SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ વારો-૪ ૧૭૫ પ્રમાણ એક કરોડ ૨૦ લાખ હોય છે. શ્રી દેવીના નિવાસસ્થાન રૂપ પદ્મ એક છે. તેમજ શ્રી દેવીના નિવાસભૂત પદ્મની ચોમેર ચારે દિશાઓમાં જે પદ્મો છે તે ૧૦૮ છે. ચાર સહસ્ર સામાનિક દેવોના નિવાસસ્થાન રૂપ પદ્મો ચાર સહસ્ર છે ચાર મહત્તરિકાઓના નિવાસ ભૂત પદ્મો ૪ છે. આત્યંતર પરિષદાવર્તી ૮ હજાર દેવોના નિવાસ ભૂત પદ્મો ૮ સહસ્ર છે. મધ્ય પરિષદાવર્તી ૧૦ સહસ્ર દેવોના નિવાસભૂત પદ્મો ૧૦ સહસ્ર છે. મધ્યમપરિષદાવર્તી ૧૨ સહસ્ર દેવોના નિવાસસ્થાન રૂપ પદ્મો ૧૨ હજા૨ છે. સાત અનીકાધિપતિઓના નિવાસ સ્થાન ભૂત પદ્મો ૭ છે, ૧૬ હજાર આત્મરક્ષક દેવોના નિવાસ ભૂત પદ્મો ૧૬ હજાર છે. આ પ્રમાણે સપરિવાર શ્રી દેવીના નિવાસભૂત સર્વ પદ્મોની સંખ્યાનો સરવાળો ૫૦૧૨૦ થાય છે. આત્યંતર મધ્યમ તેમજ બાહ્યપદ્મ પરિક્ષેપ પદ્મ સંખ્યા ૨૨૦૫૦૧૨૦ સમસ્ત પદ્મો થાય છે. હે ગૌતમ ! પદ્મદ્ધમાં ઠેક-ઠેકાણે અનેક કમળો છે યાવત્ શત સહસ્ર પાંદડાવાળા પદ્મો છે. તે પદ્મયમાં વનસ્પતિકાયિક કમળો પણ અનેક છે. તેમજ પૂર્વોક્ત પ્રમાણવાળા જે કમળો-પો-છે તેઓ શાશ્વત છે અને પૃથ્વીકાયિક છે. આ પ્રમાણે પદ્મદના આકારવાળા અને પદ્મહના વર્ણ જેવા પ્રતિભાસવાળા પદ્મોને પદ્મદ્લ કહેવામાં આવેલ છે. ‘પદ્મ’ એવું જે નામ રાખવામાં આવેલ છે અનાદિ કાળથી ચાલતું આવી રહ્યું છે. પદ્મદ્ભયમાં શ્રી દેવી રહે છે અને તે કમળમાં નિવાસ કરે છે. એથી શ્રી નિવાસ યોગ્ય પદ્મનું આશ્રયભૂત હોવાથી એ જલાશયનું નામ પદ્મદ્ભુ છે. શ્રી દેવી મહર્દિક છે યાવત્ એની ઉંમર એક પલ્યોપમ જેટલી છે. આનું આ પ્રમાણેનું નામ હતું આપ્રમાણે નામ અત્યારે પણ છે અને ભવિષ્યત્ કાળમાં પણ એવું જ રહેશે [૧૨૯] તે પદ્મદના પૂર્વ દિગ્વર્તી તોરણથી ગંગા મહા નદી પોતાના જ પરિવાર ભૂત ૧૪ હજાર નદીઓ રૂપી સંપત્તિથી યુક્ત હોવા બદલ તેમજ સ્વતંત્ર રૂપથી સમુદ્રગામિની હોવા બદલ પ્રકૃષ્ટ નદી છે. સિંધુ આદિ નદીઓમાં પણ આ પ્રમાણે જ પ્રકૃષ્ટતા જાણવી જોઇએ. એ ગંગા મહાનદી પૂર્વાભિમુખ થઇને પાંચસો યોજન સુધી તેજ પર્વત ઉપર પ્રવાહિત થતી ગંગાવર્ત નામકફૂટ સુધી નહિ પહોંચીને પરંતુ તેની પાસેથી પાછી ફરીને ૫૨૩ -૩ /૧૯ યોજન સુધી દક્ષિણ દિશા તરફ તે પર્વત પાસેથી પાછી ફરે છે, અને ખૂબજ પ્રચંડ વેગથી અને પ્રચંડ સ્વર સાથે ઘડાના મુખમાંથી નિકૃત શબ્દમાન જલ પ્રવાહ તુલ્ય તેમજ મુક્તાવલિ નિર્મિત હાર જેવા સંસ્થાનવાળા એકસો યોજન ક૨તા પણ કંઇક અધિક પ્રમાણોપેત પ્રવાહથી પ્રપાત કુંડમાં પડે છે. ગંગા મહાનદી જે સ્થાન ઉપરથી પ્રપાત કુંડમાં પડે છે. ત્યાં એક વિશાળ જિલ્લા જેવી આકૃતિ ધરાવતી પ્રણાલી છે. એ પ્રણાલી આયામની અપેક્ષાએ અર્ધા યોજન જેટલી છે અને વિખુંભની અપેક્ષાએ એક ગાઉ સહિત ૬ યોજન જેટલી છે. તેમજ એની મોટાઇ અર્ધા ગાઉ જેટલી છે. એ સર્વાત્મના રત્નમયી છે. -આકાશ અને સ્ફટિક જેવી એ તદ્દન નિર્મળ અને સ્નિગ્ધ છે. ગંગા મહાનદી જ્યાં પડે છે ત્યાં એક વિશાળ ગંગા પ્રપાત કુંડ નામક કુંડ છે. આયામ અને વિખંભની અપેક્ષાએ એ ૬૦ યોજન જેટલું પ્રમાણ ધરાવે છે. કંઇક વિશેષાધિક ૧૯૦ યોજન પ્રમાણ આનો પરિક્ષેપ છે. ૧૦ યોજન જેટલી આની ઉંડાઇ છે. એ આકાશ અને સ્ફટિક મણિવત્ નિર્મળ છે. તેમજ સ્નિગ્ધ છે એનો કિનારો રજતમય છે. અને તે સમ છે. નીચો ઊંચો નથી વજ્રમય એના પાષાણો છે. એનો તલ ભાગ વજ્રમય છે. એમાં જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy