SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ વખારો-૭ ૨૬૫ ચન્દ્ર પ્રકરણમાં કહેવામાં આવ્યું છે તે પ્રમાણે જ જાણવું. સમસ્ત ગ્રહાદિકોની વિજય વૈજ- યત્તિ, જયન્તી અને અપરાજિતા એ નામની ચાર પટ્ટરાણીઓ છે. જેબૂદ્વીપવર્તી ચન્દ્ર- દ્વયના પરિવાર ભૂત ૧૭૬-ગ્રહોની વિજ્યાદિક ૪ અગ્રમહિષિઓ જે કહેવામાં આવી છે તે ૧૭૬ પ્રહ આ મુજબ છે. વિકાલક લોહિતાક શનૈશ્ચર આધુનિક પ્રાધુનિક કણ કણક કણકણ ક કવિતનાક કણસંતાનક આ રીતે ઉપરના ૬ ગ્રહ અને પ મળીને ૧૧ ગ્રહોના નામ પ્રકટ કરવામાં આવ્યા છે. સોમ સહિત આશ્વાસન કાર્યોપગ કબૂરક અજકરક દુન્દુભક શંખ શંખનામ શંખવણભ ભાવકેતની અગ્રમહિષી સુધી આ પ્રમાણે જ કહેવાનું ચાલુ રાખવું નક્ષત્રોના નામ આ પ્રમાણે છે બ્રહ્મા અભિજિ ર્વિણું શ્રમણ વસુ-ધનિષ્ઠા વરૂણ-શતભિષક અજપૂર્વભાદ્રપદા વૃદ્ધિ-ઉત્તરાભાદ્રપદા પુષારેવતી,અશ્વ-અશ્વિની, યમો-ભરણી અગ્નિ-કૃત્તિકા, પ્રજાપતિ-રોહિણી, સોમ મૃગશિર, રૂદ્ર-આદ્ર, અદિતિ-પુનર્વસુ, બૃહસ્પતિ-પુષ્પ, સપ-અશ્લેષા, ચિત્તા-મઘા, ભગપૂર્વ ફાલ્ગની, અર્યમા-ઉત્તરફાલ્ગની, સવિતા-હસ્ત, ત્વષ્ટા-ચિત્રા, વાયુ-સ્વાતી. ઇન્દ્રાગ્ની. વિશાખા,ચિત્ર-અનુરાધા ઈન્દ્ર-જ્યેષ્ઠા, નિઋતિમૂલ, આપ-પૂવષાઢા અને વિશ્વ- ઉત્તર ષાઢા, (આ નક્ષત્રોના નામ તેમના અધિપતિ દેવતાઓ અનુસાર બંને ગાથાઓમાં કહેવામાં આવ્યા છે.) હે ભદન્ત! ચંદ્રવિમાનમાં દેવોની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે? હે ગૌતમ ! ચન્દ્રવિમાનમાં દેવોની સ્થિતિ જઘન્યથી એક પલ્યોપમના ચતુર્થ- ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમની છે. ચન્દ્ર વિમાનમાં દેવીઓની સ્થિતિ જઘન્યથી એક પલ્યના ચતુર્થભાગ પ્રમાણ છે. ઉત્કૃષ્ટ સ્થિતિ ૫૦ હજાર વર્ષ અધિક અર્ધ્વપલ્યોપમની છે સૂર્યવિમાનમાં રહેનારા દેવોની જઘન્ય સ્થિતિ એક પલ્યોપમનાં ચતુર્થભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક હજાર વર્ષ અધિક એક પલ્યોપમની છે. સૂર્યવિમાનમાં વસનારી દેવીઓની સ્થિતિ એક પત્યના ચતુર્થભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ પાંચસો વર્ષ અધિક અર્ધપલ્યોપમની છે. ગ્રહવિમાનમાં રહેનારા દેવોની જઘન્ય સ્થિતિ તો એક પલ્યો પમના ચતુર્થભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્ણ એક પલ્યોપમની છે. નક્ષત્ર વિમાનમાં રહેનારા દેવોની જઘન્ય સ્થિતિ તો એક પલ્યોપમના ચતુર્થભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ અર્ધપલ્યોપમ પ્રમાણ છે. નક્ષત્રવિમાનમાં રહેનારી દેવીઓની જઘન્યસ્થિતિ એક પલ્યોપમના ચતુર્થભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટસ્થિતિ એક પલ્યોપમનો કાંઈક વધારે ચતુર્થભાગ પ્રમાણ છે. તારા વિમાનમાં રહેનારા દેવોની જઘન્યસ્થિતિ એક પલ્યોપમના આઠમા ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટસ્થિતિ એક પલ્યોપમના ચતુર્થભાગ પ્રમાણ છે. તારાવિમાનમાં રહેનારી દેવીયોની જઘન્ય સ્થિતિ એક પલ્યના આઠમાં ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટસ્થિતિ એક પલ્યના કંઈક અધિક આઠમાં ભાગ પ્રમાણ છે. [૩પ૯૩૬૪] હે ભદન્ત! આ ચન્દ્ર સૂર્ય ગ્રહનક્ષત્ર અને તારારૂપોની વચમાં કોણ, કોની અપેક્ષાએ અલ્પ છે ? કોણ કોની અપેક્ષાએ અધિક છે અને કોણ કોની અપેક્ષાએ તુલ્ય છે? અને કોણ કોની અપેક્ષાએ વિશેષાધિક છે ? હે ગૌતમ! ચન્દ્ર અને સૂર્ય એ બંને પરસ્પરમાં સમાન છે તથા ગ્રહાદિકોથી આ બધાં ચન્દ્ર અને સૂર્ય સ્ટોક-ઓછાં હોય છે નક્ષત્રોની અપેક્ષાગ્રહ સંખ્યાતગણા વધારે હોય છે ગ્રહોની અપેક્ષા તારારૂપ સંખ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy