SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ વારો-૭ ૨૪૧ હે ગૌતમ ! તે સમયે ૧૮મુહૂર્તનીરાત હોય છે.પરંતુ આ રાત એક મુહૂર્તના કૃત ૬૧ ભાગો માંથી ૪ ભાગ કમ હોય છે. અહીં પૂર્વમંડળના બે અને પ્રસ્તુતમંડળના બે આ પ્રમાણેએ ચાર ભાગો ગૃહીત થાય છે. એટલે તે પૂર્વમંડળના એક મુહૂર્તના ૬૧ ભાગોમાંથી ૨ ભાગ અને આ પ્રમાણે ૪ ભાગો ગૃહીત થયા છે. તથા ૧૨-૪/૬૧ મુહૂર્તનો દિવસ હોય છે. એટલે કે ૪/૬૧ ભાગ જે રાત્રિના પ્રમાણમાં કમ થયોછે, તે અહીં વધી જાય છે. આ પ્રમાણે અનંતર વર્ણિત આ ઉપાય મુજબ પ્રતિમંડળ દિવસ અને રજની સંબંધી મુહૂતૅક ષષ્ટિ ભાદ્રયની વૃદ્ધિ અને હાનિ મુજબ જમ્બૂદ્વીપોમાં મંડળોને કરતો સૂર્ય તદનંતર મંડળથી તદનંતર મંડળ પર એક મંડળથી બીજા મંડળ પર ગમન કરતો, બે-બે મુહૂતૅક ષષ્ટિભા ગોને પ્રતિમંડળ ૫૨ ૨જનીક્ષેત્રને અત્યલ્પ કરતો કરતો તેમજ દિવસ ક્ષેત્રને વૃદ્ધિગત કરતો-ક૨તો અધિક-અધિક કરતો સર્વત્યંતરમંડળ પર પહોંચીને ગતિ કરે છે. જે કાળે સૂર્ય સર્વ બાહ્યમંડળથી સત્યિંતરમંડળ પર પહોંચી જાય છે. ત્યારે સર્વ બાહ્યમંડળની મર્યાદા કરીને ૧૮૩ રાત-દિવસોમાં ૩૬૬ અને એક મુહૂર્તના ૬૧ ભાગો સુધીની રાતના ક્ષેત્રમાં ન્યૂનતા કરતો અને દિવસના ક્ષેત્રમાં વૃદ્ધિ કરતો આ સૂર્ય ગતિ કરે છે. આ દ્વિતીય ષડ્ માસ છે. એટલે કે ઉત્તરાયણનો ચરમ માસ છે. અહીં ઉત્તરાયણની પરિસમાપ્તિ થઇ જાય છે. આ આદિત્ય સંવત્સર છે. અને અહીં આદિત્યના સંવત્સરની વર્ષની-સમાપ્તિ થઇ જાય છે. હે ભદંત ! જ્યારે સૂર્ય સર્વજ્યંતરમંડળ પર પહોંચીને ગતિ કરે છે. એટલે કે ઉત્તરાયણથી દક્ષિણાયન તરફ ગતિ કરે છે. તે સમયે તાપક્ષેત્રની સૂર્યના પ્રકાશથી પ્રકાશિત થયેલા ગગનખંડની શી વ્યવસ્થા હોય છે ? હે ગૌતમ ! ઉપરની તરફ મુખવાળા કદંબ પુષ્પનો જેવો આકાર હોય છે, તેવો જ આકાર વ્યવસ્થા સૂર્યના પ્રકાશથી પ્રકાશિત થયેલા ગગનખંડનો થાય છે. તે એક-એક તાપક્ષેત્ર સંસ્થિતિની બે બાહાઓ અનવ સ્થિત છે. તે નિયત પરિમાણવાળી નથી. તે બે બાાઓ આ પ્રમાણે છે-એક સર્વાભ્યન્તર બાહા અને બીજી સર્વ બાહ્યા બાહા. એમાં જે એક એક તાપક્ષેત્ર સંસ્થિતિની સર્વવ્યંતર બાહા છે, તે મંદ૨૫ર્વતના અંતમાં મેરુગિરિની પાસે ૯૮૬-૯/૧૦ યોજન જેટલી પરિક્ષેપવાળી છે. 4 હે ગૌતમ ! મંદ૨૫ર્વતનો જે પરિક્ષેપ છે, તેને ત્રણથી ગુણિત કરો અને પછી તે ગુણનળમાં દશનો ભાગાકાર કરો તેથી આના પરિક્ષેપનું પ્રમાણ નીકળી આવશે. આ પ્રમાણે શિષ્યોને સમજાવવા જોઇએ. તે તાપક્ષેત્ર સંસ્થિતિની જે સર્વ બાહ્ય બાહા છે તે લવણસમુદ્રના અંતમાં ૯૪૮૬૦ ૪ ૧૦ યોજન જેટલા પરિક્ષેપવાળી છે. હે ગૌતમ ! જંબુદ્રીપનો જે પરિક્ષેપ છે. તેને ત્રણ વડે ગુણિત કરો, અને ગુણિત કરીને આગત રાશિના ૧૦ છેદ કરો. એટલે કે ૧૦ થી ભાગાકાર કરો ત્યારે આ પૂર્વોક્ત પરિક્ષેપનું પ્રમાણ નીકળી આવે છે. હે ગૌતમ ! તાપક્ષેત્ર આયામની અપાક્ષાએ ૭૮૩૩૩-૧/૩ યોજન પ્રમાણ છે. એમાં ૪૫ હજાર યોજન તો દ્વીપગત છે અને શેષ ૩૩૩૩૩-૧/૩ લવણસમુદ્ર-ગત છે. એ બન્નેને એકત્ર કરીએ તો ૭૮૩૩૩ -૧/૩ યોજન થાય છે. આનો ભાવ આ પ્રમાણે છે કે મંદરપર્વતથી સૂર્ય પ્રકાશ પ્રતિહત્યમાન થાય છે. આવો કેટલાકનો મત છે. અને કેટલાક આ પ્રમાણે પણ વિચારે છે કે મેરુથી સૂર્યપ્રકાશ પ્રતિહન્યમાન થતો નથી, હવે પ્રથમ મત મુજબ -કે મેરુપર્વતથી માંડીને જંબૂદ્રીપ સુધી For Private & Personal Use Only www.jainelibrary.org 16 JamEducation International
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy