SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ વખારો-૭ ઊંચાઈ પર સૂર્યવિમાન ગતિ કરે છે. એવી જ રીતે સમતલભૂમિભાગથી ૯૦ યોજનની ઊંચાઈ પર ચન્દ્રવિમાન ગતિ કરે છે. તથા-સમતલભૂમભાગથી ૧૧૦ યોજનની ઊંચાઈ પર તારારૂપ જ્યોતિશ્ચક્ર ગતિ કરે છે. આ પ્રકારે સૂર્યવિમાનથી ચન્દ્રવિમાનનું અંતર ૮૦ યોજન છે અને સૂર્યવિમાનથી આટલું દૂર રહેલ ચન્દ્રવિમાન ગતિ કરે છે. આજ રીતે આલાપક્રમ આગળ માટે પણ સમજી લેવો. હે ભદન્ત ! આ જંબૂદીપ નામક દ્વીપમાં ૨૮ નક્ષત્રોમાંથી કયા નક્ષત્ર સવભ્યિત્તર ગતિ કરે છે. કયા નક્ષત્ર સર્વબાહ્ય ગતિ કરે છે? પ્રભુ કહે છે- ૨૮ નક્ષત્રોમાંથી જે અભિજિતુ નક્ષત્ર છે તે સર્વ નક્ષત્ર મંડળની અંદર થઈને ગતિ કરે છે. જો કે સવભ્યિન્તર મંડળ ચારી અભિજીત આદિ ૧૨ નક્ષત્ર છે તો પણ આ અભિજિત નક્ષત્ર બાકીનાં ૧૧ નક્ષત્રોની અપેક્ષા મેરૂ દિશામાં સ્થિત થઈને ગતિ કરે છે આથી જ તેને સભ્યન્તરચારી કહેવામાં આવ્યું છે તથા મૂલ નક્ષત્ર સર્વનક્ષત્ર મંડળની બહાર થઈને ગતિ કરે છે. જો કે પંદર મંડળથી બહિશ્નારી મૃગશિર આદિ છ નક્ષત્ર અને પૂર્વાષાઢા અને ઉત્તરષાઢા એ બે નક્ષત્રોના ચાર તારકોની વચ્ચે બબ્બે તારા કહેવામાં આવ્યા છે તો પણ આ મૂલ નક્ષત્ર ઉપર બહિશ્નારી નક્ષત્રની અપેક્ષા લવણ સમુદ્રની દિશામાં વ્યવસ્થિત થઈને ગતિ કરે છે. આથી જ મૂલ નક્ષત્ર સર્વથા બહિશ્ચારી છે એમ કહેવામાં આવ્યું છે ભરણી નક્ષત્ર સર્વનક્ષત્ર મંડળથી અધ%ારી થઈને ગતિ કરે છે. તથા સ્વાતિ નક્ષત્ર સર્વનક્ષત્રમંડળની ઉપર થઈને ગતિ કરે છે. હે ભદન્ત ! ચન્દ્રવિમાન નો આકાર કેવો છે ? હે ગૌતમ ! કપિત્થના અડધા ભાગનો કે જેને ઉપરની તરફ મુખ કરીને રાખવામાં આવ્યું હોય એનો જેવો આકાર હોય તેવો જ આકાર ચન્દ્રવિમાનનો છે હે ભદન્ત! ચવિમાનની લંબાઈ પહોળાઇ કેટલી છે? ઉંચાઇ કેટલી છે ? હે ગૌતમ એક પ્રમાણ આંગળ યોજનના ૬૧ ભાગોમાંથી ૫૬ ભાગપ્રમાણ ચન્દ્રવિમાનનો વિસ્તાર છે-અને સમુદિત ૫૬ ભાગોનું જેટલું પ્રમાણ હોય છે તેટલો વિસ્તાર એક ચન્દ્રવિમાનનો છે. ચન્દ્ર વિમાનનું બાહલ્ય-ઊંચાઈ-૨૮ ભાગ પ્રમાણ છે ૪૮ ભાગ પ્રમાણ વિસ્તાર સૂર્ય મંડળો અને ૨૪ ભાગ પ્રમાણ એની ઊંચાઈ છે, ગ્રહવિમાનોની ઊંચાઈ બે કોશની-છે. નક્ષત્ર વિમાનોની ઊંચાઈ એક ગાઉની છે તારા ઓના વિમાનોનો વિસ્તાર અડધા ગાઉનો છે, પ્રહાદિ વિમાનોમાં જે વિમાનનો જે વ્યાસ છે તે વ્યાસથીઅડધી તે વિમાનની ઊંચાઈ હોય છે જેમકે-ગ્રહ વિમાનની ઊંચાઈ એક ગાઉની છે, નક્ષત્ર વિમાનોની ઊંચાઈ અડધા ગાઉની છે અને ગાઉના ચોથા ભાગ પ્રમાણ ઊંચાઈ તારા વિમાનની છે. [૩૪૪-૩૪૭] હે ભદન્ત! જે ચન્દ્રવિમાન છે તેને કેટલા હજાર દેવ-લઈને ચાલે છે? હે ગૌતમ ! ચન્દ્રના વિમાનને સોળ હજાર દેવ લઈને ચાલે છે. ચન્દ્રવિમાનની પૂર્વદિશામાં રહી પૂર્વભાગને જે આભિયોગિક દેવ ખેંચે છે તેઓ સિંહરૂપધારી હોય છે અને તેમની સંખ્યા ચાર હજારની છે. તેમનું રૂપ શ્વેતવર્ણ વિશિષ્ટ હોય છે તેઓ જનપ્રિય હોય છે. તેમની દીપ્તિ શોભના હોય છે, ચન્દ્રવિમાનની દક્ષિણદિશાએ રહેલી દક્ષિણવાદાને જે દેવ ખેંચે છે તેઓ ગજરૂપધારી હોય છે, ચન્દ્રવિમાનની પશ્ચિમદિશામાં રહેલા વૃષભ રૂપધારી દેવ પશ્ચિમદિશ્વર્તી વાહાને ખેંચે છે ચન્દ્રવિમાનની ઉત્તરદિશામાં જે હયરૂપધારી ચાર હજાર દેવ-ઉત્તરવાહાને ખેંચે છે ચન્દ્રમાં અને સૂર્યના વિમાનોના વાહક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy