SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૧ ૨૭૫ સર્વની સંમતિથી માતાપિતાએ તે બાલકનું કુર્ણિક એવું નામ પાડ્યું ત્યાર પછી અનુ ક્રમે તે કર્ણિકની સ્થિતિપતિતા એટલે કુલક્રમથી આવેલ પુત્રજન્મની સર્વ ક્રિયા મેધકુમા રની જેમ કહેવી, યાવતુ તે શ્રેષ્ઠ પ્રાસાદ ઉપર રહી વિચારવા લાગ્યો. અહીં આઠ આઠનો. દાયો જાણવો એટલે કે તેને આઠ કન્યાઓ પરણાવી વિગેરે.. [૧૪] ત્યારપછી તે કૂણિકકુમારને એકદા મધ્યરાત્રિએ યાવતુ વિચાર ઉત્પન્ન થયો કે-" આ પ્રમાણે નિશ્ચ શ્રેણીકરાજાના વ્યાધાતને લીધે હું પોતાની મેળે રાજ્ય લક્ષ્મીને કરતો અને પાળતો વિચારવાને શક્તિમાન નથી, તેથી મારેશ્રેણીકરાજાને બેડીનું બંધન કરીને પોતાને મોટા મોટા રાજ્યાભિષેકવડે અભિષેક કરાવવો શ્રેયકારક છે.” એ પ્રમાણે વિચાર કરીને તે શ્રેણીકરાજાના આંતરાને એટલે અવસરને, અલ્પ પરિવારાદિક છિદ્રને અને વિરહને શોધવા લાગ્યો. ત્યારપછી તે કૂણિકકુમારે શ્રેણીકરાજાનું આંતરું યાવતું મર્મ નહીં પામ વાથી એકદા કાલ વિગેરે દશ કુમારોને પોતાને ઘેર બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું નિશે હે દેવાનુપ્રિયો ! આપણે શ્રેણીકરાજાના વ્યાધાતને લીધે પોતે જ રાજ્ય લક્ષ્મીને કરતા અને પાળતા વિચરવાને શક્તિમાન નથી, તેથી હે દેવાનુપ્રિયો ! આપણે શ્રેણીક રાજાને બેડીનું બંધન કરીને, રાજ્ય, રાષ્ટ્ર, સૈન્ય, વાહન, કોશ, કોઠાર અને દેશ, એ સર્વના અગ્યાર ભાગ કરીને આપણે પોતે જ રાજ્યલક્ષ્મીને કરતા અને પાળતા વિચરી એ તે કલ્યાણકારી છે. તે કાલાદિક દશ કુમારોએ કૂકિકુમારના આ અર્થને વિનયવડે અંગીકાર કર્યો. તે કૂણીકકુમારે એકદા શ્રેણીક રાજાનું આંતરું જામ્યું. જાણીને શ્રેણીક રાજાને બેડીનું બંધન કર્યું કરીને પોતાને મોટા મોટારાજ્યાભિષેકવડે અભિષેક કરાવ્યો. ત્યારપછી તે કૃણિકકુમાર મોટા હિમવંત પર્વત જેવો યાવતુ રાજા થયો. ત્યારપછી તે કૂણિકરાજા એકદા કદાચિત્ સ્નાન કરી યાવત્ સર્વ અલંકારવડેવિભૂષિત થઈ ચેલણા દેવીના પાકને વંદન કરવા શીધ્રપણે ગયો. [૧૫] ત્યારપછી તે કૂણિકરાજાએ ચેલણાદેવીને હણાયેલા મનના સંકલ્પવાળી યાવતુ ધ્યાન કરતી જોઈ. જઈને ચેલણાદેવીના પાદ ગ્રહણ કર્યા. કરીને ચેલણાદેવીને આ પ્રમાણે કહ્યું “હે માતા! કેમ તમને તુષ્ટિ નથી? કેમ ઉત્સવ નથી? કેમ હર્ષ નથી? અથવા. કેમ આનંદ નથી આવતો ? કે જેથી હું પોતે જ રાજ્યલક્ષ્મીને ભોગવતો યાવતુ વિચરું છું.” ત્યારપછી તે ચેલણાદેવીએ કૂણિકરાજાને આ પ્રમાણે કહ્યું “હે પુત્ર! કેમ મને તુષ્ટિ, ઉત્સવ, હર્ષ કે આનંદ થાય? કે જેથી તે તારા પિતા, દેવ સમાન, ગુરુજન સમાન અને તારા પર અત્યંત સ્નેહ અને અનુરાગવડ રક્ત એવા શ્રેણીકરાજાને બેડીનું બંધન કરીને તે પોતાને મોટા રાજ્યાભિષેકવડે અભિષેક કરાવ્યો છે ?” ત્યારપછી તે કણિકરાજાએ ચેલણાદેલીને આ પ્રમાણે કહ્યું " હે માતા ! શ્રેણીકરાજા મારો વાત કરવાની ઈચ્છાવાળા હતા. એ જ પ્રમાણે હે માતા! મને મારવાની, બાંધવાની અને નિછમણા કરવાની ઈચ્છા વાળા હતા. તો હે માતા! શ્રેણીકરાજા કેવી રીતે મારાપર અત્યંત સ્નેહ અને અનુરાગવડે રક્ત હોય?” ત્યારપછી તે ચેલણાદેવીએ કૂણિકકુમારને આ પ્રમાણે કહ્યું “નિશે હે પુત્ર! તું મારા ગર્ભમાં આવ્યું ત્રણ માસ બરાબર પૂર્ણ થયા ત્યારે મને આ આવા પ્રકારનો ઘેહલો ઉત્પન્ન થયો હતો કે તે માતાઓને ધન્ય છે યાવતુ જ્યારે તું વેદનાવડે પરાભવ પામી મોટોથી રોતો હતો ત્યારે તે તારી આંગલી મોઢામાં રાખતા હતા એટલે તું રોતો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy