SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ જંબુદ્ધીવનત્તિ- ૭/૩૪૭ સોળ-સોળ હજાર દેવ છે, એક એક ગ્રહમાં આઠ હજાર જ દેવવાહક છે. એક એક નક્ષત્રમાં ચાર ચાર હજાર દેવવાહક છે. એક એક તારારૂપમાં બે જ હજાર દેવવાહક છે. ૩િ૪૮-૩પ૯) હે ભદન્ત ! આ ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારારૂપ જ્યોતિષ્કની ! વચમાં કોણ કોનાથી શીઘ્રગતિવાળા છે ? હે ગૌતમ ! ચન્દ્રમાઓની અપેક્ષા સૂર્યોની શીઘ્રગતિ છે સૂયની અપેક્ષા ગ્રહોની શીઘ્રગતિ છે. ગ્રહોની અપેક્ષા નક્ષત્રોની શીઘ્રગતિ છે. નક્ષત્રોની અપેક્ષા તારારૂપોની શીધ્રગતિ છે સર્વથી અલ્પગતિ ચન્દ્રમાઓની છે અને સર્વની અપેક્ષા શીઘ્રગતિવાળા તારારૂપ છે. હે ભદન્ત ! આ ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારારૂપોમાંથી કોણ સર્વમહર્દિકછે? હે ગૌતમ ! તારારૂપોની અપેક્ષા નક્ષત્ર મહતી ઋદ્ધિવાળા છે, નક્ષત્રોની અપેક્ષા ગ્રહ- મહતી ઋદ્ધિવાળા છે. ગ્રહોની અપેક્ષા સૂર્ય મહાદ્ધિવાળા છે. અને સૂર્યોની અપેક્ષા ચન્દ્ર મહાઋદ્ધિવાળા છે. આવી રીતે સૌથી ઓછી ઋદ્ધિવાળા તારરૂપ છે અને સહૂથી અધિક દ્ધિવાળા ચન્દ્ર છે. હે ભદન્ત ! જમ્બુદ્વીપ નામના દ્વિીપમાં એક તારાથી બીજા તારા નું કેટલું અત્તર અબાધાથી કહેવામાં આવ્યું છે ? હે ગૌતમ ! અન્તર વ્યાઘાતિક અને નિવ્યઘિાતિકના ભેદથી બે પ્રકારનું કહેવામાં આવેલ છે. જે અન્તરમાં પર્વતાદિકનું પડી જવાનું થાય છે તે વ્યાઘાતિક અન્તર અને જે અત્તર આ વ્યાઘાતથી રહિત હોય છે. તે નિઘિાતિક અત્તર છે આમાં જે વ્યાઘાત વગરનું અત્તર છે તે ઓછામાં ઓછું પાંચસો ધનુષ્યનું છે અને વધુમાં વધુ બે ગભૂતનું છે. આ વ્યાઘાતિક જે અન્તર છે તે ૨૬૬ યોજનાનું છે અને ઉત્કૃષ્ટથી અન્તર ૧૨૨૪૨ યોજનાનું છે. ' હે ભદન્ત!જ્યોતિષ્ક ચન્દ્રજ્યોતિષ્કરાજ ચન્દ્રદેવની કેટલી અઝમહિષિઓ-છે ? હે ગૌતમ ! ચન્દ્રદેવની અગ્રહિષ્યાઓ ચાર કહેલી છે.ચન્દ્રપ્રભા જ્યોત્સનાભા, અર્ચિમાલી અને પ્રભંકરા. એક-એક પટ્ટદેવીનો પરિવાર ચાર ચાર હજાર દેવિઓનો છે. તે ચારે પટ્ટદેવીઓમાં એવી શક્તિ છે કે પોતાની વિદુર્વણા શક્તિથી પોતાના જેવા રૂપ વાળી એક હજાર દેવીઓની, પરિચારણના સમયે જ્યોતિષ્કારજ ચન્દ્રની ઈચ્છાને પ્રાપ્ત. કરીને વિકુણા કરી શકે. આ રીતે ચાર-ચાર હજાર દેવીઓની એક એક પટ્ટરાણી અગ્ર મહિલી સ્વામિની હોય છે આ કારણે ચારે પટ્ટરાણીઓની ૧૬ હજાર દેવીઓ થઈ જાય છે હે ભદન્ત! જ્યોતિશ્કેન્દ્ર, જ્યોતિષ્કરાજ ચન્દ્ર પોતાના ચદ્રાવતંસક વિમાનમાં ચન્દ્ર નામની રાજધાનીમાં સુધમસભામાં અન્તઃપુરની સાથે દિવ્યભોગોને ભોગવી શકે છે? વિષય સેવન કરી શકે છે? હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. હે ગૌતમ ! જ્યોતિર્મેન્દ્ર જ્યોતિષ્કરાજ ચન્દ્રની ચન્દ્રા રાજધાનીમાં સુધમસિ ભામાં માણવક નામનો એક ચૈત્ય સ્તન્મે છે. તેની ઉપર વિજય ગોળવૃત્ત સમુદ્ગકોમાં જિનેન્દ્ર દેવના હાડકાઓ રાખેલા. છે. તે હાડકાં ચન્દ્ર અને અન્ય દેવદેવીઓ દ્વારા અર્ચનીય યાવતુ પપાસનીય છે. આ કારણે હે ગૌતમ ! મેં એવું કહ્યું છે કે જ્યોતિર્મેન્દ્ર જ્યોતિષ્કરાજ ચન્દ્ર સુધસભામાં અન્તઃપુરની સાથે દિવ્ય ભોગભોગને ભોગવી શકવા સમર્થ નથી. હા, તે આ રૂપથી આ મારો પરિકર છે, આ તેની સમ્પત્તી છે, એ પ્રકારે ત્યાં પોતાનો પ્રભાવ પ્રકટ કરી શકે છે. પરન્તુ તે ત્યાં મૈથુન સેવન કરી શકતો નથી, હે ગૌતમ ! સૂર્યની ચાર અઝમહિષિઓ કહેવામાં આવી છે. સૂર્યપ્રભા (૧) આત્મપ્રભા (૨) અર્ચિમાલી (૩) અને પ્રભંકરા. આ સમ્બન્ધમાં બાકીનું બધું કથન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy