SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ વખારો-૪ ૧૭૩ યોજન જેટલો છે તે પરિધિની અપેક્ષાએ કહેલ છે. એ ક્ષુદ્ર હિમવતુ પર્વનું સંસ્થાન રુચક ના જેવું સંસ્થાન હોય છે, તેવું જ છે. એ પર્વત સ્વભાવતઃ અચ્છ-સ્વચ્છ અને ગ્લજ્જ છે, થાવત્ પ્રતિરૂપ છે. પર્વત બન્ને તરફ બે પાવર વેદિકાઓથી અને બે વનખંડોથી આવૃત્ત છે. એ ક્ષુદ્ર હિમવત્ વર્ષધર પર્વતના ઉપરનો ભૂમિ ભાગ બહુસમ રમણીય છે અને તેનું મૃદંગનું મુખ હોય છે. યાવતુ અહીં અનેક વાનવ્યંતર દેવો અને દેવીઓ ઉઠે છે-બેસે છે. એ અંગેનું વિવરણ ષષ્ઠ સૂત્રમાં આપવામાં આવેલ છે. [૧૨૮] તે ક્ષુલ્લક હિમવંત પર્વતના બહુસમરમણીય ભૂમિભાગની ઠીક વચ્ચે એક વિશાળ પદ્મદ્રહ નામક દ્રહ છે. એ દ્રહ પૂર્વથી પશ્ચિમ સુધી લાંબુ છે ઉત્તરથી દક્ષિણ સુધી વિસ્તર્ણ છે. એક “સહસ્ર યોજન જેટલી એ દ્રહની લંબાઈ છે. એ આકાશ અને સ્ફટિકના જેવો અચ્છ-નિર્મળ છે, શ્લષ્ણ છે- ચિક્કણ છે. આખો તટ રજતમય છે. પદ્મદૂહ ચોમેર એક પદ્વવર વેદિકાથી અને એક વનખંડથી પરિક્ષિપ્ત છે- તે પદ્મદૂહની ચોમેર સુંદર-સુંદર ત્રિસોપાનત્રયો છે. એ ત્રિસોપાન પ્રતિરૂપકોના જે મો-દ્વારભૂમિ ભાગથી ઉપરની તરફ ઉસ્થિત પ્રદેશો છે તે વજમય છે. એમનું પ્રતિષ્ઠાન-મૂલપાદ-રિણરત્નમય છે. સ્તંભવૈડૂર્ય રત્નમય છે. ફલક એના સુવર્ણમય અને રૂપ્યમય છે એની સંધી વજમય છે. સૂચિઓ લોહિતાક્ષ રત્નમય છે. એની અવલંબન વાહાઓ અવલંબન ભિત્તિઓ અનેક પ્રકારના મણિઓથી નિર્મિત છે. દરેક સોપાનત્રયની આગળ તોરણો છે. એ તોરણો અનેક મણિઓથી નિર્મિત છે. એ પદ્મદૂહની ઠીક વચ્ચે એક વિશાળ પા છે. એ પાની લંબાઈ અને પહોળાઈ એક યોજન જેટલી અને જાડાઈ અડધા યોજન જેટલી અને એનો ઉદ્ધધ દશ યોજન જેટલો છે. એ જ લાન્તથી બે ગાઉ ઉપર ઉઠેલું છે. આ પ્રમાણે આનો કુળ વિસ્તાર ૧૦યોજન કરતાં કંઈક અધિક છે. તે કમળ પ્રાકાર રૂપ એક જગતીથી ચોમેર આવૃત્ત છે. એ પદ્મપરિવેષ્ટન રૂપ જગતી જબૂદ્વીપ જગતીની બરાબર છે.આનો આકાર ગોપુચ્છ જેવો થઈ ગયો છે. એ જગતીમાં જે ગવાક્ષ કટક જાલક સમૂહ છે તે પણ ઊંચાઈમાં અડધા યોજન જેટલો છે. અને વિખંભમાં પ૦૦ ધનુષ જેટલો છે. એ પદ્મની મૂળો કન્દથી નીચે ત્રાસા બહિઃ નિવૃત જટાજૂટ રૂપ અવયવ વિશેષ-રિષ્ટ રત્નમય છે. એનું કન્દ- વૈર્ય-રત્નમય છે. નાલ-વૈડૂર્યરત્નમય છે. એના બાહ્યપત્રો પણ વૈડૂર્યરત્ન મય છે. અને શેષ પત્રો રક્ત સુવર્ણમય છે. એનાં કેશરો રક્ત સુવર્ણમય છે. એના કમળ બીજા વિભાગો અનેકવિધ મણિમયોથી નિર્મિત છે. આની કણિકા સુવર્ણમય છે. આયામ એક ગાવ જેટલી છે. એ સવત્માના સુવર્ણમયી છે તેમજ આકાશ અને અને સ્ફટિકમણિ જેવી એ નિર્મળ છે. એ કર્ણિકાની ઉપરનો ભૂમિભાગબહુસમરમણીય આલિંગ પુષ્કર-મૃદંગ-મુખના જેવો હોય છે. ઈત્યાદિ એ બહુસમરમણીય ભૂમિભાગની એકદમ વચ્ચે એક સુવિશાળ ભવન આવેલ છે. એ ભવન આયામની અપેક્ષાએ એક ગાઉ જેટલું, વિખંભની અપેક્ષાએ અડધા ગાઉ જેટલું અને ઊંચાઈની અપેક્ષાએ કંઈક કમ એક ગાઉં જેટલું છે. એ ભવન સેંકડો સ્તંભો ઉપર ઊભું છે. તેમજ એ પ્રસાદીય અને દર્શનીય એ ભવનની ત્રણ દિશાઓમાં ત્રણ દ્વારો આવેલા છે. એ દ્વાર ૫૦૦ ધનુષ જેટલા ઊંચા છે અને ૨૫૦ ધનુષ જેટલા પહોળા છે. તેમજ તેમની અંદર પ્રવિષ્ટ થવાનો માર્ગ પણ આટલો જ પહોળો છે. દ્વારા પ્રાયઃ અંતરત્નોથી નિર્મિત છે. એમની ઉપર જે સ્કૂપિકાઓ છે- તે ઉત્તમ સ્વર્ણ નિર્મિત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy