SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ વકખારો-૭ ૨૩૯ દક્ષિણાયન સંબંધી એકસો વ્યાસી દિવસ રૂપરાશિ પહેલા છ માસ અયનરૂપ કાળ વિશેષ છ માસનો સમૂહ પમાસ છે. આ પહેલાં છ માસ દક્ષિણ યાનના અન્તરૂપ છે. સર્વબાહ્ય ગતિની પછી સૂર્ય બીજા છ માસ ગમન કરતાં ઉત્તરાયણના પહેલા અહોરાત્ર માં બાહ્યાનન્તર બીજા મંડળમાં પ્રાપ્ત થઈને ગતિ કરે છે. હે ભગવન્! જ્યારે સૂર્ય સર્વ બાહ્ય મંડળની અપેક્ષાથી બીજા મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. બીજા મંડળના સંક્રમણ કાળમાં એક એક મુહૂર્તમાં કેટલા પ્રમાણવાળા ક્ષેત્રમાં જાય છે? હે ગૌતમ! એક મુહૂર્તમાં પ૩૦૪ -પ૭ જાય ત્યારે આ ભરતક્ષેત્રમાં રહેલા મનુષ્યો એકત્રીસ હજાર યોજનથી નવસોસોળ યોજન સાઠિયા ઓગણચાલી સમો ભાગ એક યોજનના સાઠ ભાગને એકસઠથી છેદીને સાઠ ચૂર્ણિક ભાગથી (૩૧૯૧૬-૩૯ /૬૦-૬૦/૬૧ તરત જ સૂર્યદ્રષ્ટિગોચર થઈ જાય છે. બીજા મંડળમાં પ્રવેશ કર્યા પછી જંબૂદ્વીપની સન્મુખ ગમન કરતો સૂર્ય બીજા. અહોરાત્રમાં બાહ્ય ત્રીજા મંડળમાં ગતિ કરે છે, એનાથી શું થાય છે? હે ભગવન્! જ્યારે સૂર્ય બાહ્ય ત્રીજા મંડળમાં જઈને ગતિ કરે છે. ત્યારે ત્રીજા મંડળના સંક્રમણ કાળમાં એક એક મુહૂર્તમાં કેટલા પ્રમાણવાળા ક્ષેત્રમાં ગમન કરે છે ? પ્રભુશ્રી કહે છે પાંચ હજાર યોજન ત્રણસો ચાર યોજન એક યોજનનો સાઠિયા ઓગણચાળીસમો ભાગ એક મુહૂર્તમાં જાય છે. આ પ્રમાણે આ બાહ્ય ત્રીજા મંડળમાં પરિધિનું પરિમાણ ત્રણ લાખ અઢાર હજાર બસો અગણ્યાસી છે. તેને સાઠની સંખ્યાથી ભાગવાથી પૂર્વોક્ત યથા કથિત મુહૂર્તગતિનું પ્રમાણ આ મંડળનું મળી આવે છે. તે સમયે આ ભરતક્ષેત્રમાં રહેલા મનુષ્યોને બત્રીસ હજાર ને એક યોજન એક યોજનનો સાઠિયા ઓગણપચાસમો ભાગ એક સાઠના ભાગને સાઠથી છેદીને તેવીસ ચૂર્ણિકા ભાગ કરવાથી સૂર્ય શીધ્ર ચક્ષુ ગોચર થઈ જાય છે. ઉક્ત પ્રકારથી આ ઉપાયથી ક્રમપૂર્વક તદનંતર અભ્યન્તર મંડલાભિમુખ ગમનરૂપ પ્રવેશ કરતો સૂર્ય તદનન્તર એટલે કે જે મંડળમાં હોય તેનાથી બીજા મંડળથી બીજા મંડળમાં જતાં જતાં એક યોજન સાઠિયા અઢાર અઢાર ભાગ એક એક મંડળમાં મુહૂર્ત ગતિને કમ કરતાં કરતાં કંઈક કમ પંચાસી પંચાસી યોજન પુરૂષ છાયાને વધારતા વધારતા સવવ્યંતરમંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. આ ઉત્તરાયણરૂપ બીજા છ માસ રૂ૫ ઉત્તરાયણનો છેલ્લો દિવસ છે. અર્થાતુ એકસોચ્યાસીમાં અહોરાત્ર હોવાથી તે છેલ્લો દિવસ કહેવામાં આવેલ છે. આ સૂર્ય સંવત્સર છે. આદિત્ય સંવત્સરના છેલ્લા અયનનો છેલ્લો દિવસ હોવાથી પર્યવસાનરૂપ કહેલ છે. હે ભદત ! સૂર્ય જે સમયે સ ભ્યન્તર મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. તે વખતે દિવસ કેટલો લાંબો હોય છે? રાત કેટલી લાંબી હોય છે? પ્રભુ કહે છે- હે ગૌતમ ! તે કાળમાં ઉત્તમ અવસ્થા પ્રાપ્ત થયેલ આદિત્ય સંવત્સર સંબંધી ૩૬૩ દિવસોની વચ્ચે જેમાં બીજો કોઈ દિવસ લાંબો થતો નથી એવો લાંબો દિન ૧૮ મુહૂર્તનો થાય છે. તેમજ સર્વથી જઘન્ય ૧૨ મુહૂર્તની રાત હોય છે. જે સ્થાને સ્થિત થઈને સૂર્ય સર્વોત્કૃષ્ટ દિવસ બનાવ્યો છે. તે સ્થાન પરથી ઉદિત થયેલો તે સુર્ય નવીન-પૂર્વસંવત્સરની અપેક્ષાએ દ્વિતીય સંવત્સર વર્ષને પ્રાપ્ત થઇને પ્રથમ અહોરાત્રમાં અત્યંતર મંડળ પછી દ્વિતીય મંડળ પર આવીને ગતિ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy