SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭૬ નિરયાવલિયા- ૧૧૫ બંધ થઈને ચુપ રહેતો હતો. આ પ્રમાણે નિશે હે પુત્ર! શ્રેણીકરાજા તારા પર અત્યંત સ્નેહ અને અનુરાગવડે રક્ત હતા. ત્યારપછી તે કૂણીકરાજાએ ચેલણા દેવીની પાસે આ અર્થ સાંભળીને હૃદયમાં ધારીને ચેલણાદેવીને આ પ્રમાણે કહ્યું “હે માતા ! દેવ સમાન, ગુરુજન સમાન અને અત્યંત સ્નેહ અને અનુરાગવડે રક્ત એવા મારા પિતા શ્રેણીકરાજાને બેડીનું બંધન કરવાથી મેં ધણું દુષ્ટ કામ કર્યું છે, તેથી હું જાઉં છું અને હું પોતે જ શ્રેણીકરાજાની બેડીને છેદી નાંખે છે.” આ પ્રમાણે કહીને હાથમાં કુહાડો લઈને જ્યાં કેદખાનું હતું ત્યાં શીધ્ર જવા નીકળ્યો. શ્રેણીકરાજાએ કૂણીક કમારને હાથમાં કુહાડો લઈ આવતો જોયો. જોઈને આ પ્રમાણે બોલ્યા-“આ કૂણિકકુમાર અપ્રાર્થિતની પ્રાર્થના કરનાર યાવતુ લક્ષ્મી અને લજ્જાએ કરીને રહિત થયેલો હાથમાં કુહાડો લઈ અહીં શીધ્રપણે આવે છે, તો હું નથી જાણતો કે તે મને કેવા ખરાબ મારવડે મારશે?” એમ વિચારી ભય પામેલા એવા તેણે તાલપુટ નામનું વિષ પોતાના મુખમાં નાંખ્યું. ત્યારપછી તે શ્રેણીકરાજા તાલપુટવિષ એક મુહૂર્તમાં પરિણમવાથી પ્રાણ રહિત, ચેષ્ટા રહિત અને જીવ રહિત થઈ પૃથ્વી પર પડી ગયા. ત્યારપછી તે કૂણીકકુમાર જ્યાં કેદખાનું હતું ત્યાં આવ્યો. આવીને શ્રેણીકરાજાને પ્રાણ રહિત, ચેષ્ટા રહિત અને જીવ રહિત થઈ પૃથ્વી પર પડેલા જોયા. જોઈને પિતાસંબંધી મોટા શોર્ક કરીને વ્યાપ્ત થઈ કુકાડાથી કાપેલા શ્રેષ્ઠ ચંપક વૃક્ષની જેમ ધસ દઈને પૃથ્વીતલને વિષે સર્વ અંગોવડે પડી ગયો. ત્યારપછી તે કૂણીક કુમાર મુહૂર્ત પછી સાવધાન થયો રુદન કરતો, આઝંદ કરતો, શોક કરતો અને વિલાપ કરતો આ પ્રમાણે બોલવા લાગ્યો-“અહો ! હું અધન્ય છું, અપુણ્ય છું, પૂર્વ જન્મમાં મેં સારું કર્મ કર્યું નથી, મેં ધણું દુષ્ટ કામ કર્યું કે જે મેં મારા પિતા, દેવ સમાન, ગુસમાન, મારાપર અત્યંત સ્નેહ અને અનુરાગવડે રક્ત એવા શ્રેણીક રાજાને બેડીનું બંધન કર્યું. મારા નિમિત્તે જ શ્રેણીકરાજા કાલધર્મ પામ્યા.” આ પ્રમાણે કહી ઈશ્વર, તલવર યાવતુ સંધિપાલની સાથે પરિવરેલા તેણે રુદન કરતાં, આક્રંદ કરતાં, શોક કરતાં અને વિલાપ કરતાં મોટી ઋદ્ધિ અને સત્કારના સમુદાયવડે શ્રેણીકરાજાનું નીહરણ કર્યું. તથા ધણાં લૌકિક મૃતકાર્ય કર્યું. ત્યારપછી તે કૂણિકકુમાર મનમાં ઉત્પન્ન થયેલા તથા વચનવડે પ્રકાશ નહીં કરવાથી મનમાં જ વર્તતા દુઃખ વડે પરાભવ પામી એકદા કદાચિત્ અંતઃપુરના પરિવાર સહિત, ભાંડોપકરણ વસ્ત્ર પાત્રાદિક સહિત રાજ ગૃહનગરમાંથી નીકળ્યો. નીકળીને જ્યાં ચંપાનગરી હતી ત્યાં આવ્યો.ત્યાં પણ વિપુલ ભોગના સમૂહને પામી કેટલેક કાલે શોક રહિત થયો. [૧] ત્યારપછી તે કૂણિક રાજાએ એકદા કદાચિત્ કાલાદિક દશ કુમારોને બોલાવ્યા. બોલાવીને રાજ્યના યાવતુ જનપદના અગ્યાર ભાગ કરી વહેંચી આપ્યા. વહેંચી આપીને પોતે જ રાજ્યલક્ષ્મીને કરતો અને પાળતો રહેવા લાગ્યો. [૧૭]તે ચંપાનગરીમાં શ્રેણીકરાજાનો પુત્ર અને ચેલણાદેવીનો આત્મજ કૃણિક રાજાનો સહોદર નાનો ભાઈ વિહલ્લ નામનો કુમાર હતો. તે કોમલ યાવતુ સુપ હતો. હવે તે વિહલ કુમાર ને શ્રેણિકરાજાએ જીવતાં જ સેચનક નામનો ગંધહસ્તી અને અઢાર સરનો હાર પ્રથમ દીધા હતા, તેથી તે વિહલકુમાર સેચનક નામના ગંધહસ્તી ઉપર બેસીને અંતઃપુરના પરિવારસહિત ચંપાનગરીના મધ્ય ભાગે થઈને નીકળતો હતો, નીક Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy