SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ F le ૩૦૨ પુલ્ફિયાણું - ૪૪૮ તૈયાર કરાવશે. વિગેરે યાવત્ પૂર્વભવમાં સુભદ્રાની જેમ યાવત્ તે સોમા આર્યા થશે. તે ઈસિમિતિવાળી યાવત ગુપ્ત બ્રહ્મચર્યા વાળી થશે. ત્યાર પછી સામાયિકાદિક અગ્યાર અંગ ભણશે. ભણીને ઘણા છઠ્ઠ, અઠ્ઠમ, દશમ, દ્વાદશમ વિગેરે તપવડે યાવતુ આત્માને ભાવતી ઘણા વર્ષો ચારિત્રપર્યાયને પાળશે. પાળીને એક માસની સંલેખનાવડે આલોચના અને પ્રતિક્રમણ કરીને સમાધિને પામી કાળસમયે કાળ કરીને શક્ર દેવેંદ્ર દેવરાજાના સામાનિક દેવપણે ઉત્પન્ન થશે.ત્યાં સોમ દેવની બે સાગરોપમની સ્થિતિકહી છે. ગૌતમ સ્વામી પૂછે છે-હે ભગવાન ! તે સોમ દેવ તે દેવલોકથી આયુષ્યના ક્ષયે યાવત્ ચવીને ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ ! તે સોમ દેવ મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમ થઈ ચારિત્ર ગ્રહણ કરી યાવત્ સંસારનો અંત કરશે. આ પ્રમાણે નિશ્ચે હે જંબુ ! શ્રમણ ભગવાનું યાવત્ સિદ્ધિ ગતિને પામેલ મહાવીર સ્વામીએ આ અર્થ કહ્યો છે.તે મેં તમને કહ્યો. અધ્યયનઃ ૪ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ અધ્યયન:૫- -પૂર્ણભદ્ર [૯] હે ભગવાન ! જો શ્રમણ ભગવાન મહાવીરસ્વામીએ ચોથા અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તો પાંચમા અધ્યયનનો શ્રમણ ભગવાન મહાવીરસ્વામીએ ક્યો અર્થ કહ્યો છે ? - આ પ્રમાણે નિશ્ચે હે જંબૂ ! તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતું. તેની બાર ગુણશીલ નામનું ચૈત્ય હતું. તે નગરમાં શ્રેણિક નામે રાજા હતા. એકદા શ્રીવર્ધ માનસ્વામી ગુણ શીલ ચૈત્યમાં સમવસર્યા તેમને વાંદવા માટે નગરમાંથી પર્ષદા નીકળી. તે કાળે તે સમયે પૂર્ણઊદ્ર નામનો દેવ સૌધર્મકલ્પ નામના પહેલા દેવલોકમાં પૂર્ણભદ્ર નામના વિમાનમાં સુધર્મા નામની સભામાં પૂર્ણભદ્ર નામના સિંહાસન ઉપર ચાર હજાર સામાનિક દેવોના પરિવારવાળો હતો. તે સૂભ દેવની જેમ યાવત ભગવાન પાસે બત્રીસ પ્રકારની નાટયવિધિને દેખાડીને જે દિશામાંથી પ્રગટ થયો હતો. તે જ દિશાએ પાછો ગયો. અહીં ગૌતમસ્વામીના પ્રશ્નથી ભગવાને કૂટાકારશાળાનું ર્દષ્ટાંત કહ્યું. ગૌતમસ્વામીએ પૂર્વભવ પૂછયો. શ્રીમહાવીરસ્વામી ઉત્તર આપે છે-આ પ્રમાણે નિશ્ચે હે ગૌતમ ! તે કાળે સમયે આ જ જંબુદ્રીપ નામના દ્વીપને વિષે ભરત નામના ક્ષેત્રને વિષે મણિવતી નામની નગરી છે. તે સમૃદ્ધિવાળી છે. તેની બહાર ચંદ્રોત્તરાયણ નામનું ચૈત્ય છે. તે મણિવતી નગરીમાં પૂર્ણભદ્ર નામનો ગાથાપતિ વસતો હતો. તે આઢય વિગેરે વિશેષણવાળો હતો. તે કાળે તે સમયે સ્થવિર ભગવાન જાતિ સંપન્ન યાવત્ જીવવાની આશા અને મરણના ભયથી રહિત, બહુશ્રુત અને બહુ પરિવાર વાળા અનુક્રમે વિચરતા સતા યાવત્ ત્યાં સમવસર્યા. તેમને વાંદવા માટે પર્ષદા નીકળી. ત્યારપછી તે પૂર્ણભદ્ર ગાથાપતિ આ કથાનો અર્થ પામ્યો હૃષ્ટ તુષ્ટ થઈ યાવત્ પ્રજ્ઞપ્તિમાં વર્ણવેલા ગંગદત્તની જેમ વાંદવા નીકળ્યો. યાવત્ દીક્ષા ગ્રહણ કરી. ત્યારપછી તે પૂર્ણ ભદ્ર અનગાર પૂજ્ય ગુરુની પાસે સામાયિ કાદિક અગ્યાર અંગ ભણ્યો. ભણીને ઘણા ચોથભક્ત, છઠ્ઠ, અઠ્ઠમ વિગેરે તપ કરી યાવત્ આત્માને ભાવી ઘણા વર્ષો તેણે ચારિત્રપર્યાય પાળ્યો. પાળીને એક માસની સંલે ખાવડે સાઠ ભક્તને અનશનવડે છેદીને આલોચના અને પ્રતિક્રમણ કરીને સમાધિને પામીને કાળ સમયે કાળ પામીને સૌધર્મકલ્પ નામના પહેલા દેવલોકમાં પૂર્ણભદ્ર નામના વિમાનમાં ઉપપાતસભામાં દેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy