SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૫ વખારો-૭ પશ્ચિમનાકોણમાં ઉદિત થઈને શું પશ્ચિમ-ઉત્તરના કોણમાં આવે છે ? અને પશ્ચિમ ઉત્તરના કોણમાં ઉદિત થઈને શું તેઓ ઉત્તર તેમજ પૂર્વના કોણમાં આવે છે ? એના જવાબમાં પ્રભુ કહે છે-હે ગૌતમ! ભગવતી સૂત્રના પાંચમા શતકના ૧૦ મા ઉદ્દેશકમાં કે જેનું નામ ચન્દ્ર ઉદ્દેશક છે એમાં બધા ચન્દ્ર વિષયક પ્રશ્નોના ઉત્તરો આપવામાં આવેલા છે. તો તે પ્રમાણે જ અહીં પણ જવાબો સમજી લેવા, [૨૭૮-૨૮૮] હે ભદત ! સંવત્સર કેટલા પ્રકારના છે? હે ગૌતમ! સંવત્સર પાંચ યુગ સંવત્સર, પ્રમાણ સંવત્સર, લક્ષણ, સંવત્સર, પ્રમાણ સંવત્સર, લક્ષણ સંવત્સર, અને પંચમ શનૈશ્ચર સંવત્સર નક્ષત્ર સંવત્સર બાર પ્રકારના છે. જેમકે શ્રાવણ, ભાદ્રપદ, અશ્વિન, કાતિક, માગશીર્ષ, પૌષ, માઘ, ફાગુન, ચૈત્ર, વૈશાખ, જ્યેષ્ઠ અને આષાઢ હે ભદત ! યુગ સંવત્સર કેટલા પ્રકારનો આવેલો છે? ૧ચાન્દ્ર રચન્દ્ર ૩અભિવદ્ધિત ૪ ચન્દ્ર પઅભિવર્તિત ચન્દ્રમાસનો વિશ્લેષ કરવાથી જે શેષ રહે છે તે પણ ઉપચારથી વિશ્લેષ જ માની લેવામાં આવે છે. વિશ્લેષ જ્યારે ૩૦ વડે ગુણિત થાય છે ત્યારે એક અધિક માસ હોય છે. સૂર્ય માસનું પરિણામ ૩ત્રા અહોરાત્રનું ઉપર પ્રકટ કરવામાં આવેલું છે. આની અપેક્ષાએ ચન્દ્રમાસનું પરિમાણ ૨૯ દિવસ અને એક દિવસના ૨ ભાગોમાંથી ૩૨ ભાગ પ્રમાણ છે. ચન્દ્રમાસનું એજ પરિમાણ છે. સૂર્ય સંવત્સર સંબંધી ૩૦ મા સોના અતિક્રમ બાદ એક અધિક માસ હોય છે. એક યુગમાં ૬૨ સૂર્ય માસો હોય છે પુનઃ સૂર્ય સંબંધી ૩૦ માસોના અતિક્રમથી દ્વિતીય અધિકમાસ હોય છે. પાંચ પ્રમાણવાળા એક યુગમાં ૬૦પક્ષો વ્યતીત થઈ જાય ત્યારે એક અધિકમાસ હોય છે. જ હે ગૌતમ! પ્રથમ ચન્દ્રસંવત્સરમાં ૨૪ પક્ષો હોય છે. કેમકે દરેક માસમાં બે પક્ષો હોય છે અને એક વર્ષમાં ૧૨ માસ હોય છે. એથી ૧ વર્ષમાં ૨૪ પર્વો હોય છે. હે ગૌતમ! દ્વિતીય ચંદ્રસંવત્સરના ૨૪ પક્ષો હોય છે. હે ગૌતમ ! અભિવર્હિત નામક તૃતીય સંવત્સરમાં ૨૬ પક્ષો હોય છે. ૨ પક્ષો અત્રે અધિકમાસના ગૃહીત થયા છે. ચતુર્થ ચંદ્રસંવત્સરના ૨૪ પક્ષો હોય છે. પાંચમો જે અભિવર્તિત સંવત્સર છે, તેના ૨૬ પક્ષો હોય છે. આ પ્રમાણે આ પાંચ સંવત્સરાત્મક યુગમાં-બધા થઈને ૧૨૪ પર્વ પક્ષો હોય છે. આ પ્રકારનો આ યુગ સંવત્સરના સંબંધમાં વિચાર કરવામાં આવેલ છે. પ્રમાણ સંવત્સર કેટલા પ્રકારનો કહેવામાં આવેલો છે ? પ્રમાણ સંવત્સર પાંચ પ્રકારનો કહેવામાં આવેલ છે. નક્ષત્રપ્રમાણસંવત્સર ચન્દ્રપ્રમાણસંવત્સર, ઋતુ પ્રમાણ સંવત્સર, આદિત્ય પ્રમાણસંવત્સર અને અભિવદ્ધિતપ્રમાણસંવત્સર પ્રથમ ચન્દ્રસે વત્સરરૂપ દ્વિતીય ચન્દ્રસંવત્સરરૂપ અને પંચમ અભિવદ્ધિત સંવત્સરરૂપ યુગ સંવત્સ રમાં રાત્રિ દિવસ ની રાશિનું પ્રમાણ ૧૮૩૦ હોય છે. અભિવર્દિત સંવત્સરના ૧૩ ચન્દ્રમાસોના દિવસો નું પ્રમાણ ૩૮૩ –૪૪ Jકર ભાગ હોય છે. એટલે કે ૧૩ ચન્દ્ર માસોનું ૩૮૩ દિવસ અને ૧ દિવસના ૬૨ ભાગોમાંથી ૪૪ ભાગો થાય છે. આ પ્રમાણે આ રીતે નીકળે છે. ચન્દ્રમાસમાં દિવસનું પ્રમાણ ૨૯-૩૩ ૬૨ મૂહૂર્ત જેટલું પ્રકટ કર વામાં આવેલું છે. આ પ્રમાણમાં ૧૩ ને ગુણિત કરવાથી ૩૭૭ દિવસોનું પ્રમાણ નીકળી આવે છે. તેમજ ૪૧૬ અંશોનું પ્રમાણ નીકળી આવે છે. આદિત્યાદિ વર્ષોના મધ્યમાં કર્મ સંવત્સર સંબંધી માસ, ઋતુમાસ નિરંશ હોવાને લીધે પૂર્ણ ૩૦ અહોરાતનો હોવાથી લોકમાં વ્યવહારનો પ્રયોજક હોય છે. શેષ જે સૂયદિકમાસો છે. તે વ્યવહારમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy