SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ જબુદ્ધીવપનત્તિ-પ/૧૪ સર્વ ઋતુઓના પુષ્પોની ગંધથી તે આવાસિત હતું. તેની ગંધ પિંડરૂપ થઈને દૂર દૂર સુધી જતો હતો, એથી તે બલશાલી હતું અને વક્રગતિથી ચાલતું હતું એવા વાયુકાય વડે હે ભગવાનું તીર્થંકરના જન્મ ભવનના ચોમેરથી સારી રીતે તે આઠ મહત્તરિકા દિકુમારિ કાઓએ કમદારકની જેમ સમાર્જના કરી સફાઈ કરી. ત્યાં તૃણ, પાંદડા લાકડા, કચરો, અશુચિ પદાર્થ, મલિન પદાર્થ, દુરભિ ગન્ધવાળો પદાર્થ જે કંઈ હતું તેને ઉઠાવી-ઉઠાવીને, તે એક યોજન પરિમિત વૃત્ત સ્થાનથી બીજા સ્થળે નાખી દીધું. સંતર્વક વાયુને શાંત કરી પછી તે બધી દિલ્ફમારિકાઓ જ્યાં તીર્થંકર અને તીર્થંકરના માતુશ્રી હતાં ત્યાં આવી. ત્યાં જઈને તેઓ પોત-પોતાના ઉચિત સ્થાન ઉપર બેસી ગઈ અને પહેલાં ધીમા-ધીમાં સ્વરે અને ત્યાર પછી જોર-જોરથી ગાવા લાગી. [૨૧૫-૨૨] તે કાળ અને તે સમયમાં ઉર્ધ્વલોક વાસિની આઠ મહત્તરિકા દરેક દિક્કમારિકાઓ પોત-પોતાના કુટોમાં, પોત-પોતાના ભવનોમાં, પોત-પોતાના પ્રાસાદા વાંસકોમાં જે પ્રમાણે પ્રથમ સૂત્રમાં કહેવામાં આવ્યું છે તે પ્રમાણે પોત-પોતાના ચાર હજાર સામાનિક દેવો વગેરેની સાથે પરિવૃત થઈ ને ભોગો ભોગવી રહી હતી, તેમના નામો આ પ્રમાણે છે. મેઘંકરા, મેઘવતી, સમેઘા, મેઘમાલિની, સુવત્સા, વત્સ મિત્રા, વારિસેણા અને બલાહકા. આ આઠ મહત્તરિક દિકુમારિકાઓમાં જે ઉર્ધ્વ લોકવા. સિતા છે તે આ સમતલ ભૂતલથી પ00 યોજન ઊંચાઈ વાળા, નન્દનવનમાં આવેલા પંચશતિક આઠ કૂટોમાં રહેવાસી છે. જ્યારે તીર્થંકર પ્રભુને જન્મ થઈ ગયો, ત્યારે એ ઉર્ધ્વલોકવાસિની આઠ દિકુમારિકાઓએ પોતપોતાના આસનો કંપિત થતાં જોયાં થાવત હે દેવાનુપ્રિયે અમે સોકો ઉર્વલોકવાસિની આઠ દિક્યુમારિકા મહત્તરિકાઓ છીએ. અમે ભગવાનુ તીર્થંકરનો જન્મ મહોત્સવ ઉજવીશું. આ પ્રમાણે કહીને તેઓ ઈશાન કોણ તરફ જતી રહી. ત્યાં જઈને તેમણે યાવતું આકાશમાં પોતાની વિક્રિયા શક્તિ વડે મેઘોની વિમુર્વણા કરી. તેમણે વૈક્રિયશક્તિથી મેઘો ઉત્પન્ન કર્યા અને તે મેઘોએ તે ભગવાનું તીર્થંકરના જન્મ ભવનની ચોમેરની એક યોજન જેટલી ભૂમિને નિહત રજ વાળી, નષ્ટ ૨જવાળી ભ્રષ્ટ ૨જવાળી, પ્રશાંત રજવાળી અને ઉપશાંત ૨જવાળી બનાવી દીધી. પૂર્વોક્ત વિશેષણો વાળો તે કમરિદારક એક બહુ મોટા પાણીથી ભરેલા માટીના કલશને અથવા પાણીના કુંભને અથવા પાણીથી પાણીથી ભરેલા થાળને અથવા પાર્ટથી ભરેલા ઘટને અથવા પાણીથી ભરેલા ભંગારને લઈને રાજાંગણને યાવતુ ઉદ્યાનને ચોમેરથી સારી રીતે અભિસિંચિત કરે છે, આ પ્રમાણે જ તેમણે પુષ્પ વરસાવનારા મેઘોના રૂપમાં પોતાની વિદુર્વણા કરી. અને એક યોજન પરિમિત ભૂમિ ઉપર પુષ્પોની વર્ષા કરી. પુષ્પોની વર્ષા કરીને તેમણે તે એક યોજન પરિમિત ક્ષેત્રને યાવતુ કાલા ગુરૂની, પ્રવર કુંદરકની તેમજ તુરષ્ક લોબાનનો ધૂપ સળગાવીને સુગંધિત કરી દીધું તે સમસ્ત એક યોજન પરિમિત ભૂભાગને તેમણે સુરવર ઈન્દ્રનાં માટે અવ તરણ યોગ્ય બનાવી દીધો. બનાવીને પછી તેઓ સર્વે જ્યાં ભગવાન્ તીર્થકર અને તીર્થકર જનની હતાં ત્યાં ગઈ. ત્યાં જઈને તેઓ પોતાના ઉચિત સ્થાને બેસી ગઈ અને પહેલા ધીમે-ધીમે અને ત્યાર બાદ જોરજોરથી માંગલિક જન્મોત્સવ ગીતો-ગાવા લાગી. તે કાળે અને તે સમયે પૂર્વ દિભાગવર્તિ રુચક કૂટ વાસિની આઠ દિકુમારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy