SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ વસ્ત્રારો-૭ ૨૪૭ તેને આસન-સમીપતર માને છે, દૂર રહેવાં છતાં એ-આ દૂર છે એવું માનતા નથી. જવાબમાં પ્રભુ ગૌતમને કહે છે અહીં જેવું તમે અમને આ પ્રશ્નો દ્વારા પૂછ્યું છે તે બધું જ છે. આ જંબૂદ્વીપનામક દ્વીપમાં બે સૂર્યો છે અને તેઓ ઉદયના સમયમાં દર્શકોના સ્થાનની અપેક્ષાએ દૂર વ્યવહિત હોય છે, પરંતુ દ્રયની પ્રતીતિની અપેક્ષાએ તેઓ પાસે રહેલા જોવામાં આવે છે. મધ્યાહ્નકાળમાં દર્શકો વડે પોતાના સ્થાનની અપેક્ષાએ આસન દેશમાં રહેલા તે સૂર્યો દ્રરાજનની પ્રતીતિની અપેક્ષાએ દૂર દેશમાં રહેલા છે, એવી રીતે જોવામાં આવે છે. આ પ્રમાણે અસ્તમનના સમયે તેઓ દૂર દેશમાં રહેવા છતાંએ સમીપ જોવામાં આવે છે. હે ભદત ! આ બૂઢીપનામક દ્વીપમાં બે સૂર્યો ઉદય કાળમાં અને અતકાળમાં આ પ્રમાણે ત્રણે કાળોમાં ઉચ્ચતાની અપેક્ષાએ સમાન છે સમાન પ્રમાણવાળા છે? અથવા વિષમ પ્રમાણવાળા છે? હા ગૌતમ ! ઉદયકાળમાં, મધ્યાત કાળમાં અને અતકાળમાં અને સૂર્યો ઉચ્ચતાની અપેક્ષાએ સમાન પ્રમાણ વાળા છે-વિષમ પ્રમાણવાળા નથી.સમભૂતલની અપેક્ષાએ તેઓઆઠ-આઠસો યોજન જેટલે દૂર છે. આ પ્રમાણે અમે અબાધિતલોક પ્રતીતિનો આલાપ કરતા નથી. હે ગૌતમ! સૂર્યમંડળગત તેજના પ્રતિઘાતથી ઉદય પ્રદેશ દૂરતર હોવાથી તેની અવ્યાપ્તિથી ઉદયકાળમાં તે સ્વભાવતઃ દૂર હોય છે પરંતુ વેશ્યાના પ્રતિઘાતના કારણે સુખદ્રશ્ય હોવાથી તે પાસે છે એવું દેખાય છે. અને જ્યારે સૂર્યમંડળગત તેજપ્રચંડ થઈ જાય છે તેમજ સર્વત્ર વ્યાપ્ત થઈ જાય છે ત્યારે તે મધ્યાહ્નકાળમાં સ્વભાવતા પાસે રહેવા છતાંએ દૂર જોવામાં આવે છે હે ગૌતમ ! જંબુદ્વીપસ્થ બે સૂર્યો અતીત ક્ષેત્ર પર સંચરણ કરતા નથી. તે બે સૂર્યો વર્તમાનકાલિક ક્ષેત્ર પર સંચરણ કરે છે તે બે સૂર્યો અનાગત ક્ષેત્ર પર સંચરણ કરતા નથી. હે ગૌતમ! તે ગમ્યમાન ક્ષેત્રને સ્પર્શતા ચાલે છે, સ્પર્શ કર્યા વગર ચાલતા નથી. જે ગમ્યમાન ક્ષેત્રને એઓ સ્પર્શ કરતાં ચાલે છે તે ક્ષેત્ર ઓગાઢ-સૂર્યબિંબ વડે આશ્રયીકૃત હોય છે અથવા અનવગાઢ આશ્રયીકૃત હોતા નથી અનધિષ્ઠિત હોય છે? હે ગૌતમ! તે સૂર્યો અવગાઢ ક્ષેત્ર પર જ ચાલે છે, અનવગાઢ ક્ષેત્ર પર ચાલતા નથી. કેમકે આશ્રિત ક્ષેત્રનો જ ત્યાગ સંભવે છે. અનાશ્રિત ક્ષેત્રનો નહિ હે ગૌતમ! તે ક્ષેત્ર વ્યવ ધાન વગરનું હોય છે. વ્યવધાન સહિત થતું નથી. તાત્પર્ય આ પ્રમાણે છે કે જે આકાશ ખંડમાં જે સૂર્યમંડલાવયવ અવ્યવધાનથી અવગાઢ છે તે સૂર્યમંડલાવયવ તેજ આકાશ ખંડમાં ચાલે છે. અવર મંડલાવગાઢ આકાશખંડમાં ચાલતો નથી. હે ગૌતમ! તે અણુરૂપ અનંત રાવગાઢ ક્ષેત્ર ઉપર ચાલે છે અને બાદરરૂપ અનંતરાવગાઢ ક્ષેત્ર ઉપર પણ ચાલે છે. અનંતરાવગાઢ ક્ષેત્રમાં જે અણુના પ્રતિપાદિત થઈ છે તે સ ભ્યતર સૂર્યમંડળની અપે ક્ષાએ પ્રતિપાદિત થયેલી છે અને બાદરતા સર્વ બાહ્યમંડળની અપેક્ષાએ પ્રતિપાદિક થયેલી છે. સૂયનું ગમન તત્ તત્ ચક્રવાલ ક્ષેત્રો મુજબ હોય છે. હે ગૌતમ ! તેઓ ઉર્ધ્વક્ષેત્રમાં પણ ગમન કરે છે, અધઃક્ષેત્રમાં પણ ગમન કરે છે અને તિર્યંગ ક્ષેત્રમાં પણ ગમન કરે છે. ક્ષેત્રમાં ઉર્ધ્વતા, અધતા અને તિર્યકતા યોજનાના ૧ ભાગોમાંથી ૨૪ ભાગ પ્રમાણ ઉસેંધની અપેક્ષાએ હોય છે. હે ગૌતમ ! તે સૂર્યો તે કાળના પ્રારંભમાં પણ તે ક્ષેત્ર ઉપર ચાલે છે મધ્યમાં પણ તે ક્ષેત્ર ઉપર ચાલે છે અને અંતમાં પણ તે ક્ષેત્ર ઉપર ચાલે છે. હે ગૌતમ ! તેઓ સ્વવિષય ક્ષેત્ર ઉપર ચાલે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy