SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ વખારો-૫ ૨૧૭ વર્ણકમાં વર્ણવ્યા મુજબ વર્ણનવાળા યાવતુ એક યોજન જેટલા વિસ્તારવાળા દિવ્ય યાન વિમાનની વિદુર્વણા કરીને પછી અમારી આ આજ્ઞાનું પાલન કરવામાં આવેલ છે. એવી અમને સૂચના આપો. ખબર મળતાં જ તે અધોલોક વાસ્તવ્ય આઠ દિકુમારીકાઓ હર્ષિત તેમજ તુષ્ટ આદિ વિશેષણોવાળી થઈને ચાર હજાર સામાનિક દેવો, ચાર મહરિકાઓ યાવતુ અન્ય ઘણાં દેવ-દેવીઓની સાથે વિકર્વિત તે એક-એક યોજન જેટલા વિસ્તારવાળા યાનવિમાનો ઉપર આરૂઢ થઈ ગયા. તે વિમાનો ઉપર આરૂઢ થઈને તે સર્વે આઠ મહત્તરિક દિકુમારીઓ પોતાની પૂર્ણ સંપત્તિ, પૂર્ણતિ, પૂર્ણકાંતિથી યુક્ત થતી, મેઘના આકાર જેવા મૃદંગ અને પટહ વગેરે વાદ્યોના ગડગડાહટ સાથે પોતા ની ઉત્કૃષ્ટ વગેરે વિશેષણોવાળી દેવગતિથી ચાલતી ચાલતી જ્યાં ભગવાનું તીર્થંકરની જન્મ નગરી હતી અને તેમાં પણ જ્યાં તે તીર્થંકર પ્રભુનું જન્મ ભવન હતું ત્યાં ગઈ. ત્યાં જઈને તેમણે તે વિમાનો વડે ભગવાન તીર્થંકરના જન્મભવનની ત્રણ પ્રદક્ષિણાઓ કરી. પોત-પોતાના યાન વિમાનોને ઇશાન દિશામાં જ અવસ્થિત કર્યા દરેકે દરેક પોત-પોતાના ચાર હજાર સામાનિક દેવ વગેરેની સાથે-સાથે તે દિવ્ય યાનવિમાનોમાંથી નીચે ઉતરી, પોતાની સમસ્ત દ્ધિ વગેરે સહિત જ્યાં ભગવાનું તીર્થકર અને તીર્થંકરના માતા હતા ત્યાં ગઈ. ત્યાં જઈને તેમણે તીર્થંકર અને તીર્થંકરના માતાશ્રીની ત્રણ પ્રદક્ષિણાઓ કરી. ત્રણ પ્રદક્ષિણાઓ કરીને પછી તેમાંથી દરેક દિશાકુમારીકાઓએ પોતાના હાથોની અંજલિ કરી હે રત્નકુક્ષિધારિકે! તીર્થકર માતા ! આપશ્રીને અમારા નસ્કાર હો, હે જગતુ પ્રદીપદીપિકે, ગવર્તી સમસ્તજન તેમજ સમસ્ત પદાર્થોના પ્રકાશક હોવા બદલ દીપક જેવા પ્રભુને પ્રકાશિત કરનારી હે માતા ! આપશ્રીને અમારા નમસ્કાર હો. તે તીર્થકર મંગલભૂત ચક્ષુ જેવા છે. તેઓશ્રી મૂર્તિ છે. ચક્ષુ ગ્રાહ્ય છે. તે પ્રભુ મુક્તિ કાન્તાના પતિ ભવિષ્યકાલમાં થવાના છે. સમસ્ત કર્મોનો સમૂલ વિનાશ કરીને તેઓશ્રી નિવણિ પ્રાપ્ત કરશે, નિરાકુલ પરિણતકારી મુક્તિનો જ માર્ગ છે. મુક્તિના માર્ગની દેશના પ્રભુએ પોતાની વાણી દ્વારા આપી છે. પ્રભુની વાણી એવી થાય છે કે જે કોઈ જીવ તેને સાંભળે છે. તે તેની ભાષામાં પરિણત થઈ જાય છે. તેમણે રાગ-દ્વેષ રૂપી અન્તરંગ શત્રુઓ ઉપર વિજય મેળવ્યો છે. એથી જ તેઓશ્રીને જિન કહેવામાં આવે છે. તેઓ ધર્મના નાયક છે મોક્ષ માગના નેતા છે. બુદ્ધ, બોધ, નાથ નિર્મમત્વ, પ્રવર કુલ સમુભૂત જાત્યા ક્ષત્રિય આ પ્રકારના વિખ્યાત ગુણ સંપન્ન લોકોત્તમ તીર્થકરની આપશ્રી જન્મદાત્રી જનની છો એથી તમે ધન્ય છો. પુણ્યવતી છો, અને કૃતાથ છો. ' હે દેવાનુપ્રિયો ! અમે અધોલોક નિવાસની આઠ મહત્તરિકા દિકુમારીકાઓ છીએ. ભગવાન તીર્થ કરના જન્મ મહોત્સવને ઉજવવા માટે અમે અત્રે આવેલી છીએ, એથી તમે ભયભીત થાઓ નહિ. આમ કહીને તેઓ ઇશાન કોણ તરફ જતી રહી. ત્યાં જઈને તેમણે વૈક્રિય સમુદ્યાત વડે પોતાના આત્મ પ્રદેશોને શરીરમાંથી બહાર કાઢ્યા. તે આત્મ પ્રદેશોને તેમણે સંખ્યાત યોજનો સુધી દંડાકારમાં પરિણત ક્ય. યાવતું બીજીવાર પણ વૈક્રિય સમુદૂર્ઘાત કર્યો અને તેથી સંવર્તક વાયુકાયની વિકુવણા કરી. તે વાયુકાય શિવ કલ્યાણ રૂપ હતું. મૃદુક હતું, ભૂમિ ઉપર જ પ્રવાહિત થતું હતું તેથી અનુદ્ધત હતું. અન્ધ્વગામી હતું, એ ભૂમિતલ સાફ કરનાર હતું તેથી મનોરંજક હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy