SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ જંબુદ્વિવપન્નત્તિ- ૨/૪૫ કુક્ષિમાં અવતીર્ણ થયા. ઉત્તરષાઢા નક્ષત્રમાં જ તેઓ રાજ્યપદે અભિષિક્ત થયા. ઉત્તરષાઢા નક્ષત્રમાં જ તેઓ મુંડિત થઈને અગારા વસ્થાથી અનગારાવસ્થામાં પ્રવ્ર જિત થયા. અને ઉત્તરાષાઢા નક્ષત્રમાં જ તેમણે અનંત યાવતુ કેવળવરજ્ઞાન દર્શનની પ્રાપ્તિ કરેલી અહીં ઋષભનાથ પ્રભુનું નિવણ અભિજિતુ નામના નક્ષત્રમાં થયું. [૪૬] કૌશલિક તે ઋષભ અહત વજઋષભનારાચ-સંહનનવાળા હતા, તેમનું સંસ્થાન સમચતુરસ્ત્ર હતું. તેમના શરીરની ઉંચાઈ પ૦૦- ધનુષની હતી. આ ઋષ ભનાથ જીતેન્દ્ર વીસ લાખ પૂર્વ પર્યન્ત કુમાર અવસ્થામાં રહ્યા. આ પ્રમાણે ૩ લાખ પૂર્વ સુધી રાજ પદ પર બિરાજ્યા. ૮૩ લાખ પૂર્વ સુધી તેઓ ગૃહસ્થાવસ્થામાં રહ્યા. ત્યાર બાદ તેઓ મુંડિત થઈને અગારાવસ્થાનો ત્યાગ કરીને અનગર અવસ્થા ધારણ કરી તેઓ આ અવસ્થામાં એક હજાર વર્ષ પર્યન્ત છવાસ્થ રહ્યા ૧૦૦૦ વર્ષ જૂન એમણે કેવલિ પયયિનું પાલન કર્યું આ પ્રમાણે પૂરા એક લાખ વર્ષ સુધી સુધી શ્રામાણ્ય પર્યાયનું પાલન કરીને એમણે પોતાનું ૮૪ લાખ પૂર્વનું સંપૂર્ણ આયુ સમાપ્ત કરીને પછી હેમન્ત ઋતુના માઘ કૃષ્ણ પક્ષમાં તેરસને દિવસે દસ હજાર મુનિયોથી યુક્ત થઈને અષ્ટાપદ શૈલ શિખરથી નિર્જલ છ ઉપવાસ કરીને પર્યકાસનથી કાળના સમયે અભિજીતુ નક્ષત્રથી સાથે ચંદ્રમાનો યોગ થયો ત્યારે તેઓ શ્રીમુક્તિગામિ થયા. જ્યારે તેઓ શ્રી મુક્તિ પધાર્યા ત્યારે ચોથા આરાના ત્રણ વર્ષ અને સાડા આઠ માસ બાકી હતા આ પ્રમાણે જન્મ, જરા, મરણ આદિ લક્ષણવાળા સંસારનો પરિત્યાગ કરીને તે પ્રભુ યાવતું સર્વદુઃખોથી પ્રહણ થઈ ગયા. - તે કૌશલિક ઋષભ અહંત જે સમયે મુક્તિમાં પધાય-એટલે કે કાલગત વગેરે સર્વદુઃખ પ્રહીણાન્ત સુધીના વિશેષણોથી જ્યારે તેઓશ્રી યુક્ત થઈ ચૂક્યા તે સમયે દેવેન્દ્ર દેવરાજ શક્રનું આસન કમ્પાયમાન થયું. શકે જ્યારે પોતાના આસનને કમ્પાય માન થતું જોયું ત્યારે તેજ ક્ષણે તેણે પોતાના અવધિ જ્ઞાનને વ્યાપારિત કર્યું તીર્થંકર પ્રભુને જોઈને તે આ પ્રમાણે કહેવા લાગ્યા, જેબૂદ્વીપનામના દ્વીપમાં આવેલ ભરતક્ષેત્રમાં કૌશલિક ઋષભ અહંત પરિનિવૃત્ત થયા છે. તેથી સઘળા, અતીત, અનાગત અને વર્તમાન કાલ સંબંધી ઈદ્રોનો આ જીત વ્યવહાર છે-તેઓ તીર્થંકર પ્રભુનો નિવણ ગમન મહોત્સવ ઉજવે. તેથી હું પણ ભગવાન્ તીર્થંકર ઋષભદેવનો નિવણ મહોત્સવ કરવા. જાઉં આ પ્રમાણે કહીને એ શકે પ્રભુને વંદના કરી નમસ્કાર કર્યો પોતાના ૮૪ હજાર સામાનિક દેવોની સાથે ૩૩ ત્રાયશ્ચિંશક દેવોની સાથે યાવતુ સપરિવાર આઠ પોતાની પટ્ટરાણીયો સાથે દરેક દિશાના ૮૪ હજાર ૮૪ હજાર આત્મ રક્ષક દેવોની સાથે અને આ પ્રમાણે બીજા પણ સૌધર્મકલ્પવાસી દેવ-દેવિયોની સાથે તે શક્ર પોતાની ઉત્કૃષ્ટ પ્રશસ્ત વિહાયોગતિમાં પણ શ્રેષ્ઠ દિવ્ય એવી દેવગતિથી ચાલતો ચાલતો તિય અસંખ્યાતુ દ્વીપ સમુદ્રોની બરાબર મધ્યભાગમાં થઈને જ્યાં અષ્ટાપદ પર્વત હતો જ્યાં ભગવાનું તીર્થકરનું શરીર હતું ત્યાં ગયા. ત્યાં જઈ ને તે શોકાકુલિત ચિત્તવાળા થઈ ગયા. તેમના ચિત્તમાંથી આનંદ લુપ્ત થઈ ગયો. તેમની આંખો આંસુથી ભીંજાઈ ગઈ તેણે નિષ્ઠાણ એવા તે તીર્થંકરના શરીરની ત્રણ પ્રદક્ષિણાઓ કરી અને ત્યાર બાદ તે ઉચિત સ્થાન પર બેસી ગયો, તે કાલ અને તે સમયે ઉત્તરાર્ધ લોકના અધિપતિ દેવેન્દ્ર દેવરાજ ઈશાન ઇન્દ્રનું -કે જે ૨૮ લાખ વિમાનોના અધિપતિ છે, હાથમાં જેમના શૂલ છે. વૃષભ જેમનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy