SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪s જબુદ્ધીવપન્નત્તિ-ર૭પ સુમેરુપર્વતથી સ ભ્યતર ચંદ્રમંડળ ૪૮૩૦ યોજન જેટલે દૂર આવેલું છે. હે ગૌતમ ! સુમેરુપર્વતથી અભ્યત્તરાનન્તર દ્વિતીય ચંદ્રમંડળ ૪૪૮૫-૨પ,૬૧ યોજન જેટલે દૂર કહેવામાં આવેલ છે. તેમજ યોજનના ૬૧ મા ભાગોને ૭ વડે વિભક્ત કરીને તેને ૪ ભાગ પ્રમાણ દૂરમાં જોડવા જોઈએ. ત્યારે દ્વિતીય ચંદ્રમંડળના અંતરનું સંપૂર્ણ પ્રમાણ આવે છે હે ગૌતમ! સુમેરુપર્વતથી તૃતીય અત્યંતર ચન્દ્રમંડલ ૪૪૮૯૨ -પ૧ ૬૧ યોજના જેટલું દૂર છે તેમજ એક યોજનના ૧ મા ભાગને ૭ થી વિભક્ત કરીને તેના એક ચૂર્ણિકા ભાગ પ્રમાણ વધારે દૂર છે. એજ પૂર્વોક્ત રીતિ મુજબ મંડલત્રયમાં પ્રદર્શિત પદ્ધતિ મુજબ અહોરાત્રમાં એક-એક મંડલના પરિ ત્યાગથી લવણસમુદ્રની તરફ મંડળ કરતો ચંદ્ર વિવક્ષિત પૂર્વમંડળથી વિવક્ષિત આગળના મંડળ પર સંક્રમણ કરતો કરતો ૨૬ -૨૫ ૬૧ યોજન તેમજ ૬૧ મા ભાગને ૭ થી વિભક્ત કરીને તેને ૪ ચૂર્ણિકા ભાગ પ્રમાણ એક-એક મંડળમાં દૂરીની વૃદ્ધિ કરતો રહે છે. આ પ્રમાણે દૂરીની વૃદ્ધિ કરતો તે ચન્દ્ર સર્વબાહ્યમંડળ ઉપર પ્રાપ્ત થઈને ગતિ કરે છે. આ પ્રમાણે દૂરનું પ્રમાણ એક મંડળથી બીજા મંડળ સુધી પૂર્વનુિપૂર્વી દ્વારા પ્રકટ કરવામાં આવેલું છે. હે ગૌતમ ! મેરુપર્વતથી સર્વબાહ્ય ચન્દ્રમંડળમાં ૪૫૩૩૦ યોજન દૂર કહેવામાં આવેલ છે. હે ગૌતમ ! સુમેરપર્વતથી દ્વિતીય સર્વબાહ્ય ચન્દ્રમંડળ ૫૨૯૩ યોજન તેમજ એક યોજનના ૬૧ ભાગમાંથી ૩૫ ભાગ પ્રમાણ દૂર છે આમાં ૬૧મા ભાગને ૭ સાથે વિભક્ત કરીને તેના ત્રણ ભાગોને આ દૂરીમાં જોડી દેવા જોઈએ. આ પ્રમાણે ૪૫૨૯૩-૩પ (૧ યોજન તેમજ એક ભાગના ૭ ભાગોમાંથી ૪ ભાગ પ્રમાણ અંતર છે હે ગૌતમ! મંદરપર્વતથી તૃતીય સર્વબાહ્યમંડળ ૪૫૨પ૭ -૯ ૬૧ યોજન દૂર છે. તેમજ ૬૧ ભાગમાંના એક ભાગને ૭ થી વિભાજિત કરીને તેના ૬ ભાગ પ્રમાણ છે. એ ત્રણ સર્વબાહ્યમંડળોમાં પ્રદર્શિત પદ્ધતિ મુજબ પ્રતિ અહોરાત એક-એક મંડળને અભિવદ્ધિત કરતો ચન્દ્ર તદનંતરમંડળથી વિવક્ષિત પૂર્વમંડળથી વિવક્ષિત ઉત્તર મંડળની સન્મુખ મંડળોને કરીને ૩૬ યોજનોની તેમજ એક યોજન ના ૧ ભાગોમાંથી ૨૫ ભાગ તેમજ ૧ ભાગોમાંથી કોઈ એક ભાગને ૭ થી વિભક્ત કરીને તેને ૪ ભાગ પ્રમાણ જેટલી એક એક મંડળમાં દૂરી જેટલી વૃદ્ધિને છોડીને સભ્યતરમાં પહોંચીને પોતાની ગતિ કરે છે. હે ગૌતમ! સવવ્યંતર જે ચન્દ્રમંડળ છે તે ૯૯૬૪૦ યોજન જેટલી લંબાઇ તેમજ પહોળાઈવાળો છે, તેમજ ૩૧૨૦૮૯ યોજન કરતાં કંઈક અધિક પરિધિવાળો છે. હે ગૌતમ ! ૯૯૭૧૨ યોજનાના અને એક યોજનાના ૬૧ ભાગોમાંથી પ૧ ભાગ પ્રમાણના તેમજ ૬૧ ભાગોમાંથી કોઈ એક ભાગના કરવામાં આવેલા ૭ ખંડમાંથી એક ખંડ જેટલા પ્રમાણનો દ્વિતીય ચંદ્રમંડળનો આયામવિખંભ છે. તેમજ પરિક્ષેપનું પ્રમાણ ૩૧પ૩૧૯ યોજન કરતાં કંઇક વિશેષ થઈ જાય છે. હે ગૌતમ! તૃતીય અત્યંતર ચંદ્રમંડળનો આયામ વિખંભ ૯૯૭૮૫ ૪૧ ૧ ૨ ૭ યોજન જેટલો છે. દ્વિતીય મંડળની આયામ વિખંભની રાશિ પ્રમાણમાં ૭ર યોજનને તેમજ ૫૦ ૧ અને એક ચુહિકા ભાગને પ્રક્ષિપ્ત કરીને. આ પૂર્વોકત તૃતીયમંડળના આયામનવખંભનું પ્રમાણ નીકળી આવે છે. આના પરિક્ષેપનું પ્રમાણ ૩૧૫૫૪૯ યોજન કરતાં કંઈક વધારે છે. આ પ્રમાણ પૂર્વમંડળના પરિક્ષેપ. પ્રમાણમાં ૨૩૦ યોજન પ્રક્ષિપ્ત કરવાથી આવી જાય છે. ત્રણ આત્યંતર ચન્દ્રમંડળોમાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy