SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ જંબદ્વીપન્નત્તિ- ૨૪૬ વિમનસ્ક અને નિરાનંદ બની ને આંસુઓથી ભરેલા નેત્રો વડે ભગવાન તીર્થકર કે જેઓએ જન્મ જરા અને મરણનો વિનાશ કરેલ છે તેમના શરીરને પાલખીમાં પધરાવ્યું? તે ભવનપતિ દેવોથી માંડીને વૈમાનિક સુધીના દેવોએ કે જેમણે જન્મ જરા અને મરણ ને સર્વથા વિનષ્ટ કરી દીધા છે એવા ગણધર અને અનગારોના શરીરોને શિબિકામાં આરોપિત કર્યા અને આરોપિત કરીને પછી તેમણે શરીરોને ચિતા મૂકી દીધાં બાદ દેવેન્દ્ર દેવરાજ શકે અગ્નિકુમાર દેવોને બોલાવ્યા હે દેવાનુપ્રિયો, તમે તીર્થંકરની ચિતામાં યાવતુ ગણધરોની ચિતામાં અને અનગારોની ચિતામાં અગ્નિને કરો, ત્યાર બાદ તે અગ્નિકુમાર દેવોએ ખેદ ખિન્ન ચિત્તવાળા થઈને અને અશ્વપૂર્ણ નેત્રવાળા થઈ ને તીર્થંકરની ચિતામાં યાવતુ ગણધરોની ચિતામાં અને શેષ અનગારોની ચિતામાં અગ્નિકાયની વિકવણા શક્તિથી ઉત્પત્તિ કરી તે દેવેન્દ્ર દેવરાજે વાયુકુમાર દેવોને બોલાવ્યા બોલાવીને કહ્યું હે દેવાનુપ્રિયો જલ્દીથી તીર્થકરની ચિતામાં યાવતું શેષ અનગારોની ચિત્તામવાયુકાયને વિકુર્વિત કરો અગ્નિકાયને પ્રદીપ્ત કરો તીર્થકરના શરીરને યાવતુ ગણધરોના શરીરને તેમજ શેષ અનગારોના શરીરને અગ્નિસંયુક્ત કરો ત્યાર બાદ તે વાયુકુમાર દેવોએ વિમનસ્ક તેમજ આનંદ વિહીન થઈને તેમજ અશ્રુભીના નેત્રોથી જિનેન્દ્રની ચિતામાં યાવતુ ગણધરોની ચિતામાં તેમજ અનગારોની ચિતામાં અગ્નિકાયની વિકવણા કરી. તેમજ તેને પ્રદીપ્ત તીર્થંકરના શરીરને યાવતું ગણધરોના શરીરોને અનગારોના શરીરોને અગ્નિ સંયુક્ત કર્યા. આ પ્રમાણે અગ્નિની સાથે જિનાદિકના શરીરો જ્યારે સંયુક્ત થઈ ગયા ત્યારે તે શક સર્વ ભવનપતિઓથી માંડીને વૈમાનિક સુધીના દેવોને આ પ્રમાણે કહ્યું. દેવાનુપ્રિયો તમે એકદમ શીઘ્રતાથી તીર્થકરની ચિતામાં યાવતુ ગણધરોની ચિતામાં તેમજ શેષ અનગારોની ચિતામાં અગર, તુરૂષ્ક, ધૃત અને મધુને નાખવામાટે લાવો. ત્યારે તે ભવનપતિથી માંડીને વૈમા નિક સુધીના સમસ્ત દેવગણોએ તીર્થંકરની ચિતામાં, ગણધરોની ચિતામાં અને શેષ અનગારોની ચિતામાં નાખવા માટે અનેક કુંભ પ્રમાણ અને અનેક ભાર પ્રમાણ અગુરુ. તુરૂષ્ક, ધૃત અને મધુ લઈ આવ્યા. દેવેન્દ્ર દેવરાજ તે શક્રે મેઘકુમાર દેવોને બોલાવ્યા. હે દેવાનુપ્રિયો ! આપ સર્વે શીધ્ર તીર્થકર ની ચિતા ને યાવતુ ગણધરોની ચિતાને તેમજ શેષ અનગારોની ચિતાને ક્ષીરસાગર માંથી લઈ આવેલા જલથી શાંત કરો. ત્યારે તે મેઘકુમાર દેવોએ તીર્થંકરની ચિતાને યાવત્ ગણધરોની ચિતાને અને અનગારોની ચિતાને ક્ષીર સાગરમાંથી લઈ આવેલા પાણી વડે શાંત કરી. ત્યાર બાદ તે દેવન્દ્ર દેવરાજે ભગવાન તીર્થંકરની ઉપરિતન દક્ષિણ અસ્થિને લીધી દેવેન્દ્ર દેવરાજ ઈશાન ઈન્દ્ર ઉપરિતન વામભાગની અસ્થિને લીધા તેમજ અસુરેન્દ્ર અસુરરાજ ચમરે અધતન દક્ષિણ અસ્થિને-લીધી. વૈરોચનેન્દ્ર વૈરોચન રાજ બલિએ અધસ્તન અસ્થિને-લીધી શેષ-શક્રાદિક સિવાયના ભવનપતિથી માંડીને વૈમાનિક સુધીના દેવોએ યથાયોગ્ય અવશિષ્ટ અંગોના અસ્થિઓને ઉઠાવ્યા એમાંથી કેટલાક દેવોએ જિનેન્દ્રની ભક્તિથી કેટલાંક દેવોએ આ જીતનામક કલ્પ છે આ અભિપ્રાયથી કેટલાક દેવોએ અમારી આ ફરજ છે, આ ખ્યાલથી તે અસ્થિઓને ઉઠાવ્યા. અસ્થિ ઓના ચયન બાદ દેવેન્દ્ર દેવરાજ શકે તે સમસ્ત ભવનપતિઓથી માંડીને વૈમાનિક સુધીના દેવોને યથાયોગ્ય રૂપમાં આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! તમે સર્વરત્નનિર્મિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy