SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્દેસો—૯, સૂત્ર–૫૯૦ ૧૨૭ ન આચરે તેવું કોઈ કૃત્ય, અશ્લિલકૃત્ય, સાધુપુરુષને યોગ્ય નહીં તેવી કથા કહેઆમાનું કોઈ આચરણ પોતે કરે-કરાવે-અનુમોદે તો પ્રાયશ્ચિત્. [૫૯૧-૫૯૬] જે સાધુ-સાધ્વી રાજા વગેરેને બીજા રાજાદિ પર વિજય મેળવવા જતા હોય, - પાછા આવતા હોય - - નદી યાત્રાર્થે જતા પાછા આવતા હોય, - ગિરિયાત્રાર્થે જતા હોય, પાછા આવતા હોય તે સમયે અશન-પાન-સ્વાદિમ ગ્રહણ કરવા જાય- મોકલે કે જનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ [૫૭] જે સાધુ-સાધ્વી રાજા વગેરેના મહાઅભિષેક અવસરે ત્યાં પ્રવેશે કે બહારનીકળે, તેમ બીજા પાસે કરાવે, કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. [૫૯૮] રાજા, ગ્રામપતિ, શુદ્ધવંશીય, કુલ પરંપરાથી અભિષેક પામેલ (રાજા વગેરે) ની ચંપા, મથુરા, વાણારસી, સાવથી, સાકેત, કાંપિલ્ય, કૌશામ્બી, મિથિલા, હસ્તિનાપુર, રાજગૃહી એ દસ મોટી રાજ્યાની) કહેવાય છે. જ્યાં અભિષેક થાય છે તે રાજધાની કહેવાય છે- ગણાય છે. પ્રસિદ્ધ છે. ત્યાં એક મહિનામાં બે-ત્રણ વખત જે સાધુ સાધ્વી જાય કે ત્યાંથી બહાર નીકળે, બીજાને તેમ કરવા પ્રેરે કે તેમ કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ [૫૯૯-૬૦૭] જે સાધુ-સાધ્વી, રાજા વગેરેના અશન આદિ આહાર કે જે બીજાના નિમિત્તે જેમકે- ક્ષત્રિય, રાજા, ખંડીયારાજા, રાજસેવક, રાજવંશજ માટે કરાયેલા હોય તે ગ્રહણ કરે, (એ જ રીતે) રાજા વગેરેના, નર્તક, કચ્છુક (રજ્જુનર્તક), જલનર્તક, મલ્લ, ભાંડ, કથાકાર, કુદક, યશોગાથક, ખેલક, છત્રધારક,અશ્વ, હસ્તિ, પાડા, બળદ, સિંહ, વાઘ, બકરા, મૃગ, કુતરા, શુકર, સૂવર, ચકલા, કુકડા, વાંદરા, તિતર, વર્તક, લાવક, ચીલ્લ, હંસ, મોર, પોપટ (વગેરે) ને પોષવા માટે બનાવેલ, અશ્વ કે હસ્તિમર્દક, અશ્વ કે હસ્તિના પરિમાર્જક, અશ્વ કે હસ્તિ આરોહક, સચિવાદિ, પગચંપીકરનાર, માલીશકર્તા, ઉદ્ઘતંક, માર્જનકર્તા, મંડક, છત્ર ધારક, ચામર ધારક, આભરણ ભાંડના ધારક, મંજુષાધારક, દીપિકાધારક, ધનુર્ધારક, શસ્ત્રધારક, ભાલાધારક, અંકુશધારક,- - ખસી કરાયેલ અન્તઃપુરક્ષીક, દ્વારપાળ, ઇડરક્ષક, કુબ્જ, કિરાતિય, વામન, વક્રકાયી. બર્બર, બકુશિક, યાવનિક, પલ્પવિક, ઈસિનિક, લાસિક, લકુશિક, સિંહાલી, પુલિંદિ, મુરંડી, પકણી, ભિલ્લ, પારસી (સંક્ષેપમાં કહીએ તો કિરાત થી માંડિને પારસ દેશમાં ઉત્પન્ન થયેલા આ બધા રાજસેવક) = -- -ઉપર કહયા મુજબના કોઈપણ માટે તૈયાર કરાયેલ અશન-પાન-ખાદિમસ્વાદિમ ને કોઈ સાધુ-સાધ્વી ગ્રહણકરે- કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિત્. એ પ્રમાણે ઉદ્દેશા- ૯ માં કહયા મુજબનું કોઈપણ કૃત્ય કરે-કરાવે- કરતાને અનુમોદે તો “ચાતુર્માસિક પરિહારસ્થાન અનુાંતિક” પ્રાયશ્ચિત્ આવે. જેને ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ પણ કહે છે. નવમા ઉદ્દેશાની મુનિ દીપ રત્ન સાગરે કરેલ ગુર્જર-છાયાં પૂર્ણ ઉદ્દેશો-૧૦ ‘નિસીહ' સૂત્રના આ ઉદ્દેશામાં ૬૦૮ થી ૬૫૪ એ રીતે ૪૭ સૂત્રો છે. એમાંના www.jainelibrary.org Jain Education International -- For Private & Personal Use Only
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy