SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ બુદ્ધીવપન્નત્તિ-૭/૨ ૪૫ હજાર યોજન વિસ્તાર થાય છે અને લવણસમુદ્રનો વિસ્તાર બે લાખ યોજન જેટલો છે. એ બન્નેનો ષષ્ઠમાંશ ૩૩૩૩૩-૪૩ યોજન છે. બન્ને પરિમાણોનો સરવાળો કર વાથી ૭૮૩૩૩ -૧/૩ યોજન જેટલું આયામ પરિમાણ આવી જાય છે. હે ભદત ! સવભ્યિ તર મંડળમાં સંચરણ સમયે કર્ક સંક્રાતિના દિવસે કયા આકારના સંસ્થાનવાળી અંધકારની સંસ્થિતિ કહેવામાં આવી છે? આમ કહેવું બરાબર નથી કેમ કે અંધકાર અભાવરૂપ પદાર્થ નથી. પરંતુ પ્રકાશની જેમ તે પણ એક ભાવરૂપ પદાર્થ છે. હે ગૌતમ! અંધકારનું સંસ્થાન જેમ ઉર્ધ્વમુખના રૂપમાં મૂકવામાં આવેલ કદંબ પુષ્પનું સંસ્થાન હોય છે, તેવું જ કહેવામાં આવેલું છે. એથી આ સંસ્થાન આનું શકટ ધરાવતું થઈ જાય છે. આ પ્રમાણે આનું અન્તઃ સંસ્થાન સંકુચિત હોય છે અને બહારમાં તે વિસ્તૃત હોય છે. એટલા માટે તાપસંસ્થિતિના પ્રકરણમાં જે પ્રમાણે પહેલાં કહેવામાં આવેલું છે, તેવું જ આ બધું પ્રકરણ અહીં પણ તેની બે અનવસ્થિત બાહાઓ છે, સુધી ગ્રહણ કરી લેવું. મંદરપર્વતના અંતે પરિધિની અપેક્ષાએ મેરુપર્વતની પાસે મેરુપર્વતની દિશામાં ૩૨૪ - ૧૦ હે ગૌતમ ! મંદરપર્વતનો જે પરિક્ષેપ એટલે કે પરિધિનું પ્રમાણ ૩૧૬૨૩ યોજન કહેવામાં આવેલા છે. તે પરિમાણને બે સંખ્યા વડે ગુણિત કરીને-કેમકે સવળ્યુંતર મંડલસ્થ સૂર્ય જ્યારે થાય ત્યારે તાપક્ષેત્ર સંબંધી ત્રણેના મધ્યભાગમાં રજનીક્ષેત્રનું પ્રમાણ હોય છે-પછી તે ગુણિત રાશિમાં ૧૦ નો ભાગાકાર કરીને એટલે કે દશ-છેદ કરીને આ પૂર્વોક્ત દ૩૨૪-૬ /૧૦ પ્રમાણ પરિધિની અપેક્ષાએ અંધકાર સંસ્થિતિનું આવી જાય છે. સવભ્યિન્તર અંધકાર બાહાની પરિધિ પ્રકટ કરીને તેજ અંધકાર સંસ્થિતિની જે સર્વબાહ્ય બાહા છે, તેના પરિક્ષેપ વિશેષને પ્રકટ કરવા માટે સૂત્રકાર કહે છે- તે અંધકાર સંસ્થિતિની સર્વબાહ્ય બાહ્યા લવણસમુદ્રના અંતમાં લવણ સમુદ્રની પાસે તેની દિશામાં છે અને આના પરિક્ષેપનું પરિમાણ ૩૨૫-૬ /૧૦ યોજન જેટલું છે. આ અંધકાર સંસ્થિતિની સર્વબાહ્ય બાહા પૂર્વથી પશ્ચિમ સુધી છે અને આની પરિધિનું પ્રમાણ પૂર્વોક્ત છે. હે ગૌતમ ! જમ્બુદ્વીપનો જે પરિક્ષેપ ૩૧૬૨૨૮ યોજન જેટલો કહેવામાં આવેલો છે-તેને દ્વિગુણિત કરીને તેમાં ૧૦નો ભાગાકાર કરવો જોઇએ. આ પ્રમાણે અંધકાર સંસ્થિતિની સર્વબાહ્ય બાહાનો પરિક્ષેપ નીકળી આવશે. હે ગૌતમ ! ૭૮૩૩૩ -૧/૩ યોજન જેટલો છે. અવસ્થિત તાપક્ષેત્રની સંસ્થિતિના આયામની જેમ અહીં પણ પણ આયામ જાણવો જોઈએ. હે ગૌતમ ! ઊર્ધ્વમુખી થયેલ કદંબ પુષ્પનો જે પ્રમાણે આકાર હોય છે, તેવો જ આકાર તાપક્ષેત્રની સંસ્થિતિનો હોય છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે સભ્યતર મંડળમાં સંક્રમણ કાળમાં જેવું તાપક્ષેત્ર વગેરેનું સંસ્થાન કહેવામાં આવેલું છે. પૂર્વાનુપૂર્વી મુજબ જે અંધકાર સંસ્થિતિનું પ્રમાણ ૩ર૪પ-૧/૬ વર્ણિત કરવામાં આવેલું છે તે આ પશ્ચાનુપૂર્વી મુજબ વ્યાખ્યાન કરવાથી તાપક્ષેત્ર સંસ્થિતિનું પ્રમાણ જાણી લેવું જોઇએ. તેમજજે પ્રમાણ સવવ્યંતર મંડળમાં સંચરણ કાળમાં તાપક્ષેત્ર સંસ્થિ તિનું પહેલાં વર્ણિત થયેલું ૬૪૮૬૮-૪/૧૦ છે. તે અંધકાર સંસ્થિતિનું જાણવું જોઈએ. [૨૬૩-૨૬૮] હે ભદત ! જંબૂદ્વીપનામક આ દ્વીપમાં વર્તમાન બે સૂર્યો ઉદય વખતે ઉદયકાળથી ઉપલક્ષિત મુહૂર્તરૂપ સમયમાં દૃષ્ટાના સ્થાનની અપેક્ષાએ દૂર વ્યવહિત રહેવા છતાંએ મૂલ ડ્રષ્ટાની પ્રતીતિની અપેક્ષાએ સમીપમાં જોવા મળે છે. તથાપિ તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy