SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ જંબુદ્રીવપન્નત્તિ - ૭/૨૬૨ અવિષય ક્ષેત્ર ઉપર ચાલતા નથી. એટલે કે જે ક્ષેત્ર સ્પષ્ટ અવગાઢ તેમજ નિરંતરાવગાઢ હોય છે, તેજ ક્ષેત્ર એમનો સ્વવિષય હોય છે અને એનાથી ભિન્ન અસ્પૃષ્ટ અનવગાઢ તેમજ પરંપરાવગાઢરૂપ છે, તેની ઉપર એઓ ચાલતા નથી. હે ગૌતમ ! એ બન્ને સૂર્યો આનુપૂર્વીથી આસન્ન થયેલા ક્ષેત્ર ઉપર જ ચાલે છે, અનાનુપૂર્વથી અનાસન્ન ક્ષેત્ર ઉપર ચાલતા નથી. હે ગૌતમ ! એ બન્ને સૂર્યો નિયમપૂર્વક ૬ દિશાવિષયક ક્ષેત્રમાં ચાલે છે. પૂર્વાદ દિશાઓમાં તેમજ તિક્ વગેરે દિશાઓમાં ઉદિત સૂર્ય સ્કુટ રૂપમાં ચાલતો જોવા મળે છે. તેમજ ઉદિશા, અધોદિશામાં સૂર્યનું ગમન જેવું હોય છે તેવું જ તે અમોએ પહેલા પ્રકટ કરેલું છે. હે ગૌતમ ! તે બન્ને સૂર્યો પોતાના તેજથી વ્યાપ્ત થયેલા તે ક્ષેત્રરૂપ વસ્તુનું પ્રકાશન કરે છે પોતાના તેજથી અવ્યાપ્ત થયેલી વસ્તુનું પ્રકાશન કરતા નથી. હે ગૌતમ ! તે બે સૂર્યો વડે જે અવભાસનાદિ ક્રિયા કરવામાં આવે છે તે અતીત ક્ષેત્રમાં કરવામાં આવતી નથી, પ્રત્યુત્પન્ન વર્તમાન-ક્ષેત્રમાં જ કરવામાં આવે છે. અનાગત ક્ષેત્રમાં તે ક્રિયા કરવામા આવતી નથી હે ગૌતમ ! તે ક્રિયા ત્યાં સૂર્ય તેજથી સ્પષ્ટ થયેલી જ કરવામાં આવે છે. સૂર્ય તેજથી સ્પષ્ટ થયેલી તે કરવામા આવતી નથી. હે ગૌતમ ! તે ક્રિયા ત્યાં અવગાઢ થયેલી કરવામા આવે છે. અનવાગાઢ થયેલી કરવામાં આવતી નથી. હે ગૌતમ ! તે ક્રિયા ત્યાં અનંતરાવગાઢ રૂપ માં ત્યાં કરવામાં આવે છે. પરંપરાવગાઢ રૂપમાં ત્યાં તે ક્રિયા કરવામા આવતી નથી.. હે ગૌતમ ! તે અવભાસ નાદિરૂપ ક્રિયા ષષ્ઠિ મુહૂર્ત પ્રમાણમંડળ સંક્રમણકાળના પ્રારંભમાં કરવામાં આવે છે. મધ્યમાં પણ કરવામા આવે છે અને અંતમાં પણ કરવામાં આવે છે. હે ગૌતમ ! ઉર્ધ્વમાં તેઓ એકસો યોજન પ્રમાણવાળા ક્ષેત્રને પોતાના તેથી વ્યાપ્ત કરે છે કેમકે સૂર્ય વિમાનની ઉપર એકસો યોજન પ્રમાણવાળું ક્ષેત્ર જ તાપક્ષેત્ર માનવામાં આવેલું છે. તેમજ અોભાગમાં તેઓ પોતાના તેજથી ૧૮ હજાર યોજન પ્રમાણવાળા ક્ષેત્રને તપ્ત કરે છે-વ્યાપ્ત આઠ, યોજના નીચે સુધી ભૂતલ છે. એથી ૧ હજા૨ યોજનમાં નીચે ગ્રામ છે. તો એ બે સૂર્યો ત્ય સુધીના પ્રદેશને પોતાના તેજથી વ્યાપ્ત કરે છે. તેમજ તિર્યંગ દિશામાં એ બે સૂર્યો ૪૭૨૬૩-૨૧/૬૦ યોજન પ્રમાણ ક્ષેત્રને પોતાના તેજથી વ્યાપ્ત કરે છે. હે ગૌતમ ! માનુષોત્તર પર્વત સંબંધી ચન્દ્ર, સૂર્ય, યાવસ્ તારાઓ એ બધાં દેવો છે ને એ બધાં ઉર્વોપપન્નક નથી તેમજ કલ્પોપપન્નક પણ નથી. પરંતુ એ બધાં જ્યોતિષ્મ વિમાનોપપન્નક છે. ચન્દ્ર-સૂર્ય જ્યોતિ વગેરેથી સમ્બદ્ધ વિમાનોમાં ઉત્પન્ન થયેલાં છે. તેમજ ચારોપપક છે. મંડળગતિથી પરિભ્રમણ કરનારા છે. એથી એઓ ચાર સ્થિતિક નથી. પરંતુ ગતિશીલ છે. એથી જ એમને ગતિરતિક અને ગતિ સમાપન્નક કહેવામાં આવેલ છે. કદંબ પુષ્પને ઉર્ધ્વમુખ રાખીને સ્થાપિત કરવામાં આવે તેવા આકારવાળા અનેક હજાર યોજન પ્રમાણવાળા ક્ષેત્રને એઓ પોતાના તાપથી તપ્ત કરે છે-પ્રકાશિત કરે છે. એઓ અનવરત ૧૧૨૧ યોજન ત્યજીને સુમેરુપર્વતની પ્રદક્ષિણા કરતા રહે. અનેક હજાર યોજન પ્રમાણવાળા તાપક્ષેત્રને એઓ તપ્ત કરે છે-પ્રકાશિત કરે છે-એવું જે કહેવામાં આવેલું છે તે ચન્દ્ર સૂર્યોની અપેક્ષાએ કહેવામાં આવેલું છે. એ ચન્દ્ર -સૂર્ય વગેરે જ્યોતિષ્ક દેવોને જ્યારે ઈન્દ્ર ચ્યુત થાય છે. ત્યારે તેઓ તે સમયે શું કરે છે ? હે ગૌતમ ! તે સમયે ચાર કે પાંચ સામાનિક દેવો એક સંમતિથી મળીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy