SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ વખારો-ર ૧૨૫ વાહન છે. આસન કમ્પાયમાન થયું અરજ અમ્બર વસ્ત્ર ધારણ કરે છે. એ નિર્મળ આકાશનો રંગ જેમ સ્વચ્છ હોય છે, તેમજ આ ઈન્દ્ર પહેરેલાં વસ્ત્રોનો વર્ણ પણ સ્વચ્છ-નિર્મલ હોય છે. એ ઈશાન નામક કલ્પમાં ઇશાનાવતંસક વિમાનમાં સુધમાં નામની સભામાં સ્થિત ઈશાન નામક સિંહાસન પર વિરાજમાન રહેતો. એવો એ ઈશાન્દ્ર ૨૮ લાખ વૈમાનિક દેવો પર, ૮૦ હજાર સામાનિક દેવો પર, ૩૩ ત્રાયશ્ચિશક દેવો પર, સોમાદિક ચાર લોકપાલો પર, સપરિવાર આઠ અગ્રમહિષીઓ પર, બાહ્ય, મધ્ય અને આત્યંતર ત્રણ સભાઓ પર, હયાદિ પ્રકારના સાત સૈન્યોપર, તેમના સાત સેનાપતિઓ - પર, ૮૦-૮૦ હજાર ચારે દિશાઓના આત્મરક્ષક દેવોના તેમજ બીજાં અનેક ઈશાનદેવલોકવાસી દેવ-દેવીઓ પર આધિપત્ય કરતો વિપુલ ભોગ ભોગોનો ઉપભોગ કરતો પોતાનો સમય સુખેથી પસાર કરતો હતો. તે સમયે આ દેવેન્દ્ર દેવરાજ ઈશાન ઇન્દ્રનું આસન કમ્પાયમાન અવધિ જ્ઞાનને ઉપયુક્ત કર્યું તીર્થંકર ભગવાનના તે અવધિજ્ઞાન વડે દર્શન કર્યાં શક્રેન્દ્રની જેમ સકળ પરિવાર સહિત અષ્ટાપદ પર્વત પર આવી ગયો. અને ત્યાં આવીને તેણે વન્દન નમસ્કાર પૂર્વક ભગવાનની પર્યાપાસના કરી. આર્ચ પ્રમાણે અત દવ લોકપર્યન્તના સઘળા ઈન્દ્રો પોત પોતાના પરિવાપર સહિત અષ્ટાપદ પર્વત પર આવ્યા એજ પ્રમાણે ભવનવાસીયોના વીસ ઈન્દ્ર, વ્યંતર દેવો ના સોળ કાળ વિગેરે ઈન્દ્ર અને જ્યોતિષ્કોના ચંદ્ર અને સૂર્ય એ બે ઈન્દ્ર પોત પોતાના પરિવાર સાથે આ અાપદ પર્વત પર આવ્યા, તેઓ સર્વે સવિધિ ભગવાનને નમન કરીને એકદમ તેમની પાસે પણ નહિ તેમ તેમનાથી વધારે દૂર પણ નહિ આ પ્રમાણે યોગ્ય સ્થાને બેસી ગયા. તે સમયે તેમના બન્ને હાથો ભક્તિવશ અંજલિ રૂપે સંયુક્ત હતા તેમની આંખોમાંથી અશ્રુધારાઓ પ્રવાહિત થઈ રહી હતી. ત્યાર બાદ દેવેન્દ્ર દેવરાજ શક્ર તે ઉપસ્થિત થયેલા સમસ્ત-૬૪, પરિવાર સહિત ભવનપતિઓ વ્યંતરો જ્યોતિષ્કો તેમજ વૈમાનિક દેવેન્દ્રોને. આ પ્રમાણે કહ્યું છે દેવાનુપ્રિયો. તમે સર્વ મળીને શીધ્ર નન્દન વનમાંથી સરસ ગોશીષચન્દનના લાકડાઓ લાવો અને ત્રણચિત્તાઓ તૈયાર કરી એક અરિહંત માટે એક ગણધર માટે અને એક અવશેષ અનગારો માટે. ત્યાર બાદ દેવેન્દ્ર દેવરાજ શકે અભિયોગ્ય જાતિના દેવોને બોલાવ્યા. હે દેવાનુપ્રિયો, તમે શીધ્ર ક્ષીરોદક સમુદ્ર પર જાઓ અને ત્યાંથી ક્ષીરોદક લઈ આવો ત્યારપછી દેવેન્દ્ર દેવરાજ શકે તીર્થંકર ના શરીરને તે ક્ષીરોદકથી સ્નાનકરાવ્યું અને ગોશીષનામના શ્રેષ્ઠનો લેપ કર્યો. હંસના જેવા સફેદ વર્ણવાળ વસ્ત્રથી સુસજીત કર્યું સંઘળા અલંકારોથી શોભાયમાન કર્યું ભગવાનના શરીરને વિભૂષિત કર્યા પછી પછી ભવનપતિથી આરંભીને વૈમાનિક પર્યન્ત ના દેવોએ ગણધરના શરીરોને અને અનગારોના શરીરોને પણ ક્ષીરોદકથી સ્નાન કરાવ્યું તે સર્વને સ્નાન કરાવીને પછી સરલ ગોશીષ નામના ઉત્તમ ચંદનથી લેપક દેવદૂષ્ય યુગલ તે શરીરોપર પહેરાવ્યા. એ શરીરોને સઘળા પ્રકારના અલંકા રોથી અલંકૃત કર્યાં. હે દેવાનુપ્રિયો આપ ઈહામૃગ, વૃષભ, તુરગ યાવતુ વનલતાઓ ના ચિત્રોથી ચિત્રિત એવી ત્રણ શિબિકાઓ અર્થાત પાલખીઓની વિકર્વણા કરાવો તે પૈકી એક ભગવાન તીર્થકરને માટે એક ગણધરો માટે અને એક બાકીના અનગારી આપેલ આજ્ઞાનુસાર એ ભુવનપતિ દેવોથી લઈને વૈમાનિક પર્યન્તના દેવોએ ત્રણ પાલખીઓના વિકુવણ કરી. એ દેવેન્દ્ર દેવરાજ શક્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy