SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ જંબુદ્ધીવપન્નત્તિ- ૭/૨૮૮ ગૃહીત હોવા બદલ દુષ્કર છે. કેમકે તેઓ સાંશ છે. એથી તેઓ વ્યવહારના કામમાં આવતા નથી. હે ભદત ! લક્ષણ સંવત્સર કેટલા પ્રકારનું કહે છે- હે ગૌતમ ! પાંચ પ્રકારનું કહેવામાં આવેલું છે જે કૃત્તિકા વગેરે નક્ષત્રો વિષમ રૂપમાં નહિ પરંતુ સમરૂપથી જ કાર્તિકી પૂર્ણમાસી વગેરે તિથિઓની સાથે સંબંધ કરે છે. એટલે કે જે નક્ષત્ર જે તિથિઓમાં સ્વભાવતઃ હોય છે તે સમક નક્ષત્રો છે જેમકે કાર્તિકી પૂર્ણમાસીનું કૃત્તિકા નક્ષત્ર એ નક્ષત્ર તેજ તિથિઓમાં હોય છે.- જ્યેષ્ઠા મૂલનક્ષત્રની સાથે, શ્રવણ ધનિષ્ઠા ની સાથે મગ શીર્ષ આદ્રની સાથે, આ પ્રકારનો આ કારિકાગત પ્રથમ ચરણનો અર્થ છે. આ દ્વિતીય પાદનો આ પ્રમાણે અર્થ છે. જેમાં ઋતુઓ વિષમરૂપમાં નહિ પરંતુ સમરૂપ માં પરિણમિત થાય છે. જેમ કાર્તિકમાસની પુનમની અનંતર હેમન્તઋતુ હોય છે, પૌષ ની પૂર્ણિમાં પછી શિશિરઋતુ હોય છે. આ જાતના સમરૂપથી જ જે ઋતુઓમાં પરિણ મન થતું રહે છે, તે પણ સમકનક્ષત્ર છે. જે સંવત્સર અતિઉષ્ણ હોતું નથી તેમજ અતિ. શીત પણ હોતું નથી પરંતુ જળરાશિ સમ્પન્ન હોય છે, તે સંવત્સર લક્ષણથી નિષ્પન્ન હોય છે આથી નક્ષત્રોના ચાર રૂપ લક્ષણથી લક્ષિત હોવાને લીધે નક્ષત્ર સંવત્સર કહેવામાં આવે છે. ચન્દ્રની સાથે યોગ-સંબંધ-ને પ્રાપ્ત થયેલા વિષમચારી નક્ષત્ર-માસથી વિસદ્રશ નામવાળા નક્ષત્રો-તતુ તતુ માસાન્તની તિથિને જે સંવત્સરમાં સમાપ્ત કરે છે, તેમજ જે સંવત્સર કટુક હોય છે-શીત, આતપ, રોગ, વગેરેની પ્રધાનતાને લીધે પરિણામમાં દુઃખદાયક હોય છે, તેમજ પ્રભૂત જળરાશિથી સમ્પન્ન હોય છે, એવા સંવત્સરનો ઋષિજનો ચાન્દ્ર, સંવત્સર કહે છે, કેમકે ત્યાંજ માસોની પરિસમાપ્તિ હોય છે. મહર્ષિજનો તે સંવત્સરને કર્મ સંવત્સર કહે છે કે જે સંવત્સરમાં વૃક્ષો, ફળ, પુષ્પ આપવાના કાળથી. ભિન્નકાળમાં પણ ફળ-પુષ્પો આપે છે. પ્રવાલ અંકુલ વગેરેથી યુક્ત થતા નથી, જે સંવત્સરમાં આદિત્ય પૃથિવીને, ઉદકને અને ફળ પુષ્પોને રસ આપે છે, તે સંવત્સરનું નામ આદિત્ય સંવત્સર છે. આ સંવત્સરમાં મામૂલી વર્ષોથી પણ અનાજ ઉત્પન્ન લઈ જાય છે. જે સંવત્સરમાં સૂર્યના પ્રચંડ તાપથી ક્ષણ, લવ, અને દિવસ તપ્ત રહે છે અને જેમાં નિમ્ન સ્થળો જળથી પરિપૂર્ણ રહે છે. એવા સંવત્સરને મહર્ષિઓ અભિવદ્ધિત સંવત્સર કહે છે. હે ભદત! શનિશ્ચર સંવત્સર કેટલા પ્રકારનો કહેવામાં આવેલો છે? હે ગૌતમ ! શનૈશ્ચર સંવત્સર ૨૮ પ્રકારનો કહેવામાં આવેલો છે. અભિ જિતું. શનૈશ્ચરસંવત્સર, શ્રવણશનૈશ્ચરસંવત્સર,ધનિષ્ઠાશનૈશ્ચરસંવત્સર,અને ઉત્તરભાદ્રપદશનૈશ્વરસંવત્સર, રેવતીશનૈશ્ચરસંવત્સર અશ્વિનીશનૈશ્વચરસંવત્સર ભરિણીશનૈશ્વચરસંવત્સર, કૃતિકા શનૈશ્ચરસંવત્સર રોહિણીસંવત્સર યાવતુ ઉત્તરા ષાઢા શનૈશ્વર સંવત્સર અથવા શનૈશ્વર મહાગ્રહ છે. આ ૩૦ વર્ષોમાં સમસ્ત અભિજિતથી માંડીને ઉત્તરાષા દ્વાન્ત સુધીના નક્ષત્ર મંડળોને સમાપ્ત કરી નાંખે છે. આ પ્રમાણે એના કાળનું પ્રમાણ ૩૦ વર્ષ જેટલું છે. હે ભદત એક-એક સંવત્સરના ચન્દ્રાદિ વર્ષો કેટલા માસના હોય છે?હે ગૌતમ! એક-એક સંવત્સરના ૧૨-૧૨ માસો થાય છે. એ મહીનાઓના નામો બે પ્રકારના કહેવામાં આવેલા છે. લૌકિક અને લોકોત્તરિક લૌકિક નામો આ છે- જેમકે શ્રાવણ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy