SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨ જંબુકીવપન્નતિ- ૭૩૩૫ કરે છે. અષાઢમાસને ત્રણ નક્ષત્ર પોતાના ઉદયના અસ્તગમન દ્વારા પરિસમાપ્ત કરે છે, મૂલ નક્ષત્ર પૂવષિાઢા નક્ષત્ર અને ઉત્તરાષાઢા નક્ષત્ર, મૂલ જે નક્ષત્ર છે તે અષાઢ માસના પ્રાથમિક ૧૪ રાત દિવસોને પૂવષાઢા માધ્યમિક ૧૫ રાત દિવસોને ઉત્તરાષાઢા છેલ્લા એક દિવસ રાતને સમાપ્ત કરે છે. અષાઢમાસના અત્તના દિવસે સમચતુરસ્ત્ર સંસ્થાનથી યુક્ત ગોળાકારવાળી-અને ન્યગ્રોધ પરિમંડળવાળી જે પ્રકાશ્ય વસ્તુ છે અથવા બીજી પણ કોઈ સંસ્થાનવાળી જે પ્રકાશ્ય વસ્તુ છે તે વસ્તુની અનુરૂપ છાયાથી યુક્ત થયેલ સૂર્ય પરિભ્રમણ કરે છે, તે ગ્રીષ્મકાળના ચોથા માસના અન્તિમ દિવસે પૂર્ણરૂપથી દ્વિપદા પૌરૂષી હોય છે. [૩૩૬-૩૪૩] હે ભદન્ત ! ચન્દ્ર અને સૂર્ય આદિ દેવોના, ક્ષેત્રની અપેક્ષા નીચે વર્તમાન તારા વિમાનોના કેટલા અધિષ્ઠાયક દેવ, શું શુતિભિવાદિકની અપેક્ષાહીન પણ હોય છે? તથા કેટલાક વૃતિવિભવાદિકનઅપેક્ષા સદ્રશ પણ હોય છે? તથા ચન્દ્રાદિ વિમાનોની સમય શ્રેણીમાં સ્થિત તારાવિમાનોના અધિષ્ઠાયક દેવ ચન્દ્ર સૂર્યાદિક દેવોની યુતિ ને વૈભવ આદિની અપેક્ષા શું હીન પણ છે? અને તુલ્ય પણ હોય છે? તથા ચન્દ્રાદિક વિમાનોના ક્ષેત્રની અપેક્ષા ઉપર-ઉપરિતના ભાગમાં સ્થિત-તારાવિમાનોના અધિષ્ઠાયક દેવ ચન્દ્ર સૂર્ય દેવોની ઘુતિ અને વૈભવ આદિની અપેક્ષા શું હીન તેમજ સમાન પણ હોય છે? હા, ગૌતમ ! આવા જ હોય છે. જેનું એવું તે દેવોના પૂર્વભવમાં તપ નિયમ. બ્રહ્મચર્ય અધિક રૂપથી સેવાય છે. તેવા તેવા તે દેવોને એવું કહેવામાં આવે છે કે તે ચન્દ્રાદિક દેવોના વિભવાદિકની અપેક્ષા હીન વિભવાદિવાળા છે તથા જે તારાવિમાન અધિષ્ઠાયક દેવો દ્વારા તપોનું નિયમોનું બ્રહ્મચર્યનું પૂર્વ ભવમાં સેવન કરાતું નથી એવા તે દેવ આભિનિયોગ, કર્મોદયથી અતિનિકુષ્ઠ હોય છે. આથી તે દેવોના સંબંધમાં અણુત્વ અને તુલ્યત્વનો વિચાર જ થતો નથી. હે ભદન્ત ! એક એક ચન્દ્રના પરિવાર રૂપ ભૌમાદિક મહાગ્રહ કેટલા છે? તથા. કેટલા પરિવારભૂત નક્ષત્ર છે? હે ગૌતમ ! એક એક ચન્દ્રના પરિવારરૂપ ભૌમાદિક મહા-ગ્રહ ૮૮ છે તથા અભિજિતુ આદિ ૨૮ નક્ષત્ર પરિવાર રૂપ છે તથા ૬૯૭પ તારાગણોની કોટાકોટપરિવારભૂત કહેવામાં આવેલ છે. હે ભદન્ત ! જ્યોતિષી દેવ સુમેરૂ પર્વતને કેટલો દૂર છોડીને ગતિ કરે છે? હે ગૌતમ! જ્યોતિષી દેવ સુમેરૂ પર્વતને ૧૧૨૧ યોજન દૂર છોડીને ગતિ કરે છે. હે ભદન્ત ! લોકના અન્તથી-અલોકની પહેલા કેટલી અબાધાથી જ્યોતિશ્વક સ્થિર કહેવામાં આવ્યું છે? હે ગૌતમ ! લોકના અત્તથી અલોક ની પહેલાં પહેલાં જ્યોતિક્ષક ૧૧૧૧ યોજન છોડીને સ્થિર કહેવામાં આવ્યું છે. હે ભદન્ત ! આ ધરણિતળથી સમતલભૂભાગથી કેટલી ઉંચાઈ પર અધસ્તક જ્યોતિષ તારાપટલ ગતિ કરે છે? હે ગૌતમ ! આ સમતલભૂમિભાગથી ૭૯૦ યોજનની ઉંચાઈ પર જ્યોતિશ્રક ગતિ કરે છે. તેમાં આ સમતલ ભૂમિભાગથી ૮૦૦ યોજનની ઉંચાઈ પર સૂર્યવિમાન ગતિ કરે છે. ત્યાંથી ૮૮૦ યોજનની ઉંચાઈ ચન્દ્રવિમાન ગતિ કરે છે, ત્યાંથી ૯૦૦ યોજનાની ઉંચાઈ પર તારા રૂપ-ગ્રહ-નક્ષત્ર અને પ્રકીર્ણ તારા ગતિ કરે છે આ રીતે મેરૂના સમતલ ભૂમાગથી ૭૯૦ યોજનાની ઉંચાઈ પર જ્યોતિના ક્ષેત્રનો પ્રારંભ થવાનું કહેવામાં આવ્યું છે. આ એમનું ચાર ક્ષેત્ર ઉંચાઈમાં ત્યાંથી ૧૧૦ યોજન પરિમાણ હોય છે. હે ગૌતમ ! ત્યાંથી ૭૦૦ યોજન ચાર ક્ષેત્રથી આગળ ૧૦ યોજનની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy