરના ખુલ્લા દ્વાર વાળા ઉપાશ્રયમાં સાધ્વીને રહેવું ન કહ્યું, ” સાધુને રહેવું કહ્યું, .. ખુલ્લા દ્વાર વાળા ઉપાશ્રયમાં એક પડદો બહારબાંધી, એક પડદો અંદર બાંધી, અંદરની બીજુ દોરાવાળું કે છિદ્રવાળું કપડું બાંધી ને સાધ્વીને રહેવું કહ્યું. (બહાર આવતા-જતા તરુણ પુરુષો, બારાત વગેરે જોઈને સાધ્વીના ચિત્તની ચંચળતા થવી. સંભવે છે. માટે ન કલ્પ) . [૧૬-૧૭ સાધ્વીઓને અંદરની બાજુ લેપ વાળું ઘટીમાત્રક (માતૃકરવા માટેનું પાત્ર) રાખવું અને ઉપયોગ કરવો કહ્યું પણ સાધુને ન કહ્યું. (સાધ્વી બંધ વસતિમાં હોય પરઠવવા માટે જરૂરી. સાધુને ખુલી વસતિમાં રહેવાનું હોય માત્રકની જરૂર ન પડે.) [૧૮] સાધુ-સાધ્વીઓને વસ્ત્રની બનેલી ચિલિમિલિકા (એક પ્રકારની મચ્છરદાની) રાખવી અને ઉપયોગ કરવી કહ્યું. [૧૯]સાધુ-સાધ્વીઓને જળાશયને કિનારે ઉભવું બેસવું, સુવું, નિદ્રા લેવીઊંઘવું, અશનાદિ આહાર ખાવા-પીવો મળ-મૂત્ર-શ્લેષ્મ- નાકના મેલ વગેરે નો ત્યાગ કરવો, સ્વાધ્યાય, ધર્મ-જાગરણ કરવું કે કાયોત્સર્ગ કરવો ન કલ્પે. [૨૦-૨૧]સાધુ સાધ્વીઓને સચિત્ર ઉપાશ્રયમાં રહેવું ન કલ્ય, .. ચિત્રરહિત ઉપાશ્રયમાં રહેવું કહ્યું. ચિત્રો રાગાદિ ઉત્પતિનું નિમિત્ત બની શકે છે.) [૨૨-૨૪]સાધ્વીને સાગારિકની નિશ્રાવગરના ઉપાશ્રયમાં રહેવું ન કલ્પે. .. પણ નિશ્રાવાળા ઉપાશ્રયમાં રહેવું કલ્પ.સાધુને બંને પ્રકારે રહેવું કલ્પ. (સાધુવર્ગ સશકત, દઢચિત્ત અને નિર્ભય હોય માટે કહ્યું). [૨૫] સાધુ-સાધ્વી ને સાગારિક ઉપાશ્રયમાં રહેવું ન કલ્પે, કારણે અલ્પ સાગરિક ઉપાશ્રયમાં રહેવું કહ્યું. (સાગારિક એટલે જ્યાં આગાર-ગૃહસંબંધિ વસ્તુચિત્ર, આદિ રહેલા હોય) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy