SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ જબુદ્ધીવપનતિ-૪/૨૮ એમની ચોમેર વનમાળાઓ છે. તે ભવનની અંદરનો જે ભૂમિભાગ છે. તે બહસમ રમણીય છે. એકદમ વચ્ચે એક સુવિશાળ મણિમયી પીઠિકા કહેવાય છે. આ મણિ પીઠિકા આયામ અને વિખંભની અપેક્ષા પાંચસો ધનુષ જેટલી છે. તેમજ જાડાઈની અપેક્ષા ૨૫૦ ધનુષ જેટલી છે. એ સવત્મિના મણિમયી છે. અને આકાશ તેમજ સ્ફટિક જેવી. નિર્મળ છે. અહીં મણિપીઠિકાની ઉપર એક સુવિશાળ શયનીય છે. તે દેવશયનીયનો પ્રતિપાદો અનેક મણિઓથી નિર્મિત હતા. એના મૂળપદો સુવર્ણ નિમિત હોય છે. એના ગાત્રો-ઈષતુ જબૂનદ-સ્વર્ણ વિશેષના બનેલા છે. એની સંધિઓ વજ રત્નની બનેલી છે. એની ઉપર જે તૂલી-પાથરેલા છે તે રજતમય છે. એની ઉપર જે ઉપધાનક મૂકવામાં આવ્યાં છે, તે લોહિતાક્ષ રત્નથી બનેલો છે. તેમજ ગાલની નીચે જે નાનું ઓશીકું મૂકવામાં આવેલ છે તે સ્વર્ણ વિશેષથી નિર્મિત છે. એ શયનીય પુરુષ પ્રમાણ ઉપધાનથી યુક્ત છે. એ શય્યા મધ્ય ભાગમાં નિમ્ન અને ગંભીર છે. અતિ મૃદુ હોવા બદલ એ શય્યા ગંગાના વાલુકામય તટની જેમ નર્મ છે, સુકોમળ છે. વિશિષ્ટ સંસ્કાર, થી-કસબ વગેરેથી યુક્ત છે.રેશમી વસ્ત્રથી તેમજ કપાસ અથવા અળસીથી નિર્મિત વસ્ત્રથી એ આચ્છાદિત છે. છર્મમય વસ્ત્ર વિશેષ રૂપ આજિનકની જેમ નવનીત માખણની જેમ તેમજ અકસૂલની જેમ આનો સ્પર્શ કોમળ છે. એની ઉપર ધૂળ પડે નહિ એ માટે એક આચ્છાદન વિશેષ છે. એ સુરમ્ય છે- પ્રાસાદીય છે. પૂર્વોક્ત કમળ બીજા અન્ય ૧૦૮ કમળોથી કે જેમનું પ્રમાણ એ પ્રધાન કમળ કરતાં અડધું હતું ચોમેરથી આવૃત્ત હતું. એમાંથી દરેકે દરેકે કમળ આયામ અને વિખંભની અપેક્ષાએ બે ગાઉ જેટલાં છે. જાડાઈની અપેક્ષાએ એ એક એક ગાવ જેટલાં છે. ઉધનની દ્રષ્ટિએ એ ૧૦ યોજન જેટલાં છે-અને ઉંચાઈની અપેક્ષાએ એ કમળો એક ગાઉ જેટલાં છે પાણીથી એ કમળો કંઇક અધિક ૧૦ યોજન ઉપર ઉઠેલાં છે. એ બધાં કમળોના મૂળ વજમય છે. યાવતુ એ કમળોની કણિકાઓ કનક સુવર્ણમયી છે. તે કર્ણિકા આયામની અપેક્ષાએ એક ગાઉ જેટલી છે. જાડાઈની અપેક્ષાએ એક ગાઉ જેટલી છે. એ સવત્મિના કનકમયી છે. તે મૂળ પાની વાયવ્ય દિશામાં, ઉત્તર દિશામાં અને ઈશાન વિદિશામાં શ્રી દેવીના ચાર સહસ્ત્ર સામાનિક દેવોના ચાર હજાર પદ્મો છે. તે મૂળ પદ્રની પૂર્વ દિશીમાં શ્રી દેવીની ચાર મહત્તરિકાઓના ચાર પડ્યો છે. તે પાની દક્ષિણ પીરસ્ય દિશા રૂપ આગ્નેય કોણમાં શ્રી દેવીના આત્યંતર પરિષદાના આઠ હજાર દેવોના આઠ હજાર પડ્યો છે દક્ષિણ દિભાગમાં મધ્યમ પરિષદાના દશ સહસ્ત્ર દેવોના દશ હજાર પડ્યો છે. દક્ષિણ પશ્ચિમ દિભાગમાં નૈઋત્ય કોણમાં બાહ્ય પરિષ દના ૧૨ હજાર દેવોના ૧૨ હજાર પડ્યો છે. પશ્ચિમ દિશામાં સાત અનીકાધિ પતિઓના સાત પડ્યો છે. તે મૂળ પાની ચોમેર શ્રી દેવીના સોળ હજાર આત્મરક્ષક દેવોના ૧૬ હજાર પડ્યો છે. એ આત્મરક્ષક દેવો દરેક દિશામાં ૪-૪ હજાર જેટલી સંખ્યામાં રહે છે. એ મૂળ પવા એ કથિત પર પરિક્ષેપોથી ચોમેર ઘેરાયેલ છે. પ્રથમ આત્યંતરિક પદ્મા પરિક્ષેપ બીજું માધ્યમિક પા પરિક્ષેપ અને તૃતીય બાહ્ય પ પરિક્ષેપ એ સર્વમાં જે આત્યંતરિક પત્ર પરિક્ષેપ છે તેમાં ૩ર લાખ પદ્મો છે. મધ્યનું જે પડ પરિક્ષેપ છે તેમાં ચાલીસ લાખ પડ્યો છે. તેમજ જે બાહ્ય પદ્મ પરિક્ષેપ છે. તેમાં ૪૮ લાખ પધો છે. એ પા પરિક્ષેપ ત્રય આભિયોગિક દેવ સંબંધી છે. એ પ્રમાણે એ પાપરિક્ષેપ ત્રયોની સંખ્યાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy